Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Girsomanath : બહારના બ્રાહ્મણો પાસે પૂજા કરાવતા ભૂદેવો વિફર્યા....

Girsomanath : ગીરસોમનાથ (Girsomanath) માં બહારના બ્રાહ્મણો પાસે પૂજા કરાવતા વિવાદ થયો છે. સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક સોમપુરા તીર્થ પુરોહિતો વચ્ચે વિવાદ થતાં સોમપુરા બ્રહ્મ સમાજ ઉપવાસ પર ઉતર્યો છે. વિરોધ કરતા ભૂદેવોની પોલીસે અટકાયત કરી હતી. ત્યારબાદ ભૂદેવોએ પોલીસ...
girsomanath   બહારના બ્રાહ્મણો પાસે પૂજા કરાવતા ભૂદેવો વિફર્યા
Advertisement

Girsomanath : ગીરસોમનાથ (Girsomanath) માં બહારના બ્રાહ્મણો પાસે પૂજા કરાવતા વિવાદ થયો છે. સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક સોમપુરા તીર્થ પુરોહિતો વચ્ચે વિવાદ થતાં સોમપુરા બ્રહ્મ સમાજ ઉપવાસ પર ઉતર્યો છે. વિરોધ કરતા ભૂદેવોની પોલીસે અટકાયત કરી હતી. ત્યારબાદ ભૂદેવોએ પોલીસ સ્ટેશનમાં મંત્રોચ્ચાર શરૂ કર્યા હતા. પોલીસ સ્ટેશનમાં ઉપવાસ ઉપર બેઠેલી મહિલાની તબિયત લથડતાં તેને હોસ્પિટલમાં લઇ જવાઇ છે.

Advertisement

ગીરસોમનાથમાં બહારના બ્રાહ્મણો પાસે પૂજા કરાવતા વિવાદ

Advertisement

સોમનાથ ખાતે સોમપુરા બ્રહ્મ સમાજ ઉપવાસ પર ઉતર્યો છે. ગીરસોમનાથમાં બહારના બ્રાહ્મણો પાસે પૂજા કરાવતા વિવાદ થયો છે. સોમનાથ ટ્રસ્ટ અને સ્થાનિક સોમપુરા તીર્થ પુરોહિતો વચ્ચે વિવાદ થતાં સોમપુરા બ્રહ્મ સમાજ ઉપવાસ પર ઉતર્યો છે. ભૂદેવોએ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈના હાય હાયના નારા લગાવ્યા હતા જેથી વિરોધ કરતા ભૂદેવોની પોલીસે અટકાયત કરી હતી.

Advertisement

ભૂદેવોએ પોલીસ સ્ટેશનમાં જ મંત્રોચ્ચાર શરૂ કર્યા

સોમનાથ ટ્રસ્ટ દ્વારા બહાર ના બ્રાહ્મણો પાસે પૂજા પાઠ કરાવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. ભૂદેવોએ પોલીસ સ્ટેશનમાં જ મંત્રોચ્ચાર શરૂ કર્યા હતા. સોમપુરા બ્રહ્મ સમાજના ભૂદેવોએ પોલીસ સ્ટેશનમાં ઉફવાસ આંદોલન શરુ કરતાં એક મહિલાની તબિયત લથડી હતી જેથી તેને સારવાર માટે ખસેડાઇ હતી.

કોંગ્રેસના નેતા હીરાભાઇ જોટવા પણ પોલીસ સ્ટેશમાં પહોંચ્યા

બીજી તરફ ઘટનાની જાણ થતાં કોંગ્રેસના નેતા હીરાભાઇ જોટવા પણ પોલીસ સ્ટેશમાં પહોંચ્યા હતા અને ભૂદેવો સાથે વાતચીત કરી ભૂદેવોની લડાઇમાં સમગ્ર વિસ્તાર સાથે હોવાનું જણાવ્યું હતું અને આજના દિવસને સોમનાથ માટે કલંકિત ગણાવ્યો હતો.

આ પણ વાંચો----AMBAJI માં દુકાનો, હોટલો પર વાગ્યા તાળા અને બજાર રહ્યું બંધ,જાણો શું છે કારણ

આ પણ વાંચો----Heavy Rain : બોરસદમાં 4 કલાકમાં સાડા 12 ઈંચ વરસાદ...

Tags :
Advertisement

Trending News

.

×