સુરત-અમદાવાદ હાઈવે પર આવેલી હોટલ Gujarat First ના Reality Check માં ફેઇલ
Reality Check of Gujarat First : ગુજરાત ફર્સ્ટ હર હંમેશ સામાજિક જવાબદારી નિભાવવામાં અગ્રેસર રહે છે. ત્યારે લોકોના આરોગ્ય સાથે ચેડાં થતાં હોય ત્યારે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) પોતાની સામાજિક જવાબદારી (Social Responsibility) સમજી આગળ આવ્યું છે. અને ગુજરાત ફર્સ્ટ દ્વારા તમે જે હોટલમાં ખાવા જતાં હોય ત્યારે તે હોટલના કિચન (Kitchen) ચોખ્ખા છે કે ગંદા છે તે અંગે એક રિયાલિટી ચેક (Reality Check) કરવામાં આવ્યો હતો. આ વખતે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા હાઇવે પર આવેલી હોટલમાં રિયાલિટી ચેક (Reality Check) કરવાનું નક્કી કર્યું હતું. શું છે આ રિયાલિટી ચેકની હકીકત આવો જાણીએ આ અહેવાલમાં...

Hotel Kim
ગુજરાત ફર્સ્ટ દ્વારા સુરત અમદાવાદ હાઇવે પર આવેલી હોટેલમાં અમારી ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું. આ રિયાલિટી ચેકમાં કેટલીક વસ્તુઓ સામે આવી એ અમે તમને બતાવીશું. સૌથી પહેલા અમારી ટીમ હાઇવે પર આવેલી કીમ ખાતેની હોટલ રોયલ ઈન ખાતે પહોંચી. જ્યાંનું કિચન જોઈને અમારા તો હોશ ઉડી ગયા. આ હોટલનું રસોડું એટલું ગંદુ હતું. જ્યાં સાફસફાઈનો અભાવ જોવા મળી રહ્યો હતો. અમારા આ રિયાલિટી ચેકમાં હોટલના કિચન ગંદી હાલતમાં મળતા આમારા રિયાલિટી ચેકમાં આ હોટલ નાપાસ થાય છે.
Hotel Ashirvad
એક રિયાલિટી ચેક પત્યા બાદ અમારી ટીમ બીજી એક હોટલ તરફ પહોંચી. અમારી ટીમ હાઇવે પર આવેલી કીમ ખાતેની હોટલ આશીર્વાદ ખાતે પહોંચી. આશીર્વાદ હોટલમાં રસોડાની પણ હાલત બદથી બદતર જોવા મળી હતી. આ હોટલના કિચનમાં પણ સાફ સફાઈનો અભાવ જોવા મળ્યો હતો. આ હોટલના કિચનમાં જ્યારે પહોંચ્યા ત્યારે ત્યા કોઈ પણ માણસની માથા ઉપર કેપ કે હાથની અંદર હેન્ડ ગ્લોસ પહેર્યા નહોતા. આ ઉપરાંત જ્યારે રસોઈ બને છે તેની આસપાસ પણ સંપૂર્ણ ગંદકી જોવા મળી હતી અમારા રિયાલિટી ચેકમાં આશીર્વાદ હોટલ પણ ફેઇલ થઈ હતી.
Hotel Fountain
અમારી ટીમ જ્યારે ત્રીજી હોટલ તરફ પહોંચી ત્યારે અમારી ટીમ હાઇવે પર આવેલી કોસંબા ખાતેની હોટલ ફાઉન્ટન ખાતે પહોંચી. ફાઉન્ટન હોટલનું રસોડું બહારથી તો એકદમ ચોખ્ખુ દેખાઈ રહ્યું હતું પરંતુ અંદરથી હાલત ખુબ જ ખરાબ હતી. હોટલના કિચનમાં કચરો આમતેમ જોવા મળ્યો હતો. બાજુમાં કચરાપેટી હોવા છતાં કર્મચારી ત્યાં નીચે જ કચરો રાખતો હતો. આ ઉપરાંત અને જ્યાં ફૂડ તૈયાર થતું હતું ત્યાં પહોંચ્યા ત્યાં પણ પર ગંદકી જોવા મળી હતી. ત્યારબાદ અમે હોટલના સ્ટોરેજ વિસ્તારમાં પહોંચ્યા જ્યાં પણ ગંદકી જોવા મળી. ઉપરાંત પનીરના બાઉલમાં મચ્છર જોવા મળ્યા હતા. અહી સ્ટોરેજ કેટલીક એવી વસ્તુઓ હતી જે પહેલેથી બનાવીને રાખી દેવામાં આવી હતી. એટલે આપણે જ્યારે હોટલમાં જઈ ઓર્ડર આપીએ તો આપણને એવું લાગે કે તાત્કાલિક બનાવી આપણને સર્વ કરવામાં આવે છે પરંતુ એવું નથી પહેલેથી બનાવી રાખેલી વસ્તુઓ જ તાજી હોવાના નામે આપણને પધરાવી દેવાય છે. ફાઉન્ટન હોટલ પણ રિયાલિટી ચેકમાં ફેઇલ થાય છે.
Khodiyar Kathiyawadi Dhaba
અમારી ટીમ ચોથી એક હોટલ તરફ પહોંચી. અમારી ટીમ હાઇવે પર આવેલી કોસંબા ખાતે ખોડીયાર કાઠિયાવાડી ધાબા ખાતે પહોંચી. જ્યાં ગ્રાહકોને બેસવા માટેનો જે લોન્જ હતો તે એકદમ ચોખ્ખો હતો, પરંતુ જ્યાં ખાવાનું બનતું હતું તે જગ્યા એકદમ ગંદી જોવા મળી હતી. રસોઈ બનાવવાની જગ્યા એકદમ ગંદી તો જ્યાં રોટલી બને ત્યાં પણ રોટલીઓ બનાવી રાખવામાં આવી હતી. બાજરાના રોટલાની હાલત પણ દયનીય હતી. અમે જ્યારે સ્ટોરેજમાં ગયા ત્યારે ત્યાં જીરું ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જેમાં થોડા સમય પહેલા જ ઉંદર મામાં પધરામણી કરી ચૂક્યા હોય એવું લાગતું હતું. કારણ કે ત્યાં ઉંદર મામાનું મળ મળી આવ્યું હતું. આમ આ હોટલમાં જમવા જવું હોય તો એક વખત વિચાર કરવો જરૂરી છે. ખોડીયાર કાઠિયાવાડી ધાબાની ગુજરાતમાં 50 થી વધુ બ્રાન્ચ છે.
અહેવાલ - આનંદ પટણી
આ પણ વાંચો - Riverfront : ગાંધીનગરની જનતાને પણ મળશે રિવરફ્રન્ટની ભેટ
આ પણ વાંચો - Pre-Wedding Function : અનંત અંબાણીએ પ્રી-વેડિંગ ફંક્શન માટે જામનગર જ કેમ પસંદ કર્યું ?
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ