ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાંશેરીયા 2 નિરાધાર દીકરીઓના પાલક પિતા બન્યા

અહેવાલ - ઉદવ જાદવ શિક્ષણ મંત્રી પ્રફુલ પાંશેરિયાએ દતક લીધેલી બે નિરાધાર દીકરીઓના ઘરનું ખાતમુહૂર્ત કર્યું,મંત્રી પ્રફુલ પાંશેરીયા કામરેજના લાડવી ગામ રહેતી હળપતિ સમાજની બે નિરાધાર દીકરીનો સહારો બન્યા હતા. મંત્રી પોતે બન્ને દીકરીઓને શાળાએ મૂકવા પહોંચ્યા,મંત્રી પ્રફુલ પાનશેરિયાની સાથે...
03:50 PM Dec 04, 2023 IST | Hardik Shah

અહેવાલ - ઉદવ જાદવ

શિક્ષણ મંત્રી પ્રફુલ પાંશેરિયાએ દતક લીધેલી બે નિરાધાર દીકરીઓના ઘરનું ખાતમુહૂર્ત કર્યું,મંત્રી પ્રફુલ પાંશેરીયા કામરેજના લાડવી ગામ રહેતી હળપતિ સમાજની બે નિરાધાર દીકરીનો સહારો બન્યા હતા. મંત્રી પોતે બન્ને દીકરીઓને શાળાએ મૂકવા પહોંચ્યા,મંત્રી પ્રફુલ પાનશેરિયાની સાથે તેમના ધર્મ પત્ની પણ રહ્યા હાજર,મંત્રી પ્રફુલ પાંશેરિયા ની આ સરાહનીય કામગીરીને સૌ કોઈએ બિરદાવી.

રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાંશેરીયા તેમની સેવાકીય પ્રવૃત્તિથી જાણીતા છે. મંત્રી પ્રફુલ પાંશેરિયાએ અનેક માવતા ભર્યા કાર્યો કર્યા છે ત્યારે આવા જ કાર્યોમાં વધુ એક ઉમેરો થયો છે. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાંશેરિયા માં-બાપ વિનાની નિરાધાર બે દીકરીઓના વહારે આવ્યા છે. મંત્રી પ્રફુલ પાનશેરિયા સુરતના કામરેજ તાલુકાના લાડવી ગામે રહેતી હળપતિ સમાજની બે દીકરીઓનો આધાર બન્યા છે. લાડવી ગામે રહેતી અંશિકા અને સંજના નામની દીકરીઓ એખલી રહેતી હતી. બન્ને બહેનોના પિતા નું મૃત્યુ થયું છે તો તેમની માતા પણ નથી,નાનપણમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી બેઠેલી બન્ને બહેનો ઉપર આભ ફાટી ગયું હતું. ગામમાં જ લોકોને ત્યાં ઘર કામ કરી માસૂમ દીકરીઓ ગુજરાન ચલાવી રહી હતી.

ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાંશેરિયાને થાય છે અને તેઓ લાડવી બન્ને દીકરીઓને મળવા માટે પહોંચી જાય છે,બન્ને દીકરીઓ તૂટેલી દિવાલો અને તૂટેલા નળિયા વાળા મકાનમાં રહેતી હતી,માસૂમ દીકરીઓની પરિસ્થિતિ જોઈ મંત્રી પ્રફુલ પાંશેરિયા પોતે ભાવુક થઈ જાય છે અને બન્ને નિરાધાર બનેલી દીકરીઓને દત્તક લેવાનો નિર્ણય કરે છે,શિક્ષણ મંત્રી પ્રફુલ પાંશેરિયાએ પહેલી જ મુલાકાતે બન્ને દીકરીઓનો શિક્ષણથી લઈ ઘર બનાવી આપવા સુધીની તમામ જવાબદારી પોતાના સિરે લીધી હતી ત્યારે આ જ જવાબદારી નિભાવવાનો દિવસ આવે છે અને આજે મંત્રી પ્રફુલ પાંશેરિયા ફરી કામરેજના લાડવી ગામ ખાતે પહોંચ્યા હતા અને બન્ને દીકરીઓના નવા મકાનનું ખાતમુહૂર્ત બન્ને દીકરીઓ પાસે કરાવ્યું હતું.

શિક્ષણ મંત્રી પ્રફુલ પાંશેરિયાએ બન્ને દીકરીઓના શિક્ષણની જવાબદારી પણ ઉપાડી છે ત્યારે આજ રોજ મંત્રી પ્રફુલ પાંશેરિયા બન્ને દીકરીઓ માટે શિક્ષણનો તમામ સામાન લઈ લાડવી ખાતે પહોંચ્યા હતા,મંત્રી પ્રફુલ પાંશેરિયાની સાથે સાથે તેમના ધર્મ પત્ની પણ હાજર રહ્યા હતા,મંત્રી પ્રફુલ પાંશેરિયા ના ધર્મ પત્ની ગીતા બેન પાંશેરિયા પણ બન્ને દીકરીઓને દત્તક લઈને ખુશી વ્યક્ત કરી હતી અને બન્ને દીકરીઓને પોતાની જ દીકરીઓ સમજી તેનો ઉછેર કરવા જણાવ્યું હતું,બન્ને દીકરીઓ ૨૦ વર્ષની અને જ્યાં સુધી તેના લગ્ન નહી થાય ત્યાં સુધી તમામ જવાબદારી મંત્રી પ્રફુલ પાંશેરીયા અને તેમના ધર્મ પત્ની જ નિભાવશે,મંત્રી પ્રફુલ પાંશેરિયા અને તેમના ધર્મ પત્ની જાતે બન્ને દીકરીઓને શાળા ખાતે મૂકવા પહોંચ્યા હતા.

નિરાધાર બન્ને દીકરીઓની સેવા કરવાના આ મોકાને મંત્રી પ્રફુલ પંશેરિયા પોતે નશીબદાર હોવાનું માને છે ત્યારે પોતાની જ દીકરી હોવાનું સમજી ને મંત્રી પ્રફુલ પાંશેરિયા બન્ને નિરાધાર દીકરીઓનો આધાર બન્યા છે અને બન્ને દીકરીઓની સંપૂર્ણ જવાબદારી પોતાના શિરે લઈ ખરા અર્થમાં બન્ને દીકરીઓ માટે પાલક પિતા સાબિત થયા છે,મંત્રી પ્રફુલ પાંશેરિયા ના આ માનવના ભર્યા કાર્યની સૌ કોઈએ પ્રશંસા કરી તેને બિરદાવી છે.

આ પણ વાંચો - Gujarat First Impact : વાંકાનેરમાં નકલી ટોલનાકા મુદ્દે આખરે જાગ્યું તંત્ર, તપાસના આદેશ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Education MinisterGujaratGujarat FirstGujarat NewsPraful PansheriyaSuratSurat news
Next Article