Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Praful Pansheriya : બોરવેલમાં બાળક પડવાની ઘટનાઓ બાદ શિક્ષણમંત્રી આકરા પાણીએ, શિક્ષકોને આપી આ કડક સુચના

Praful Pansheriya : તાજેતરમાં દ્વારકામાં એક બોરવેલમાં પડી જવાના કારણે અઢી વર્ષની દીકરીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જે પછી સૌ કોઈ એલર્ટ થયા છે. આ મામલે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસરિયા (Praful Pansheriya) એ શિક્ષકોને પત્ર લખી લોકોને જાગૃત કરવા માટેની...
praful pansheriya   બોરવેલમાં બાળક પડવાની ઘટનાઓ બાદ શિક્ષણમંત્રી આકરા પાણીએ  શિક્ષકોને આપી આ કડક સુચના
Advertisement

Praful Pansheriya : તાજેતરમાં દ્વારકામાં એક બોરવેલમાં પડી જવાના કારણે અઢી વર્ષની દીકરીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જે પછી સૌ કોઈ એલર્ટ થયા છે. આ મામલે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસરિયા (Praful Pansheriya) એ શિક્ષકોને પત્ર લખી લોકોને જાગૃત કરવા માટેની અપીલ કરી છે.

Advertisement

Advertisement

Advertisement

રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા (Praful Pansheriya) એ રાજ્યના શિક્ષકોને પત્ર લખ્યો છે. જેમાં તેમણે જણાવ્યું કે, પોતાના વિસ્તારમાં બિન ઉપયોગી બોરવેલ હોય તો પુરાણ કરી લોકોમાં જાગૃત કરવા જોઇએ. તેમજ શાળા કોલેજ કે ગામમાં આસપાસ આવા બિન ઉપયોગી બોરવેલ હોય તો શોધી ગુરુજનો આ કામ ઉપાડી લેવું જોઇએ.

એક સપ્તાહ સુધી પૂરી સંવેદના સાથે આ કામ કરવા વિનંતી કરી :  શિક્ષણમંત્રી

આ સાથે જ રાજ્ય શિક્ષણમંત્રી (Praful Pansheriya) એ જણાવ્યું છેકે, એક સપ્તાહ સુધી પૂરી સંવેદના સાથે આ કામ કરવા વિનંતી છે. જેથી યોગ્ય રીતે કામ પૂર્ણ થઈ શકે. જે ગુરુજનો સેવાના વ્યક્તિગત કામ કરશે એમને વંદન સાથે અભિનંદન પત્ર અને રૂબરૂ મુલાકાત કરવાનું પણ મંત્રી તરફથી આશ્વાસન આપવામાં આવ્યું છે.

નોંધનીય છેકે હાલમાં જ દ્વારકામાં એક માસુમ બાળકી ખુલ્લા બોરવેલમાં પડી ગઈ હતી. જેમાં આશરે 8 થી 9 કલાક સુધી જીંદગી સામે જંગ લડી હતી. જેને બચાવવા માટે NDRF થી લઈ સેના સુધીની ટીમ પહોંચી હતી પરંતુ જ્યારે બાળકીને બહાર કાઢવામાં આવી ત્યાર બાદ હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આ અંગે સંવેદના રાખતા શિક્ષણમંત્રીએ બોરવેલમાં માસુમ જિંદગી ન જાય અને બચાવવા અપીલ કરી છે.

આ પણ વાંચો-AGRICULTURE EVENTS: જૂનાગઢ કૃષિ યુનિ.નો 19 મો પદવીદાન સમારોહ યોજાયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×