બિપરજોય વાવાઝોડાને લઈ બનાસકાંઠાના સમસ્ત રાવળ સમાજના યુવાઓએ વાયુદેવને રીઝવવા યજ્ઞ કર્યા
ગુજરાતમાં એક સપ્તાહથી બિપરજોય વાવાઝોડાની સંભાવનાને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વાવાઝોડાની ગંભીરતા જોઈને સરકાર પણ તમામ પ્રયત્નો કરી રહી છે. લોકોને તેમજ પશુ-પંખી સહિત કોઈને પણ નુકસાન ન થાય તે માટે સરકારના અધિકારીઓ નેતાઓ સામાજીક સંસ્થાઓ સહિતના લોકો હાલ મદદે પહોંચી રહ્યા છે, ત્યારે બીજી તરફ આ વાવાઝોડું અતિ ગંભીર હોવાની વાતને લઈને લોકોમાં પણ ભય ફેલાયો છે ત્યારે લોકો હવે ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે કે આ બિપરજોય વાવાઝોડું ગુજરાતમાં નુકસાન ન કરે અને શાંતિપૂર્ણ રીતે પતી જાય તે માટે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે વાયુદેવને રીઝવવા હવન કરી પ્રાર્થના કરી રહ્યા છે.
અરબી સમુદ્રમોથી શરૂ થયેલું બિપરજોય આ વાવાઝોડું અતિ ગંભીર હોવાનું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે ત્યારે સમગ્ર ગુજરાતમાં લોકોમાં ભય ફેલાયો છે. આ વાવાઝોડાની અસરથી બચવા માટે લોકો પણ ગંભીર બન્યા છે અને પોતાને સુરક્ષિત સ્થળે રહેવા માટેના તેમજ બચાવ માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છે. આ વાવાઝોડું કચ્છમાં લેન્ડ પોલ થાય અને ત્યાં ભારે નુકસાન થવાની શક્યતાઓ બતાવવાની રહી છે. ત્યારે કચ્છની નજીક બનાસકાંઠા પાટણ સહિતનો વિસ્તાર પણ આવેલો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા અને અતિ ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી રહી છે તેને લઈને બનાસકાંઠામાં પણ લોકો ચિંતિત બન્યા છે.
વાવાઝોડાથી કઈ રીતે બચી શકાય લોકોને કેવી રીતે બચાવી શકાય તે માટે સરકાર પણ પૂરતા પ્રયત્નો કરી રહી છે પરંતુ બનાસકાંઠામાં લોકો હવે ભગવાનની શરણે જઈ રહ્યા છે. કેમકે વાવાઝોડાની અતિ ગંભીરતા જોઈને લોકોમાં જે ભય ફેલાયો છે અને હવે લોકો પણ માની રહ્યા છે કે ભગવાન સિવાય હવે કોઈ રસ્તો બચ્યો નથી ત્યારે બનાસકાંઠામાં રાવળ યોગી સમાજના યુવાનો દ્વારા બાલારામ મહાદેવ ખાતે એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જે યજ્ઞમાં ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરવામાં આવી છે કે આ વાવાઝોડું સમગ્ર ગુજરાતમાં કોઈ નુકસાન ન કરે અને શાંતિપૂર્ણ રીતે પતી જાય લોકો પશુ પંખી સહિત કોઈને પણ જાનહાનિ ન થાય તે માટે આ યુવાનો તેમજ અન્ય લોકો દ્વારા આજે બાલારામ ખાતે ભગવાન ભોલેનાથના મંદિરે યજ્ઞનું આયોજન કરી ભગવાન ભોલેનાથને અને પવનદેવને આ સૌથી મોટા ખતરાથી બચાવવા માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
આ અંગે રાવળ સમાજના યુવા આગેવાન રાકેશભાઈ ડાંગીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહથી બિપરજોય વાવાઝોડાની અસરને લઈને જિલ્લામાં વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. પવન ફુંકાઈ રહ્યો છે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે જો આ વાવાઝોડું ટકરાશે તો મોટું નુકસાન કરી શકે તેમ છે તેમ જ અતિ ભારે વરસાદ પણ પડી શકે તેમ છે. ત્યારે આ વાવાઝોડા અને વરસાદની આગાહીને લઈને બનાસકાંઠામાં લોકો પણ ચિંતામાં મુકાયા છે. ત્યારે અમારા સમાજના યુવાનો આજે પાલનપુર નજીક આવેલા બાલારામ મહાદેવ ખાતે આવી માહદેવ તેમજ વાયુદેવને રીઝવવા યજ્ઞનું આયોજન કરીને પ્રાર્થના કરી હતી કે સમગ્ર ગુજરાતમાં કોઈ નુકસાન ન થાય અને શાંતિપૂર્ણ રીતે વાવાઝોડું પતી જાય લોકો પશું પંખી બધા નાં જીવ સલામત રહે તે માટે ભગવાન ભોળેનાથ અને વાયુદેવને પ્રાર્થના કરી હતી.
આ પણ વાંચો - રાજ્યમાં વાવાઝોડાને લઇને એલર્ટ જાહેર, પૂરની સંભાવના
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ - સચિન શેખલીયા