સરાજાહેર મેડિકલ બાયોવેસ્ટને ફેંકતી હોસ્પિટલ સામે GPCB ની કાર્યવાહી
Hospital સરાજાહેર મેડિકલ બાયોવેસ્ટને ફેંકી રહી હતી
અલીફ Hospital ને GPCB દ્વારા ક્લોઝર નોટિસ ફટકારી
જિલ્લાની અન્ય Hospital માં પણ દોડધામ થઈ પડી
Gir Somnath Hospital : ગુજરાત સરકાર પ્રદૂષણને અટકાવવા અનેક પ્રકરાના અવાર-નવાર નવતર પહેલ હાથ ધરે છે. તેના અંતર્ગત જાહેર નાગરિકો, ખાનગી કંપની અને સંસ્થાઓને પહેલને અનુસરવા અને તેમાં મૂખ્ય ભૂમિકા ભજવવા માટે આહ્વાન આપે છે. તે ઉપરાંત રાજ્યામાં વિવિધ સ્થળો પર પર્યાવરણને સલગ્ન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તે ઉપરાંત દરેક રાષ્ટ્રીય અને તહેવારના દિવસો પર વૃક્ષા રોપણ કરવામાં આવે છે. તેમ છતાં અમુક લોકો પોતાની નાપાક કરતૂતોથી બહાર આવતા નથી.
Hospital સરાજાહેર મેડિકલ બાયોવેસ્ટને ફેંકી રહી હતી
તાજેતરમાં ગીર સોમનાથમાં એક Hospital વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ Hospital ગીર સોમનાથના વેરાવળ તાલુકામાં આવેલી છે. આ Hospital નું નામ અલીફ Hospital છે. અલીફ Hospital ને GPCB દ્વારા ક્લોઝર નોટિસ ફટકારમાં આવી છે. કારણ કે... આ અલીફ Hospital મેડિકલ બાયોવેસ્ટ જેવી વસ્તુઓનો યોગ્ય રીતે નિકાલ કરવાને બદેલ જાહેર માર્ગો પર ફેંકી દેતા હતાં. ત્યારે આ ઘટનાની માહિતી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાને મળી હતી.
આ પણ વાંચો: VADODARA : સિનિયર વકીલનું હિંસક હુમલામાં મોત, સુરક્ષાની માંગ ઉઠી
અલીફ Hospital ને GPCB દ્વારા ક્લોઝર નોટિસ ફટકારી
ત્યારે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આ અલીફ Hospital વિરુદ્ધ કાર્યવાહી કરવામાં માટે સૂચન પાઠવ્યું હતું. અને તેના અંતર્ગત તેને તાજેતરમાં નોટીસ ફટકારવામાં આવી હતી. તેમ છતાં અલીફ Hospital ના સત્તાધીશો દ્વારા આ સૂચનાને નજરઅંદાજ કરી હતી. અને સૂચના વિરુદ્ધ જઈને જાહેર રસ્તાઓ પર મેડિકલ બાયોવેસ્ટ વસ્તુઓને ફેંકવામાં આવતી હતી. ત્યારે જિલ્લા કલેક્ટરની કડક કાર્યવાહી અંતર્ગત અલીફ Hospital ને GPCB દ્વારા ક્લોઝર નોટિસ ફટકારી છે.
જિલ્લાની અન્ય Hospital માં પણ દોડધામ થઈ પડી
તો બીજી તરફ અલીફ Hospital માં જે ઘટના બની. તેને જોતા જિલ્લાની અન્ય Hospital માં પણ દોડધામ થઈ પડી છે. તેની સાથે જિલ્લા કલેક્ટર અને GPCB દ્વારા અન્ય Hospital માટે તપાસ શરુ કરવાની કામગીરી હાથ ધરી છે. આ તપાસ અંતર્ગત જોવામાં આવશે કે Hospital માં સરકારી નિયમ પ્રમાણે મેડિકલ વસ્તુઓનો નિકાલ કરવામાં આવે છે કે નહીં.
આ પણ વાંચો: દબાણ મુદ્દે રાજકીય આગેવાનો અને પાલિકા વચ્ચે ઘમાસાણ