Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

BHARUCH : વિજળી પડતા 4 ના મોત, 2 ઈજાગ્રસ્ત

BHARUCH : ભરૂચ (BHARUCH) જીલ્લામાં ગતરોજ સંધ્યાકાળના રોજ વાતવરણમાં પલ્ટો આવતા વિજળીના કડાકા ભડાકા (Thunderstorm) સાથે વરસાદ (RAIN) વરસતા વાગરાથી કરજણ જતા લોકોને પાદરીયા ગામ નજીક ઝાડ નીચે ઉભા રહેતા વિજળી પડતાં ૫ પૈકી ૩ ના મોત થયા હતા અને...
bharuch   વિજળી પડતા 4 ના મોત  2 ઈજાગ્રસ્ત

BHARUCH : ભરૂચ (BHARUCH) જીલ્લામાં ગતરોજ સંધ્યાકાળના રોજ વાતવરણમાં પલ્ટો આવતા વિજળીના કડાકા ભડાકા (Thunderstorm) સાથે વરસાદ (RAIN) વરસતા વાગરાથી કરજણ જતા લોકોને પાદરીયા ગામ નજીક ઝાડ નીચે ઉભા રહેતા વિજળી પડતાં ૫ પૈકી ૩ ના મોત થયા હતા અને ૨ ને ઈજા થઈ હતી. તો હાંસોટમાં અંભેટા ગામે વિજળી પડતાં યુવાનનું મોત થતા કુલ ૪ ના મોત અને ૨ ને ઈજા થઈ હોવાના અહેવાલો સામે આવ્યા હતા.

Advertisement

વાહનો ખોટકાઈ જતા લોકોને ભારે હાલાકી

સમગ્ર ભરૂચ શહેરમાં દશેરાની પૂર્ણહુતી થતા સતત બીજા દિવસે રવિવારના દિવસે બપોર બાદ સંધ્યાકારના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતા આકાશમાં જાણે વાદરોની ફોજ ઉતરી આવી હોય તે પ્રકારે કાળા દિમાગ વાદળો વચ્ચે વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા ભરૂચ શહેર જિલ્લામાં ઠંડક પ્રસડી ગઈ હતી અને ધોધમાર વરસાદના કારણે ભરૂચ શહેર જિલ્લાના અનેક જાહેર માર્ગો ઉપર વરસાદી પાણીનો ભરાવો સર્જાઈ ગયો હતો સાથે ભરૂચના હાથ સમાવિસ્તા રહેવા કસક ગળનાળામાં પણ સતત વરસાદી પાણીનો ભરાવો સર્જાઈ જતા ટુ વ્હીલર વાહન ચાલકો થી માંડી ફોરવીલ વાહનોના વાહનો પણ ખોટકાઈ જતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી ગયો હતો.

Advertisement

લોકોએ પોતાના મકાનોમાં પુરાઈ રહેવાની નોબત આવી

ભરૂચ શહેરની પૂર્વપટ્ટી વિસ્તારની ઘણી સોસાયટીઓમાં કોન્ટ્રાક્ટરોની વાપરવાની અધૂરી કામગીરીના કારણે હાલ માત્ર એક કલાક વરસેલા વરસાદ વરસાદમાં જ સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હતો અને લોકોએ પોતાના મકાનોમાં પુરાઈ રહેવાની નોબત આવી હતી. ઝાડેશ્વર ગામ પંચાયતની હદમાં ૨૫ થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હતો અને વરસાદી પાણી ભરાતા લોકોએ ઘરમાં જ પુરાઈ રહેવાની નોબત આવતા કોન્ટ્રાક્ટર અને સ્થાનિક ગ્રામ પંચાયતની લાપરવાહી સામે સોસાયટીના રહીશોમાં પણ ભારે આપણો જોવા મળ્યો હતો.

Advertisement

પાંચ જેટલા લોકો ત્યાં ઢળી પડયા

ભરૂચ જીલ્લામાં રવિવારની સંધ્યાકાળે ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદે ધમાકેદાર બેટીંગ શરૂ કરી હતી.જેમાં પાલેજના પાદરિયા ગામની સીમમાં વરસતા વરસાદમાં ભીંજાવાથી બચવા લોકો વડના ઝાડ નીચે ઉભા રહી ગયા હતા.આ સમયે અચાનક વીજળી પડતા જ ઝાડ નીચે ઉભેલા લોકો અંદાજીત પાંચ જેટલા લોકો ત્યાં ઢળી પડયા હતા.જેમાં સારવાર અર્થે ખસેડતા ફરજ પરના તબીબોએ હબીબ અકબર મલેક ઉ.વ ૫૯ તથા શકીલ હબીબ મલેક ઉ.વ. ૩૭ બંને પિતા પુત્ર કરજણના ચોરંડા ગામના રહીશ તથા મનીષ સુરેશ વસાવા ઉ.વ.૨૮ રહે.કરણ કરજણનાઓને મરણ જાહેર કર્યા હતા જયારે અન્ય બે લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

માછીમારી કરી પરત ફરી રહેલા યુવાનનું મોત થયું

તો ભરૂચ જીલ્લાના હાંસોટ તાલુકાના અંભેટા ગામે પણ વિજળી પડતા માછીમારી કરી પરત ફરી રહેલા ૨૮ વર્ષીય સુનિલ વસાવા ઉપર પડતા તેનું પણ મોત થયું હતું.આમ માત્ર એક કલાક વરસેલા વરસાદે ચાર લોકોના ભોગ લીધા હોવાના અહેવાલો પ્રકાશમાં આવ્યા હતા.

અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો -- Ahmedabad : 'તલવારો લઈને ફરે, ફાયરિંગ કરે છે તેને તો અટકાવી શકતા નથી' : High Court

Tags :
Advertisement

.