અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, શહેરમાં દોઢથી 9 ઇંચ વરસાદ
અમદાવાદમાં શુક્રવારે બપોરથી ભારે વરસાદ તૂટી પડતાં અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાઇ જતા શહેરીજનો અટવાઇ ગયા હતા. અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં 1.5 થી 9 ઈંચ સુધીનો વરસાદ પડયો હતો. ઉસ્માનપુરાની સ્થિતી સૌથી વધુ વિકટ બની હતી અને અડધા દિવસમાં 9 ઇંચ વરસાદ ખાબકતાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો.સમગ્ર રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદ શરુ થયો છે પણ àª
Advertisement
અમદાવાદમાં શુક્રવારે બપોરથી ભારે વરસાદ તૂટી પડતાં અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે. ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાઇ જતા શહેરીજનો અટવાઇ ગયા હતા. અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં 1.5 થી 9 ઈંચ સુધીનો વરસાદ પડયો હતો. ઉસ્માનપુરાની સ્થિતી સૌથી વધુ વિકટ બની હતી અને અડધા દિવસમાં 9 ઇંચ વરસાદ ખાબકતાં સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો.
સમગ્ર રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદ શરુ થયો છે પણ અમદાવાદીઓ વરસાદની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા. અમદાવાદીઓની આતુરતાનો શુક્રવારે બપોરે જાણે કે અંત આવ્યો હતો અને બપોરે 1 વાગ્યા બાદ ભારે વરસાદ તૂટી પડ્યો હતો.
અમદાવાદમાં અનરાધાર વરસાદ શરુ થયો છે અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં 1.5 થી 9 ઈંચ સુધીનો વરસાદ પડયો છે. અમદાવાદમાં સૌથી વધુ વરસાદ ઉસ્માનપુરામાં નોંધાયો છે અડધા દિવસમાં 9 ઇંચ વરસાદ પડ્યો છે. જેથી સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો છે. સૌસાયટીઓમાં પાણી ઘુસી ગયા છે અને આભ ફાટ્યાની સ્થિતી જોવા મળી રહી છે. આ ઉપરાંત બોડકદેવમાં 3 ઇંચ, સરખેજમાં 2.5, સાયન્સ સિટીમાં 2 ઇંચ, ગોતામાં 2 ઇંચ અને કોતરપુરમાં 2 ઇંચ, વિરાટનગરમાં 6 ઇંચ, ચકુડીયા મહાદેવ વિસ્તારમાં 3 ઇંચ, પાલડીમાં 3 ઇંચ, ચાંદખેડામાં 3 ઇંચ, ગોતામાં 2 ઇંચ, મેમ્મો 4.5 ઇંચ તથા ઓઢવમાં 4.5 ઇંચ તથા મ્યુનિ કોર્પોરેશનમાં 4 ઇંચ અને મણિનગર વિસ્તારમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદના કારણે શાહીબાગ અંડર પાસ પાસે પાણી ભરાયા હતા. શાહીબાગમાં માતાના મંદિર પાસે ઢીંચણ સમા પાણી ભરાયા હતા. આ ઉપરાંત મીઠાખળી અન્ડર બ્રિજમાં પણ દોઢ ફૂટ પાણી ભરાતા સાવચેતીના ભાગરુપે ટ્રાફિક બંધ કરવામાં આવ્યો છે. મકરબા અન્ડપાસમાં પણ દોઢ ફૂટ પાણી ભરાતા અવર જવર બંધ કરાઇ હતી.
શહેરના ઉસ્માનપુરા, રાયપુર, ખાડીયા, હાટકેશ્વર, સીટીએમ અને રામોલ એસ.જી.હાઇવે, સોલા, ગોતા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જતાં જવનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું.
અમદાવાદ શહેરમાં આખરે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં શહેરીજનોમાં ખુશાલી છવાઇ ગઇ હતી. ભારે વરસાદના કારણે ઠંડક પ્રસરી ગઇ હતી.
આ ઉપરાંત રાજ્યમાં પણ વિવિધ સ્થળોએ ભારે વરસાદ પડયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. સુરત, વડોદરા, રાજકોટ, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા, બોટાદ, ભાવનગર,બનાસકાંઠા,વલસાડ, વાપી સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થયો છે.
બીજી તરફ ગુજરાતમાં બારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારોમાં અતિ ભારે અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.