આ દિવાળીમાં તેલ અને ઘીની કરો બચત, આ રીતે પાણીથી દીપક પ્રગટાવો
- હવે પાણીની મદદથી પણ દીપક પ્રગટાવી શકાય છે
- બધા દીવાઓમાં એક નાની ચમચી રસોઈ તેલ નાખો
- થોડું દૂધ લગાવો અને વાટને ઘસોવાનું શરૂ કરો
Light diya without oil or ghee : દિવાળીઓની તૈયારી દરેક ઘરમાં જોરશોરથી ચાલી રહી છે. ભારતના દરેક બજારમાં ખરીદી કરવા માટે જનમેદની જોવા મળી રહી છે. નાગરિકો વિવિધ વસ્તુઓની ખરીદી કરવા માટે બજારમાં પડાપડી કરે છે. તો દીવાળીમાં ખાસ કરીને સૌથી વધુ મહત્વ દીપકનું હોય છે. જોકે આજના જમાના લોકો દીપકમાં તેલ નાખવું પડે છે, તેથી કંટાળીને લાઈટ્સવાળી દીપક અથવા ઈલેક્ટ્રિક મિણબત્તી ઘરમાં દિવાળીના દિવસોમાં લગાવે છે.
હવે પાણીની મદદથી પણ દીપક પ્રગટાવી શકાય છે
પરંતુ તમે દીપકને તેલ અને ધી વિના પણ સળગાવી શકો છો. જોકે આ વાત તમને કોઈ મજાક સ્વરૂપે લાગતી હશે. પરંતુ આ વાત એકદમ સત્ય છે. જો તમે પણ દિવાળી પર ઘણા દીવા પ્રગટાવવાનું ટાળો છો કારણ કે આખી રાત દીવા પ્રગટાવવા માટે ઘણું તેલ અથવા ઘીના કારણે, ત્યારે હવે પાણીની મદદથી પણ દીપક પ્રગટાવી શકાય છે. આ કેવી રીતે શક્ય બની શકે છે, તે આગળ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: બસ આટલું કરો અને તમારા ઘરના દરેક ખુણાની સાફ-સફાઈ કલાકોમાં થશે
બધા દીવાઓમાં એક નાની ચમચી રસોઈ તેલ નાખો
સૌ પ્રથમ દરેક દીપકને પાણીમાં પલાળીને રાખવા પડશે. આશરે એક કલાક પછી દરેક દીપકને પાણીમાંથી બહાર નીકાળી લો. તે પછી જ્યારે દીપક સૂકાઈ જાય, ત્યારે તમારે તેમાં તેલ અને ધીને છોડીને તેમાં પાણી ભરવું. તે પછી જ્યારે તેમાં પાણી વડે વાટને સળગાવવામાં આવશે, ત્યારે વાટ સળગતી જોવા મળશે. હવે તમે જ્યાં પણ દીપકને મૂકવા માગો છો. ત્યા તેને ઘરમાં મૂકી શકો છો. હવે બધા દીવાઓમાં એક નાની ચમચી રસોઈ તેલ નાખો.
થોડું દૂધ લગાવો અને વાટને ઘસોવાનું શરૂ કરો
તે પછી હવે તમારા હાથ પર થોડું દૂધ લગાવો અને વાટને ઘસોવાનું શરૂ કરો. આ વાટીને ઘીમાં બોળીને દીવામાં રાખો. હવે તમે તેમને મેચસ્ટિકથી બાળી શકો છો. આ યુક્તિની મદદથી તમે નહિવત પ્રમાણમાં તેલ કે ઘીનો ઉપયોગ કરીને દીવા પ્રગટાવી શકો છો. જો તમે આવી પરેશાનીઓથી બચવા માંગતા હોવ તો તમે વોટર સેન્સરવાળા લેમ્પ પણ ખરીદી શકો છો. આ તૈયાર લેમ્પમાં પાણી નાખવાથી તે સળગવા લાગશે. આ પદ્ધતિની મદદથી તમે તેલ અને ઘીનો ઉપયોગ કર્યા વિના સરળતાથી દીવા પ્રગટાવી શકો છો.
આ પણ વાંચો: Diwali 2024 માં બાળકોને આ રીતે સરળતાથી ફટાકડાથી દૂર રાખી શકાય છે