Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BHARUCH : FSL માં ફૂટ્યો મેડિકલ ઓફિસરની હત્યાનો ભાંડો, જાણો શું છે હકીકત!

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર પંથકના મોતાલી ગામ તરફ જવાના રોડ ઉપર ઝાડી ઝાંખળા વાળી જગ્યાએથી એક અજાણ્યા ઈસમનો ડીકમ્પોઝ મૃતદેહ અવસ્થામાં મળી આવતા મૃતકની ઓળખમાં તેના વાલી વારસો મળી આવતા ઝનોરના પીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસર હોવાનો ખુલાસો થતા મૃતદેહના પીએમમાં મરણ...
bharuch   fsl માં ફૂટ્યો મેડિકલ ઓફિસરની હત્યાનો ભાંડો  જાણો શું છે હકીકત
Advertisement

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર પંથકના મોતાલી ગામ તરફ જવાના રોડ ઉપર ઝાડી ઝાંખળા વાળી જગ્યાએથી એક અજાણ્યા ઈસમનો ડીકમ્પોઝ મૃતદેહ અવસ્થામાં મળી આવતા મૃતકની ઓળખમાં તેના વાલી વારસો મળી આવતા ઝનોરના પીએચસી સેન્ટરના મેડિકલ ઓફિસર હોવાનો ખુલાસો થતા મૃતદેહના પીએમમાં મરણ જનારનું મોત છાતીના ભાગે કોઈ બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી હોવાનો ભાંડો ફૂટતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

પત્નીએ તેમના પતિ ગુમ થયા હોવાની નોંધાવી હતી ફરિયાદ

અંકલેશ્વર સીટી પોલીસ મથકમાં મૃતકની વિધવા પત્ની રીટાબહેનએ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ આક્ષેપ કર્યો છે કે, તેમના પતિ બી.એચ.એમ.એસનો અભ્યાસ કરેલો છે અને તેઓ વર્ષ 2011 થી મેડિકલ ઓફિસર તરીકે નોકરી કરતા હતા. ઝનોર પીએચસી સેન્ટરમાં ડૉકટર રાજેશકુમાર સિંધા મેડિકલ ઓફિસર તરીકે કાર્યરત હતા અને તે સમય દરમ્યાન તેમની બદલી બાદ તેમને અંકલેશ્વરના ગડખોલ CHC નો ચાર્જ સંભાળ્યો હતો. તારીખ 15-05-2024 ના રોજ સવારે ઘરેથી નીકળ્યા બાદ તેમનો ફોન લાગતો ન હતો.જેના પગલે 16-05-2024 ના રોજ ગુમ થવાની ફરિયાદ ફરિયાદીએ પોલીસ મથકમાં આપી હતી.

Advertisement

પોસ્ટમોર્ટેમ રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

ડૉક્ટર રાજેશકુમાર સિંધા ગુમ હોય અને તે દરમ્યાન અંકલેશ્વરના મોતાલી ગામ નજીકથી ઝાડી ઝાંખળા માંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા  ગુમ થયાની ફરિયાદ કરનાર ફરિયાદીને બોલાવી મૃતદેહ બતાવતા તેનો પતિ હોવાની ઓળખ થઈ હતી. જેતે સમયે પણ ફરિયાદીએ તેના પતિની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ કર્યાં હતા. પોલીસે પોસ્ટમોટર્મ કરાવતા રિપોર્ટમાં ડૉક્ટર રાજેશ સિંધાના શરીરમાં છાતીના અને માથાનાં ભાગે બોથડ પદાર્થ મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે આખરે અજાણ્યા વ્યક્તિ સામે હત્યાનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે.

Advertisement

અહેવાલ : દિનેશ મકવાણા 

આ પણ વાંચો : Rajkot નો યુવાન દક્ષિણ આફ્રિકામાં છેલ્લા એક મહિનાથી છે બંધક, પરિવારમાં…

Tags :
Advertisement

.

×