Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch:રેડ એલર્ટ વચ્ચે નર્મદાની જળ સપાટીમાં ઘરખમ વધારો!

ભરૂચ જીલ્લાને રેડ એલર્ટ (red alert)જાહેર કરાયો ગોલ્ડન બ્રિજની જળ સપાટી 24 ફૂટે પહોંચું  કાંઠા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરાયા  વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત તૈનાત  કરાયા  Bharuch:ભરૂચ જીલ્લાને રેડ એલર્ટ(red alert)જાહેર કરાયો છે જેના પગલે બે દિવસથી ધોધમાર વરસાદ યથાવત રહેતા...
bharuch રેડ એલર્ટ વચ્ચે નર્મદાની જળ સપાટીમાં ઘરખમ વધારો
  1. ભરૂચ જીલ્લાને રેડ એલર્ટ (red alert)જાહેર કરાયો
  2. ગોલ્ડન બ્રિજની જળ સપાટી 24 ફૂટે પહોંચું 
  3. કાંઠા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરાયા 
  4. વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત તૈનાત  કરાયા 

Bharuch:ભરૂચ જીલ્લાને રેડ એલર્ટ(red alert)જાહેર કરાયો છે જેના પગલે બે દિવસથી ધોધમાર વરસાદ યથાવત રહેતા ભરૂચમાં જળબંબાકારની પરિસ્થિતિ વચ્ચે સરદાર સરોવર ડેમમાં પણ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક થતા નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ છોડતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની જળ સપાટી 24 ફૂટે પહોંચતા કાંઠા વિસ્તારના લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી વચ્ચે કાંઠા વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત પણ મુકવામાં આવ્યો છે.

Advertisement

ભરૂચમાં રેડ એલર્ટ પર

ભરૂચમાં (Bharuch)રેડ એલર્ટના પગલે છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.જેના પગલે ભરૂચ જીલ્લામાં જળબંબાકારની પરિસ્થિતિ ઉભી થતા ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામતા જાહેરમાર્ગ ઉપર ફરી વળેલા પાણીના કારણે વાહનચાલકો ને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સાથે જાહેરમાર્ગ ઉપર ભરાયેલા પાણીમાં ખાડા ન દેખાતા ઘણા વાહન ચાલકો અને રાહદારીઓ ખુલ્લી ગટરો અને ખાડામાં ખાબકી રહ્યા હોવાના વિડીયો પણ સતત સામે આવી રહ્યા છે.

Advertisement

આ પણ  વાંચો -Gujarat માં ભારે વરસાદને લઈને તંત્રની તડામાર તૈયારીઓ

વરસાદની આગાહી વચ્ચે કોન્ટ્રાકટરેની બેદારકરી

ભરૂચ(Bharuch)ના પૂર્વપટ્ટી વિસ્તારના ઝાડેશ્વર બસ સ્ટેન્ડ થી નર્મદા ચોકડી તરફ 15 થી વધુ સોસાયટીઓને જોડતો માર્ગ અત્યંત બિસ્માર હોવા છતાં અને વરસાદની આગાહી વચ્ચે કોન્ટ્રાકટરે જાહેરમાર્ગો ગટર કામ માટે ખોદી કામગીરી અધૂરી મૂકી દેતા અને ભૂંગરા લગાડવવા માટે ખોદેલા ખાડાઓ માં વરસાદી પાણી ભરાઈ રહેતા અને જાહેરમાર્ગો ઉપર જ ભુંગરાઓ મૂકી દેતા વાહન ચાલકોને તથા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સાથે આ માર્ગ ઉપર સ્ટ્રીટ લાઈટનો અભાવ હોય જેથી વાહન ચાલકો કે આ વિસ્તારના લોકો અંધારપટમાં નીકળે અને કોન્ટ્રાકટરે છોડેલી અધૂરી કામગીરીમાં ભરાયેલા વરસાદી પાણીમાં કોઈ ખાબકી જાય,ડૂબી જાય અથવા તો અકસ્માતનો ભોગ બને તેવો ભય ઉભો થતા સ્થાનિકો મેદાનમાં ઉતરી કોન્ટ્રાકર સામે ભારે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

Advertisement

આ પણ  વાંચો -Chhotaudaipur માં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ

વાહન ચાલકો સાથે ખુલ્લી ગટરોમાં ખાબકી

ભરૂચ જીલ્લામાં ધોધમાર વરસાદના કારણે ભરૂચના ગાંધી બજાર,ફુરજા ચાર રસ્તા,ધાંસ મંડાઈ,ફાટા તળાવ,ડભોઈયા વાડ,દાંડિયા બજાર,કસક સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો યથાવત રહેતા વાહન ચાલકો સહીત રાહદારીઓ ભારે હાલાકી ભોગવવાનો વાળો આવતા ભરૂચના ફાટા તળાવથી ફુરજા તરફ જવાના માર્ગ ઉપર વરસાદી પાણી સાથે ખુલ્લી ગટરો પણ વરસાદી પાણીમાં લાપતા બનતા પાણી માંથી પસાર થતા વાહન ચાલકો સાથે ખુલ્લી ગટરોમાં ખાબકી રહ્યા હોય તેવા ચોંકવનાર દ્રશ્યો સામે પાલિકાની લાલીયાવાડી અને લાપરવાહી ની પોલ ખુલ્લી પડી રહી છે.

આ પણ  વાંચો -Gujarat Rains:રાજ્યના 237 તાલુકામાં વરસ્યો વરસાદ! સૌથી વધુ આ જિલ્લામાં

દાંડિયા બજાર સહિતના વિવિધ વિસ્તારોના વેપારીઓની ચિંતા વધી

ભરૂચ જીલ્લામાં વરસાદ સાથે સરદાર સરોવર ડેમ માંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે.જેના પગલે ફરી એકવાર લોકોને પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડે તેવો ભય ઉભો થતા નર્મદા નદી ની જળ સપાટી 24 ફૂટે પહોંચતા ફરી એકવાર ફુરજા,નાળિયેરી બજાર,ગાંધી બજાર,ફાટા તળાવ,દાંડિયા બજાર સહિતના અનેક વિસ્તારોના વેપારીઓની ચિંતા વધી રહી હોય સાથે ગત વર્ષે પૂરના કારણે લાખો કરોડો રૂપિયાનું નુકશાન વેઠવાનો વાળો આવ્યો હતો.જેના કારણે ફરી એકવાર પૂરનું સંકટ વેપારીઓ માટે ચિંતાજનક બની ગયું છે.

અહેવાલ -દિનેશ મકવાણા- ભરૂચ

Tags :
Advertisement

.