Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હીથી લઈ દેહરાદૂન સુધી ધોધમાર વરસાદ, વાહનવ્યવહારને પડી માઠી અસર

વરસાદને કારણે દિલ્હી(Delhi)થી ગુરુગ્રામ એક્સપ્રેસ (Gurugram Express) હાઇવે  પર લાંબી કતારો જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે ગુરુગ્રામમાં સવારથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ છે.દિલ્હી-NCRમાં આજે એટલે કે ગુરુવારે ભારે વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદના કારણે માર્ગો પર લાંબો જામ થઈ ગયો હતો. કામકાજના દિવસના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરàª
દિલ્હીથી લઈ  દેહરાદૂન સુધી ધોધમાર વરસાદ  વાહનવ્યવહારને પડી માઠી અસર

વરસાદને કારણે દિલ્હી(Delhi)થી ગુરુગ્રામ એક્સપ્રેસ (Gurugram Express) હાઇવે  પર લાંબી કતારો જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે ગુરુગ્રામમાં સવારથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ છે.

Advertisement



દિલ્હી-NCRમાં આજે એટલે કે ગુરુવારે ભારે વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદના કારણે માર્ગો પર લાંબો જામ થઈ ગયો હતો. કામકાજના દિવસના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.




વરસાદના કારણે દિલ્હી-ગુરુગ્રામ એક્સપ્રેસ (Delhi-Gurugram Express)હાઇવે પર લાંબી કતારો જોવા મળી હતી  વધુ જણાવી દઈએ કે ગુરુગ્રામમાં સવારથી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ છે. 


વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો થતાં લોકોને કાળઝાળ ગરમી (sweltering heat)માંથી રાહત મળી છે. પરંતુ અનેક જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. જેના કારણે વાહનવ્યવહાર (Transportation)પણ પ્રભાવિત થયો હતો.




ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના ફિરોઝાબાદમાં ભારે વરસાદ (RAIN)ને કારણે પાણી ભરાયા હતા. અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. સામાન્ય લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.



ફિરોઝાબાદ(Firozabad)ના SSPઅશોક તિવારીએ જણાવ્યું કે અહીં ગત રાતથી વરસાદ પડી રહ્યો છે. જેના કારણે એક જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. ઘરમાં કુલ 8 લોકો હતા, 7ને બચાવી લેવામાં આવ્યા છે અને 6 વર્ષના બાળકનું મોત થયું છે.



ઉત્તરાખંડના દેહરાદૂન (Dehradun of Uttarakhand)શહેરમાં આજે ભારે વરસાદ પડ્યો હતો. વરસાદે લોકોને ઘરોમાં કેદ કરી લીધા હતા. લોકો માત્ર જરૂરી કામ માટે જ ઘરની બહાર નીકળે છે. તે જ સમયે, ભૂસ્ખલનને કારણે રુદ્રપ્રયાગ (Rudraprayag)ના તરસાલી ગામમાં હાઇવે-109 બંધ થઈ ગયો હતો. 
Tags :
Advertisement

.