BHARUCH : અંકલેશ્વરમાં દશામાંની શોભાયાત્રામાં DJ બંધ કરાવતા હોબાળો
BHARUCH : ભરૂચ જીલ્લા (BHARUCH DISTRICT) માં ભક્તોની દશા સુધાનાર દશામાંને ડીજેના સથવારે પધરામણી કરાઈ હતી જેમાં અંકલેશ્વર પંથકમાં પોલીસે વિઘ્ન ઉભું કરતા અને સાઉન્ડ સિસ્ટમ બંધ કરાવતા દશામાં ની શોભાયાત્રા પોલીસ મથકે પહોંચતા ભારે હોબાળા બાદ પોલીસે સાઉન્ડ સિસ્ટમ પરત કરતા મામલો થાળે પડયો હતો.પરંતુ પોલીસના આવા વિઘ્ન સામે ભક્તોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.
એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી ભારે હોબાળો
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર પંથકમાં ગતરોજ દશામાં ની યાત્રાળો ડીજેના સથવારે ભક્તોએ પધરામણી કરાવી હતી.પરંતુ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા દશામાં ની શોભાયાત્રા માં ત્રણ રસ્તા સર્કલ પાસે શોભાયાત્રામાં વિઘ્ન ઉભું કરતા અને સાઉન્ડ સિસ્ટમ બંધ કરાવી ડીજે સિસ્ટમને ડિટેન કરતા શોભાયાત્રા માં રહેલા ભક્તોમાં ભારે હોબાળો થવા સાથે શોભાયાત્રામાં જોડાયેલા ભક્તો માતાજીની પ્રતિમા લઈ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે પહોંચી ભારે હોબાળો મચાવતા આખરે પોલીસે સાઉન્ડ સિસ્ટમ પરત કરવી પડી હતી અને માતાજીની ભક્તિમાં વિઘ્ન ઉભું કરનાર પોલીસકર્મીઓ સામે ભક્તોમાં રોષ ભભૂકી ઉઠયો હતો.
ભક્તોમાં નારાજગી જોવા મળી
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે દશામાં ની શોભાયાત્રા માં વિઘ્ન ઉભું કરનાર પોલીસકર્મીઓ સામે પગલાં લેવાની પણ માંગ ઉઠી હતી.સાથે પોલીસ મથક ઉપર બે કલાક સુધી ભક્તોએ હોબાળો મચાવતા અને ધાર્મિક કાર્યક્રમ માં પોલીસના વિઘ્ન સામે ભક્તોમાં નારાજગી જોવા મળી હતી.મોડી રાત સુધી ભક્તોનો હોબાળો પોલીસ મથક ઉપર રહ્યો હતો.
જીલ્લામાં દિવાસાના દિવસે ભક્તોની દશા સુધારનાર દશામાંની સ્થાપના
અગિયારમા દિવસે વિસર્જન
અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો -- VADODARA : DJ ના તિવ્ર અવાજમાં બાલ્કનીનો ભાગ તુટી પડ્યો