Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bharuch : બંધ મકાનને નિશાન બનાવવાના પ્રયાસ કરનાર તસ્કરને લોકોએ પકડી પાડ્યો અને પછી...

Bharuch : ભરૂચના લિંકરોડ ઉપરની એક સોસાયટીમાં અજાણ્યો તસ્કર બંધ મકાનને નિશાન બનાવે તે પહેલા સોસાયટીનું એક પરિવાર શ્વાનના ભસવાના અવાજથી જાગી ગયું હતું. જે બાદ ચોરી કરવા આવેલા ચોરને રંગે હાથ ઝડપી પાડી મેથીપાક ચખાડી પોલીસના હવાલે કરાયો હતો....
bharuch   બંધ મકાનને નિશાન બનાવવાના પ્રયાસ કરનાર તસ્કરને લોકોએ પકડી પાડ્યો અને પછી

Bharuch : ભરૂચના લિંકરોડ ઉપરની એક સોસાયટીમાં અજાણ્યો તસ્કર બંધ મકાનને નિશાન બનાવે તે પહેલા સોસાયટીનું એક પરિવાર શ્વાનના ભસવાના અવાજથી જાગી ગયું હતું. જે બાદ ચોરી કરવા આવેલા ચોરને રંગે હાથ ઝડપી પાડી મેથીપાક ચખાડી પોલીસના હવાલે કરાયો હતો.

Advertisement

ભરૂચ (Bharuch) ના લીંક રોડ ઉપર આવેલ ગણેશ ટાઉનશીપ સોસાયટીમાં રાત્રીના 2 વાગ્યાના અરસામાં એક અજાણ્યો તસ્કર બંધ મકાનની નિશાનો બનાવવાની પેરવીમાં હતો. તે દરમિયાન શ્વાન ભસવા લાગતા સોસાયટીના એક પરિવારને શંકા જતા તેઓ બહાર નીકળ્યા હતા. જેમાં એક અજાણ્યો વ્યક્તિ સોસાયટીમાં મકાનોમાં ચોરીના ઇરાદે ફાફા મારી રહ્યો હોય તેવું સામે આવતા CCTV ચેક કરવામાં આવ્યા હતા. ત્યારે અજાણ્યો તસ્કર ચોરીને અંજામ આપે તે પહેલાં જ સોસાયટીના એક પરિવારમાંથી પિતા પુત્રએ તેનો પીછો કરી સોસાયટીમાંથી ઝડપી પાડ્યો હતો. સોસાયટીમાંથી ચોરી કરવા આવેલો અજાણ્યો ગઠીયો લોકોથી બચવા માટે ભાગી રહ્યો હોય પરંતુ આખરે તે ઝડપાઈ જતા તેને સોસાયટીના લોકોએ જબરો મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે તેની અટકાયત કરવા સાથે કેટલી જગ્યાએ ચોરીને અંજામ આપ્યો છે તેમજ તેના સાગરીતો છે કે કેમ તે અંગેની તપાસ શરૂ કરી છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સોસાયટીના CCTV ફૂટેજમાં અજાણ્યો તસ્કર સફેદ શર્ટ અને પેન્ટ પહેરેલ છે. પરંતુ તે જ્યારે ઝડપાયો ત્યારે તેના કપડા અલગ હતા. તપાસ દરમિયાન તેણે કપડા બદલી નાખ્યા હોય અને લોકોથી બચવા માટે કપડા ઉપર અન્ય કપડા પહેરતો હોય જેનાથી વહેલું ઝડપાઈ ન જવાય પરંતુ અજાણ્યા તસ્કરનો ભાંડો સોસાયટીના રહીશોએ ફોડી નાખ્યો છે.

Advertisement

અહેવાલ - દિનેશ મકવાણા

આ પણ વાંચો - ગોંડલમા દુકાન અને 6 મકાનમા તસ્કરો ત્રાટક્યા, CCTV ફૂટેજ આવ્યા સામે

Advertisement

આ પણ વાંચો - Surat : પલસાણા તાલુકાના બારાસડી ગામ પાસે અકસ્માતમાં 2 યુવકોના મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.