Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Banaskantha : વેસ્ટ ફૂડ-બેસ્ટ યુઝ, એંઠવાડમાંથી ઊર્જા મેળવવાનો નવતર પ્રયોગ

Banaskantha : શું આપણે કોઈ કલ્પના કરી શકીએ કે, એંઠવાડમાંથી ઉર્જા અને ગેસ મળે? મોટાભાગે જવાબ હશે ના. પરંતુ આ શક્ય કરી બતાવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં આવેલ સરદાર કૃષિ નગર દાંતીવાડા કૃષિ એ. કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી કોલેજ ઓફ રિન્યુએબલ...
banaskantha   વેસ્ટ ફૂડ બેસ્ટ યુઝ  એંઠવાડમાંથી ઊર્જા મેળવવાનો નવતર પ્રયોગ

Banaskantha : શું આપણે કોઈ કલ્પના કરી શકીએ કે, એંઠવાડમાંથી ઉર્જા અને ગેસ મળે? મોટાભાગે જવાબ હશે ના. પરંતુ આ શક્ય કરી બતાવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં આવેલ સરદાર કૃષિ નગર દાંતીવાડા કૃષિ એ. કૃષિ યુનિવર્સિટી ખાતે આવેલી કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી અને એન્વાર્યમેન્ટ એન્જીનિયરિંગ દ્વારા વેસ્ટ ફૂડનો બેસ્ટ ઉપયોગ થઈ શકે એવું નવતર સંશોધન કરી સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે. જે એલ.પી.જી રાંધણ ગેસનો શ્રેષ્ઠ વિકલ્પ અને ઓર્ગેનિક ખાતર મેળવવા માટેનો બેસ્ટ પ્લાન્ટ સાબિત થયો છે. તો સાથે જ સ્વચ્છ ભારત અભિયાન અને પર્યાવરણ જતન દ્વારા યુનિવર્સિટીના ગ્રીન કેમ્પસના ઉદેશને સાચા અર્થમાં સાકાર કરી રહ્યો છે.

Advertisement

આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રહેલી અપાર સંભાવનાઓને પારખીને સ્કીલ્ડ મેન પાવર મળી રહે એ ઉદ્દેશ સાથે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષ ૨૦૦૯-૧૦ માં ભારતની સૌ પ્રથમ કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાર્યમેન્ટ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરી હતી.કૃષિ યુનિવર્સિટી કોલેજની હોસ્ટેલ ખાતે સ્થાપિત ફૂડ વેસ્ટ, બેસ્ટ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ વિશે માહિતી આપતાં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. આર.એમ.ચૌહાણે જણાવ્યું હતું કે,સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત યુનિવર્સિટી કેમ્પસને ગ્રીન કેમ્પસ બનાવવાના ઉદ્દેશ સાથે આ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીમાં આવેલ ગેસ્ટ હાઉસ, વસાહત અને અન્ય ૧૫ જેટલી હોસ્ટેલ્સના રસોડામાંથી નીકળતા ફૂડ વેસ્ટમાંથી બાયોગેસ મેળવવામાં આવે છે. લગભગ ૧૧ લાખના ખર્ચે આ પ્લાન્ટનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. ૭૫ કિલોની ક્ષમતા ધરાવતા આ પ્લાન્ટ દ્વારા ૭.૫ કિલો બાયોગેસ મળે છે. જેના દ્વારા હોસ્ટેલ્સમાં વિદ્યાર્થીઓનું ભોજન તૈયાર થાય છે અને મહિને ૧૫ જેટલી બોટલ ગેસની બચત થાય છે. જેના લીધે વિદ્યાર્થીઓનું ભોજન બિલ પણ ઘટ્યું છે.

આ પ્લાન્ટથી સ્વચ્છ ઉર્જા, બાયોગેસ અને ૨૦૦ થી ૨૫૦ લીટર સ્લરી મળે છે. સ્લરીનો ઉપયોગ સજીવ ખેતીમાં કરવામાં આવે છે. ઉર્જા, ગેસ અને સ્લરીના ત્રિવેણી સંગમ થકી નિસર્ગને નુકશાન કર્યા વગર પર્યાવરણનું જતન કરવાની સાથે સ્વચ્છતા અભિયાનને આગળ વધારી શકાય છે બીજા તબક્કામાં ગર્લ્સ હોસ્ટેલ્સમાં ૧૫૦ કિલોની ક્ષમતાનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ પ્લાન્ટની ઓપરેટિંગ સિસ્ટમ અંગે જણાવતાં ડીન વિજયભાઈ મોદીએ જણાવ્યું હતું કે, ફૂડ વેસ્ટને પાણી અને સ્લરીના મિશ્રણ સાથે એક ટાંકીમાં નાખવામાં આવે છે. જ્યાં સ્લેડર દ્વારા નાના કણોમાં વિભાજીત થઈ ટેન્કમાં એકત્રિત થાય છે જે પાચક ટાંકીમાં જાય છે અને પાચક ટાંકીમાં હવાની ગેરહાજરીમાં તેનું દહન- પાચન થાય છે જે બાયોગેસ સ્વરૂપે મળે છે, જે હોસ્ટેલની મેસ ( ભોજનાલય) માં બળતણ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ પ્લાન્ટની વિશેષતા એ છે કે, કુદરતને નુકસાન કર્યા વગર કુદરતની સાથે રહીને સ્વચ્છ ઉર્જા મેળવાય છે. ભવિષ્યમાં આ પ્લાન્ટ લગ્ન કે શુભ પ્રસંગોએ થતા જમણવાર અને સામાજિક ધાર્મિક સંસ્થાઓમાં ચાલતા મોટા રસોડા, હોસ્ટેલ્સ, છાત્રાલયોમાં ચાલતા રસોડામાં બળતણનો શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે. અને અન્નના બગાડમાંથી આપણી ગેસની જરૂરિયાત પૂર્ણ કરી શકાશે.

Advertisement

દેશના પુનઃપ્રાપ્ય ઊર્જાના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 15% છે. પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે ગુજરાતને હબ બનાવવા અને વિશ્વના નકશા પર પ્રસ્થાપિત કરવાના હેતુ સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે. દેશના અમૃતકાળ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનાં નિર્માણ માટે ઊર્જા આત્મનિર્ભરતા ખૂબ મહત્વની છે. “રિન્યૂએબલ એનર્જી – પાથ વે ટુ અ સસ્ટેનેબેલ ફ્યુચર” ના વિઝન સાથે રિન્યૂએબલ ઊર્જાના વધુને વધુ ઉત્પાદન દ્વારા ઊર્જા આત્મનિર્ભરતા પ્રાપ્ત કરીને ભવિષ્યની પેઢીઓને સ્વચ્છ સુંદર પર્યાવરણ વાળી પૃથ્વી આપવાનું કમિટમેન્ટ પૂરું કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલની સરકાર પ્રતિબદ્ધ છે. ત્યારે વેસ્ટ ફૂડ માંથી બાયોગેસ અને સ્લરી મેળવવાનો આ સ્માર્ટ પ્લાન્ટ આગામી સમયમાં રિન્યૂએબલ ઊર્જાની આગવી ઓળખ બની રહેશે.

અહેવાલ - સચિન શેખલિયા

Advertisement

આ પણ વાંચો - ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર, ઉપલેટા ST Depo મેનેજરને કરાયા સસ્પેન્ડ

આ પણ વાંચો - Surendranagar : કારનું ટાયર ફાટી જતાં અકસ્માત સર્જાયો, પરિવારના 4 લોકોના મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.