Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Banaskantha : એસિડ પીનારી યુવતીનું GCS હોસ્પિટલમાં સફળ ઓપરેશન

Banaskantha : બનાસકાંઠામાં જૂન 2022માં બનેલી એક ઘટનામાં 18 વર્ષીય એક યુવતીએ એસિડ પી (18-year-old girl drank acid) લીધું હતું. જેના કારણે તેની હાલત ગંભીર થઈ હતી. ડોક્ટરોએ માંડ જીવ તો બચાવ્યો પણ સ્થિતિ એવી હતી કે તે મોંએથી ખાઈ-પી...
banaskantha   એસિડ પીનારી યુવતીનું gcs હોસ્પિટલમાં સફળ ઓપરેશન

Banaskantha : બનાસકાંઠામાં જૂન 2022માં બનેલી એક ઘટનામાં 18 વર્ષીય એક યુવતીએ એસિડ પી (18-year-old girl drank acid) લીધું હતું. જેના કારણે તેની હાલત ગંભીર થઈ હતી. ડોક્ટરોએ માંડ જીવ તો બચાવ્યો પણ સ્થિતિ એવી હતી કે તે મોંએથી ખાઈ-પી શકે એવી સ્થિતિમાં રહી નહોતી. ઓગસ્ટ 2022 (August 2022) માં યુવતીના પેટમાં ટ્યુબ નાખીને આહાર આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. તેના પછી અનેકવાર એન્ડોસ્કોપી (endoscopy) થઈ પરંતુ બધી જ પ્રાઈવેટ હોસ્પિટલો (private hospitals) એ કહી દીધું કે આ યુવતી હવે આજીવન મોંઢેથી કંઈ ખાઈ-પી શકશે નહીં. પરંતુ આખરે જીસીએસ હોસ્પિટલ (GCC Hospital) માં ઓપરેશન બાદ આ યુવતી ફરીથી મોંઢેથી ખાઈ-પી શકે એવી સ્થિતિમાં આવી છે. આ યુવતીની સર્જરી જીસીએસ (GCC) માં આયુષ્માન યોજના (Ayushman Yojana) અંતર્ગત નિઃશુલ્ક કરવામાં આવી છે.

Advertisement

પ્રાઈવેટ હોસ્પિટલોએ હાથ ઊંચા કર્યા, આખરે GCS હોસ્પિટલમાં થઈ સફળ સર્જરી

હકીકતમાં, GCS હોસ્પિટલનો એક મેડિકલ કેમ્પ થયો હતો ત્યાં આ યુવતીની તપાસ કરવામાં આવી હતી. GCS હોસ્પિટલના ર્ડો અશોક દેસાઈએ તેની તપાસ કરી હતી. GCS હોસ્પિટલમાં આ યુવતીની એન્ડોસ્કોપી નિઃશુલ્ક કરવામાં આવી હતી. ત્યારપછી ડો. અશોક દેસાઈેએ ઓપરેશન કરાવવાની સલાહ આપી હતી. દર્દી અને તેના પરિવારજનો ઓપરેશન માટે તૈયાર થતા ડોક્ટરે જઠરમાંથી નવી અન્નનળીની ટ્યુબ બનાવી રિપ્લેસ કરી હતી.

GCS હોસ્પિટલમાં આયુષ્માન યોજના હેઠળ તમામ સર્જરી નિઃશુલ્ક થઈ

GCS હોસ્પિટલમાં ડો. અશોક દેસાઈએ આ યુવતીનું ઓપરેશન કર્યુ એ અગાઉ આ યુવતી મોંએથી કંઈપણ ખાઈ-પી શકે એવી હાલતમાં નહોતી. જીસીએસમાં ઓપરેશન પછી આ પેશન્ટને સર્જરી પછી પ્રથમ દિવસથી જ એક-એક ચમચી પાણી પીવડાવવાનું શરૂ કરાયું હતું. સર્જરી પછી છઠ્ઠા દિવસે પેશન્ટને મોંએથી પ્રવાહી આહાર આપવાનું શરૂ કરવામાં આવ્યું. જ્યારે 11મા દિવસથી યુવતીને મોંએથી ખાવા માટે ખીચડી, રોટલી આપવાનું પણ શરૂ કરાયું. હવે આ યુવતી તકલીફ વિના મોંએથી આહાર લઈ રહી છે અને તેની તબિયત હવે ઘણી સુધારા પર છે. આ યુવતીની તમામ સર્જરી જીસીએસ હોસ્પિટલમાં આયુષ્માન યોજના હેઠળ નિઃશુલ્ક કરવામાં આવી હતી.

Advertisement

અહેવાલ - સંજય જોશી

આ પણ વાંચો - છોટાઉદેપુર જનરલ હોસ્પિટલના કર્મચારીઓને બબ્બે માસ સુધી પગાર ન મળતા હડતાલ ઉપર ઉતર્યા

Advertisement

આ પણ વાંચો - VADODARA : SSG હોસ્પિટલના તાત્કાલિક સારવાર વિભાગમાં લિફ્ટ બહાર દર્દીઓના સ્ટ્રેચરની લાઇનો લાગી

આ પણ વાંચો - રાજ્યની હોસ્પિટલો, નર્સિંગ હોમ્સ, લેબોરેટરી તથા રેડિયોલોજીના પ્રશ્નોના ઉકેલ માટે GAHNA ની રચના કરાઇ

Tags :
Advertisement

.