Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સિવિલ હોસ્પિટલના ડોક્ટરોનું સફળ ઓપરેશન,યુવતીને આપ્યું જીવનદાન

મહિલાના ગળામાં 12 સે.મી. લોખંડનો સળિયોઅમદાવાદ સિવિલ હોસ્પિટલના ઇ.એન.ટી.વિભાગના તબીબોએ અત્યંત જટીલ સર્જરી નિપૂણતાથી પાર પાડીને રાજસ્થાનની મહિલાને નવજીવન આપ્યું છે. રાજસ્થાનના સિરોહી જીલ્લામાં રહેતા 18 વર્ષીય મણીબેન ભીલ પરિવારના આંતરિક ઝગડામાં સમાધાન માટે વચ્ચે આવતા તેઓને ગળાના ભાગમાં લોખંડનો સળિયો ઘુસી ગયો હતો. અતિ ગંભીર ઇજાના કારણે તેમને પ્રાથમિક સારવાર માટે રાજસ્થાનની જ એક à
સિવિલ હોસ્પિટલના ડોક્ટરોનું સફળ ઓપરેશન યુવતીને આપ્યું જીવનદાન
મહિલાના ગળામાં 12 સે.મી. લોખંડનો સળિયો
અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઇ.એન.ટી.વિભાગના તબીબોએ અત્યંત જટીલ સર્જરી નિપૂણતાથી પાર પાડીને રાજસ્થાનની મહિલાને નવજીવન આપ્યું છે. રાજસ્થાનના સિરોહી જીલ્લામાં રહેતા 18 વર્ષીય મણીબેન ભીલ પરિવારના આંતરિક ઝગડામાં સમાધાન માટે વચ્ચે આવતા તેઓને ગળાના ભાગમાં લોખંડનો સળિયો ઘુસી ગયો હતો. અતિ ગંભીર ઇજાના કારણે તેમને પ્રાથમિક સારવાર માટે રાજસ્થાનની જ એક સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. પરંતુ ત્યાંના તબીબોને મહિલાની હાલત વધુ ગંભીર જણાઇ આવતા મણીબેનને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સર્જરી માટે લઈ જવાનું કહ્યું. મણીબેનના પરિવારજનો વિના વિલંબે તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. મણીબેન અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઇ.એન.ટી. વિભાગમાં પહોંચતા તબીબોએ ઇજાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલીક તેમનો એકસ-રે કરાવ્યો. જેમાં લોખંડનું સળિયો અંદાજે 12 સે.મી.નુ હોવાનું જાણવા મળ્યું.
તબીબોએ સફળકતાપૂર્વક પાર પાડી સર્જરી
તબીબોએ ગળાના ભાગમાં તીરનું સ્થાન જોતા શ્વાસનળી અને મગજના ભાગમાં લોહી પહોંચાડતી મુખ્ય ધમની વચ્ચે સળિયો ફસાયેલો હોવાનું જણાઇ આવ્યું. ઇ.એન.ટી. વિભાગના તબીબોએ જણાવ્યું કે તીરનું સ્થાન જોતા સર્જરી દરમિયાન 1 મી.મી.ની પણ ચૂક થઇ જાય તો શરીર લકવાગ્રસ્ત થઇ જવાની અથવા જીવ ગુમાવવાની સંભાવના હતી. પરંતુ મણીબેન યમના દર્શન કરે તે પહેલા તબીબોએ સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડી તેમનો જીવ બચવી લીધો. 
સિવિલ ઈએનટીના તજજ્ઞ ડૉક્ચર બેલા પ્રજાપતિ, ડૉ. દેવાંગ ગુપ્તા અને ડૉ. એષા દેસાઇની ટીમે સર્જરી હાથ ધરી. સર્જરી દરમિયાન સતત ન્યુરો મોનિટરીંગ કરીને તકેદારીપૂર્વક આપરેશન કર્યું. અને 2 થી અઢી કલાકની જહેમત બાદ સફળતાપૂર્વક સર્જરી પૂર્ણ કરી.
ઇ.એન.ટી. વિભાગના તબીબ ડૉ. એષા દેસાઇએ જણાવ્યું કે, આ પ્રકારની ફોરેન બોડી એટલે કે બાહ્ય પદાર્થનું સ્થાન જ્યારે શરીરમાં જોવા મળે છે ત્યારે વહેલી તકે તેનું નિદાન અને સારવાર અથવા સર્જરી કરવી જરૂરી બને છે. આવા સમયે વિલંબ થતા મૃત્યુ થવાની સંભાવના વધી જાય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને દર્દી જ્યારે સિવિલ હોસ્પિટલ પહોંચ્યું ત્યારે ઝડપી નિદાન કરીને તેની સર્જરી હાથ ધરી. આજે મણીબેનને નવું જીવન મળ્યું છે અને તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે તો આ તબીબોની ટીમની મહેનતના કારણે.
Advertisement
Tags :
Advertisement

.