Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

BANASKANTHA : 108 એમ્બ્યુલન્સની ટીમે એક વર્ષમાં 36998 માનવ જીંદગીઓ બચાવી

BANASKANTHA 108 SERVICE : જીલ્લામાં 108 ની ટીમે એક વર્ષમાં યમરાજાને હંફાવી 36998 માનવ જીંદગીઓ બચાવી હતી.જેમાં 274 પ્રસૂતિ કરાવી માતા- બાળકોના જીવ બચાવ્યા હતા. જીલ્લામાં કુલ 29 જેટલી 108 ની ગાડી કાર્યરત છે. જિલ્લાના 108 ના પ્રોગ્રામ મેનેજર સંદીપ...
08:27 PM Jan 06, 2024 IST | Harsh Bhatt
BANASKANTHA 108 SERVICE : જીલ્લામાં 108 ની ટીમે એક વર્ષમાં યમરાજાને હંફાવી 36998 માનવ જીંદગીઓ બચાવી હતી.જેમાં 274 પ્રસૂતિ કરાવી માતા- બાળકોના જીવ બચાવ્યા હતા. જીલ્લામાં કુલ 29 જેટલી 108 ની ગાડી કાર્યરત છે. જિલ્લાના 108 ના પ્રોગ્રામ મેનેજર સંદીપ ગઢવીએ જણાવ્યું હતું કે, વિસ્તારના જુદાજુદા લોકેશન ઉપર અધત્તન સુવિધા ધરાવતી 29 એમ્બ્યુલન્સ કાર્યરત છે. રાત દિવસ ફરજ બજાવતાં કર્મચારીઓએ એક વર્ષમાં 36998 માનવ જીંદગીઓ બચાવી છે.

 જિલ્લામાં કુલ 29 જેટલી 108 એમ્બ્યુલન્સ કાર્યરત

BANASKANTHA 108 SERVICE

જેમાં સગર્ભાવસ્થાના 17605 કેસ, રોડ અકસ્માત 5421, અકસ્માત 3236, છાતી માં દુખાવો 994 કેસ,  શ્વાસની તકલીફ 1764, તાવ 1024, પેટમાં દુખાવો  2885 કેસ,  ઝેરી દવા પીવાના 754 તેમજ અન્ય 3315 કેસનો સમાવેશ થાય છે. દાંતા તાલુકાના ટુંડીયા 108ની ટીમે સર્પદંશના કેસમાં દર્દીને એમ્બ્યુલન્સમાં જ ઝડપી સારવાર સાથે  9 એ.એસ.વી. ઇંન્જેકશન આપી જીવન બચાવી લીધુ હતુ. Saviour(તારણહાર) કેસમાં સમગ્ર ગુજરાત માંથી બનાસકાંઠા જિલ્લાના ટુંડિયા 108 ની પસંદગી કરવામાં આવી હતી
ઉત્તરાયણ ઉપર સાવચેતી રાખવા અપીલ બનાસકાંઠા જિલ્લાના સુપરવાઈઝર નિખિલ પટેલે જણાવ્યું હતું કે, ઉતરાયણના પર્વની ઉજવણી સાથે આપણી સલામતી રાખીશું. જેમાં ખુલ્લા ધાબા પર પતંગ સાચવીને ચગાવવી, વીજ થાંભલા  કે જીવંત વાયર પર પડેલી પતંગને ન અડવું કે લેવી, ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ કે સેફ્ટી ગાર્ડ નો ઉપયોગ કરવો, ચાયનીઝ દોરી નો ઉપયોગ ન કરવો, ઇજાગ્રસ્ત વ્યકિતને સારવાર માટે 108 અને દોરી થી ઘવાયેલ પક્ષી માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 ઉપર કોલ કરવો.
અહેવાલ -- શક્તિસિંહ રાજપુત
આ પણ વાંચો -- Human Trafficking Racket : એજન્ટો મુસાફરોને અલગ અલગ સ્ટોરીઓ કહેવાનું સમજાવતા
આ પણ વાંચો -- Sardar Patel memorial : અમદાવાદના સરદાર પટેલ સ્મારક સહિત દેશભરના સરદાર પટેલ સ્મારક અને તમામ વિજ્ઞાન કેન્દ્રોને ઉડાવી દેવાની ધમકી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ. જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર

Tags :
108 EMERGENCY2023AMAZING WORKAmbulanceBanaskanthaDistricthealthlives
Next Article