દાંતા તાલુકામાં લોકસભા 2024 ચુંટણી અગાઊ EVM નિદર્શન કાર્યક્રમ યોજાયો
અહેવાલ - શક્તિસિંહ રાજપુત EVM નિદર્શન : દાંતાના ગામો ખાતે ચુંટણી અગાઊ EVM નિદર્શન કાર્યક્રમ યોજાયો. દાંતાના ચીખલા, ઝરીવાવ ગામે આ નિદર્શન કાર્યક્રમ યોજાયો. આવનારા થોડા મહિનાઓ બાદ લોકસભા 2024 ચૂંટણી યોજાનાર છે,ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા દરેક બુથ સુધી...
06:15 PM Jan 03, 2024 IST
|
Harsh Bhatt
અહેવાલ - શક્તિસિંહ રાજપુત
EVM નિદર્શન : દાંતાના ગામો ખાતે ચુંટણી અગાઊ EVM નિદર્શન કાર્યક્રમ યોજાયો. દાંતાના ચીખલા, ઝરીવાવ ગામે આ નિદર્શન કાર્યક્રમ યોજાયો. આવનારા થોડા મહિનાઓ બાદ લોકસભા 2024 ચૂંટણી યોજાનાર છે,ત્યારે ચૂંટણી વિભાગ દ્વારા દરેક બુથ સુધી વ્યવસ્થિત માહિતી પહોંચે તે માટે EVM નિદર્શન કાર્યક્રમ શરૂ કરાયો છે. જેમાં એક વાહનમાં EVM, વીવીપેટ સાથે ઝોનલ અધિકારી, માસ્ટર ટ્રેનર અને પોલીસ સ્ટાફ સાથે દરેક ગામનાં બુથ ઉપર જઈને મતદારયાદી સાથે ત્યા રહેતા મતદાતાઓ ને માહીતી આપવામા આવે છે. બુધવારે દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ઝરીવાવ, ચીખલા,પાંસા સહીતના ગામોમાં નિદર્શનવાન દ્વારા ગ્રામજનોને ચુંટણી લક્ષી માહીતી આપવામા આવી હતી.

EVM
બુધવારે બપોરે EVM નિદર્શન કાર્યક્રમ યોજાયો
EVM નિદર્શન કાર્યક્રમ દાંતા તાલુકાના અંતરિયાળ ગામોમાં બુધવારે બપોરે યોજાઈ ગયો. આ કાર્યક્રમમા મતદાર યાદી સાથે ઝોનલ અધિકારી,માસ્ટર ટ્રેનર દરેક ગામમાં પહોંચીને લોકસભા સામાન્ય ચુંટણી અગાઊ કઈ રીતે વોટ આપવો અને કઈ રીતે વોટ દબાવેલા બટન સાથે વીવીપેટ મશીનમા સ્ટોર થાય છે તે સહિતની તમામ માહીતી અપાય છે. બુધવારે ચીખલા ગામમા આદીવાસી સમાજનાં મતદાતાઓને વોટ સાથેની માહિતી માસ્ટર ટ્રેનર દ્વારા આપવામાં આવી હતી.
EVM નિદર્શનના માધ્યમથી અપાઈ માહિતી
આ કાર્યક્રમ 1 જાન્યુઆરી થી 29 ફેબ્રુઆરી સુધી આખા દાંતા તાલુકામાં દરેક બુથ પર યોજાશે. દાંતા તાલુકામાં દરેક ગામોના તમામ બુથ સુધી પહોંચવા માટે કુલ 44 ઝોનલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. ઝોનલ અધિકારી એસ.પી.અસારી,માસ્ટર ટ્રેનર પી.કે.પઢીયાર સહિતનો સ્ટાફ મતદાતાઓને માહીતી આપે છે.
એસ.પી.અસારી, ઝોનલ અધિકારીએ જણાવ્યું હતું કે, દાંતા તાલુકામાં દરેક બુથ ઉપર દરેક ગામ સુધી પહોંચી અને ત્યા હાજર મતદાતાઓ સાથે ચર્ચા કરીને તેમને આવનારી ચૂંટણીમાં વોટ કઈ રીતે આપવો અને મતદાતા દ્વારા આપવામા આવેલો વોટ જે તે ઉમેદવાર ને મળે છે તે તમામ માહીતી અપાય છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ