કચ્છની 6 વિધાનસભા બેઠકો માટે આજે EVM ફાળવણીની કરાઇ
કચ્છ (Kutch)ની 6 વિધાનસભા (Assembly meetings)બેઠકો માટે આજે ભુજ(Bhuj)ખાતે આવેલ EVM વેર હાઉસ ખાતે વિધાનસભા બેઠકો મુજબ ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે આગામી સમયમાં યોજાનારી ચૂંટણી માટે 2499 કન્ટ્રોલ યુનિટ, 2499 બેલેટ યુનિટ મળી 4998 ઈવીએમનો તો 2761 VVPATનો ઉપયોગ કરવામાં આવશે. 331 ઈવીએમ રિઝર્વ એટલે કે અનામત રાખવામાં આવશે. ત્ત્યારે સમાચાર મળી રહ્યા છે કે જિલ્લામાં ચૂંટણી ઉપરાંત તાલિમ અને જાગૃતિ કાર્યક્રમ àª
Advertisement
કચ્છ (Kutch)ની 6 વિધાનસભા (Assembly meetings)બેઠકો માટે આજે ભુજ(Bhuj)ખાતે આવેલ EVM વેર હાઉસ ખાતે વિધાનસભા બેઠકો મુજબ ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે આગામી સમયમાં યોજાનારી ચૂંટણી માટે 2499 કન્ટ્રોલ યુનિટ, 2499 બેલેટ યુનિટ મળી 4998 ઈવીએમનો તો 2761 VVPATનો ઉપયોગ કરવામાં આવશે. 331 ઈવીએમ રિઝર્વ એટલે કે અનામત રાખવામાં આવશે. ત્ત્યારે સમાચાર મળી રહ્યા છે કે જિલ્લામાં ચૂંટણી ઉપરાંત તાલિમ અને જાગૃતિ કાર્યક્રમ હેતુ 2830 બેલેટ, 2499 કન્ટ્રોલ યુનિટ અને 2761 વીવીપેટ ફાળવવામાં આવ્યા હતા. જે પૈકી રેન્ડમાઈઝેશન બાદ 134 ટકા વધુ ઈવીએમ, VVPATની આજે વિધાનસભા બેઠક દીઠ ફાળવણી કરવામાં આવી હતી.
ઈવીએમની 134 ટકા તો વીવીપેટની 149 ટકા વધુ ફાળવણી કરવામાં આવી છે. નોંધનિય છે કે ફર્સ્ટ લેવલ ચેકીંગ બાદ 5319 ઈવીએમ અને 2761 વીવીપેટને ઉપયોગ માટે ઓકે કરી દેવાયા હતા. જેની રેન્ડમાઈઝેશન એટલે કે તારવણીની પ્રક્રિયા રવિવારે હાથ ધરવામાં આવી હતી.
આજે ઈવીએમ વીવીપેટની વિધાનસભા મતક્ષેત્રને ફાળવણી કરી દેવાયા બાદ બીજા રેન્ડમાઈઝેશનમાં આ EVMની મતક્ષેત્રના વિવિધ બુથોમાં ફાળવણી કરવાની પ્રક્રિયા કરવામાં આવશે. BU,CUની ફાળવણી સમયે કચ્છ જિલ્લા ચુંટણી અધિકારી અને કચ્છ કલેકટર દિલીપ રાણા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ભાવેશ પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં
ગુજરાત ની નંબર ૧ ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ - જે ગુજરાતીઓ ને દરેક સમાચાર માં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.