Amreli: જેસર રોડ બાયપાસ નજીક ભયંકર અક્સ્માત સર્જાયો, 15થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ
- ખાનગી બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ
- અકસ્માતમાં 15 થી 18 મુસાફરો ઇજાગ્રસ્ત થયા
- ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
Amreli: સાવરકુંડલાના જેસર રોડ બાયપાસ નજીક એક ભયંકર અક્સ્માત સર્જાયો છે, જેમાં એક ખાનગી બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હોવાનું સામે આવ્યું છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ટ્રક ખાનગી બસ સાથે અથડાઈને ખેતરમાં ઘૂસી ગયું હતું. આ ઘટનાના કારણે રોડ પર લોકોની મોટી ભીડ પણ જોવા મળી હતી. વિગતો એવી પણ મળી રહીં છે કે, 15 થી 18 લોકો આ અકસ્માતમાં ઘાયલ થયાં છે.
આ પણ વાંચો: અમદાવાદના બોપલમાં બેફામ કારચાલકે યુવકને લીધો અડફેટે, ઘટના CCTV માં કેદ
અકસ્માતમાં 15 થી 18 મુસાફરો ઇજાગ્રસ્ત થયા
ખાનગી બસના ડ્રાઈવર અને કલીનરને ગંભીર ઇજાઓ થઈ છે અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના સોમનાથથી બગદાણા જતી ભરૂચના યાત્રાળુઓ માટે ઘાતક બની ગઈ, જેમાં 15 થી 18 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેઓને સારવાર આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Jamnagar શહેરમાં હિટ એન્ડ રનનો બનાવ, કારચાલક વિદ્યાર્થીને ટક્કર મારી ફરાર
અકસ્માત થતા લોકોએ તંત્રને જવાબદાર ગમાવ્યું
ઘટના સ્થળે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્ર થઈ ગયા હતાં. આ મામલે સ્થાનિકો દ્વારા જણાવાયું છે કે આ અકસ્માત તંત્રની અણઆવડત અને યોગ્ય પગલાં ન લેવામાં આવતા સર્જાયો હતો.નોંધનીય છે કે અકસ્માતને લઈને સ્થાનિક લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, અને આ બનાવે એ વાતને વધુ સ્પષ્ટ કરી દીધું છે કે માર્ગ પર ખતરનાક હાલતમાં વાહનો દોડી રહ્યાં છે. અત્યારે રોડ અકસ્માતો ખુબ જ વધી રહ્યાં છે,જે ખરેખર ચિંતાનો વિષય છે.