Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લોકસભા ચૂંટણીની તૈયારીમાં ભાજપ, પ્રદેશ અધ્યક્ષ CR Patil ની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક

લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે આ તમામ બેઠકો કેવી રીતે જીતી શકાય તે માટે ભાજપ પોતાની તૈયારીઓ કરી રહી છે. ત્યારે આજે આ અંતર્ગત ગાંધીનગરમાં અમદાવાદ ભાજપની બૃહદ કારોબારીની બેઠક યોજાઇ...
લોકસભા ચૂંટણીની તૈયારીમાં ભાજપ  પ્રદેશ અધ્યક્ષ cr patil ની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક

લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે આ તમામ બેઠકો કેવી રીતે જીતી શકાય તે માટે ભાજપ પોતાની તૈયારીઓ કરી રહી છે. ત્યારે આજે આ અંતર્ગત ગાંધીનગરમાં અમદાવાદ ભાજપની બૃહદ કારોબારીની બેઠક યોજાઇ હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR Patil ની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં લોકસભાની ચૂંટણીને લગતા તમામ મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી.

Advertisement

CR Patil એ નેતાઓને જીત માટે આપ્યો લીડમંત્ર

એક તરફ જ્યા INDI ગઠબંધન તૂટી રહ્યું છે તો બીજી તરફ ભાજપ પોતાના નેતાઓને એક કરી લોકસભા ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચાઓ કરી રહી છે. આજે ગાંધીનગર ખાતે ભાજપની બેઠકમાં લોકસભાની ચૂંટણીને લઇને કેવી રીતે રણનીતિ બનાવવી તેના પર ચર્ચાઓ થઇ હતી. ગુજરાતની 26 બેઠકોમાં કેવી રીતે જીત મેળવી તે અંગે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે નેતાઓને એક લીડમંત્ર આપ્યો હતો. મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન બાદ હવે કારોબારી સમિતિની બેઠકોનો દોર શરૂ થયો છે. આજની બેઠકમાં સાંસદ, પૂર્વ સાંસદ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો બેઠકમાં હાજર રહ્યા હતા. તેટલું જ નહીં બેઠકમાં કૉર્પોરેટર, પૂર્વ કૉર્પોરેટર, વૉર્ડ પ્રમુખ, સેક્ટર અને ક્લસ્ટરની જવાબદારી સંભાળતા પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

લોકસભાની 26 બેઠકોમાં લાગશે હેટ્રિક ?

દેશમાં જ્યા કોંગ્રેસ સતત તૂટી રહી છે તો બીજી તરફ ભાજપે જનતાનો વિશ્વાસ જીત્યો છે. જેનું પરિણામ છે કે, છેલ્લા 10 વર્ષથી ગુજરાતમાં લોકસભાની 6 બેઠકો પર ભાજપ જીતી રહી છે. ત્યારે આ વર્ષે પણ ભાજપ આ તમામ બેઠકો પર જીત મેળવી હેટ્રિક લગાવવા માંગશે. જણાવી દઇએ કે, ભાજપે 2014ની લોકસભા ચૂંટણીમાં રાજ્યની તમામ 26 બેઠક પર વિજય મેળવ્યો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં પણ રાજ્યમાં તમામ બેઠક પર ભાજપને જીત મળી હતી. હવે 2024ની લોકસભા ચૂંટણીમાં પણ આ જ કરવાની તૈયારીમાં ભાજપ વ્યસ્ત થઇ છે. આ વખતે એકવાર ફરી તમામ 26 બેઠકો કબ્જે કરીને જીતની હેટ્રિક લગાવવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો - દ્વારકા બાદ હવે સોમનાથમાં પણ દાદાનું ચાલ્યું બુલડોઝર

Advertisement

આ પણ વાંચો - Harni Tragedy : શાળાઓ માટે કડક સૂચના, બાળકોને પ્રવાસ લઇ જતા પહેલા કરવું પડશે આ કામ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.