ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bharuch : કાવી કંબોઈ દરિયામાં માછીમારોની જાળમાં આવ્યું વિશાળ શિવલિંગ

Bharuch : ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઇના સ્તંભેશ્વર મહાદેવ મંદિર નજીકના દરિયા કાંઠે માછીમારોની જાળ (Fishermen's Nets) માં એક અદભુત શિવલિંગ (Shivlinga) આવ્યું હોવાની ઘટના સામે આવી છે. જે શિવલિંગ વજનદાર હોય અને 20 માણસોથી પણ ઉઠાવી ન શકાય...
05:47 PM Feb 07, 2024 IST | Hardik Shah

Bharuch : ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કંબોઇના સ્તંભેશ્વર મહાદેવ મંદિર નજીકના દરિયા કાંઠે માછીમારોની જાળ (Fishermen's Nets) માં એક અદભુત શિવલિંગ (Shivlinga) આવ્યું હોવાની ઘટના સામે આવી છે. જે શિવલિંગ વજનદાર હોય અને 20 માણસોથી પણ ઉઠાવી ન શકાય તેવું હોવાના અહેવાલો વચ્ચે લોકોમાં હાલ તો આ શિવલિંગ આસ્થાનું કેન્દ્ર (center of faith) બન્યું છે. શિવલિંગને માછીમારોએ બહાર કાઢી દર્શન કર્યા હોવાના વીડિયો (Video) સામે આવ્યા છે.

માછીમારોમાં સર્જાયું કુતૂહલ

ભરૂચ (Bharuch) જિલ્લાના સુપ્રસિદ્ધ કાવી કંબોઇના સ્તંભેશ્વર મહાદેવ મંદિર ભારત દેશવાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. સમગ્ર વિશ્વમાંથી લોકો સ્તંભેશ્વર મહાદેવના દર્શન અર્થે આવતા હોય છે અને મોટા પ્રમાણમાં દરિયામાં માછીમારો માછીમારી કરતા હોય છે. સવારના સમયે ખંભાતના દરિયાકાંઠે માછીમારોએ પોતાની બોટ સાથે ઝાળ લગાવી હતી. અને ઝાડ ખંખેરતા તેમાં વજનદાર વસ્તુ હોવાનું અનુમાન લગાવતા જાણે બહાર કાઢતા એક ભવ્ય શિવલિંગ હોવાનું સામે આવ્યું હતું. જેના કારણે માછીમારોમાં પણ કુતૂહલ સર્જાઈ ગયું હતું. શિવલિંગ એટલું વજનદાર હતું કે 20 માછીમારોએ પણ તેને ઉચકવાના પ્રયાસ કર્યા પરંતુ તે ઉઠાવી શકાયું નહીં. જેના કારણે લોકોએ હેમખેમ શિવલિંગને બોટ મારફતે કિનારે લાવ્યા હતા. માછીમારોએ શિવલિંગના દર્શન કરી તેમાં અદભુત દ્રશ્યો જોવા મળતા હોવાના અહેવાલો સામે આવ્યા છે. જેના પગલે તે લોકોમાં આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. કાવી કંબોઈનું સ્તંભેશ્વર મહાદેવનું શિવલિંગ પણ કોઈ બહાર કાઢી શકતું ન હતું, પરંતુ માછીમારોની જાળમાં આવેલું શિવલિંગ વજનદાર અને અદભુત હોવાનું માનવામાં આવી રહ્યું છે.

અહેવાલ - દિનેશ મકવાણા

આ પણ વાંચો - Surat News : ફેવિકોલની ખોટી બેલ્ટીની આડમાં 21.97 લાખ દારૂનો જથ્થો ઝડપાયો

આ પણ વાંચો - Kalol : MLA ફતેસિંહ ચૌહાણે જલારામ બાપા વિરૂદ્ધ ટિપ્પણી કરતા સાવરકુંડલા રઘુવંશી સમાજમાં રોષ, કાર્યવાહી કરવા માગ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Bharuchbharuch newscenter of faithfishermenfishingGujaratGujarat FirstGujarat NewsJambusar taluka of Bharuch districtKavi KamboishivlingaStambheswar Mahadev Mandirviral video
Next Article