Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટમાં એકવાર ફરી રફ્તારનો જોવા મળ્યો કહેર, એક વેપારીનું ઘટનાસ્થળે મોત

રાજકોટ (Rajkot) માં એકવાર ફરી રફ્તારનો કહેર જોવા મળ્યો છે. સતત બીજા દિવસે શહેરમાં અકસ્માત (an accident) ની ઘટના બની છે જેના કારણે લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, રાજકોટ (Rajkot) ના 150 ફૂટ...
રાજકોટમાં એકવાર ફરી રફ્તારનો જોવા મળ્યો કહેર  એક વેપારીનું ઘટનાસ્થળે મોત

રાજકોટ (Rajkot) માં એકવાર ફરી રફ્તારનો કહેર જોવા મળ્યો છે. સતત બીજા દિવસે શહેરમાં અકસ્માત (an accident) ની ઘટના બની છે જેના કારણે લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. મળી રહેલી માહિતી અનુસાર, રાજકોટ (Rajkot) ના 150 ફૂટ રિંગ રોડ પર રામપીર ચોકડી ઓવર બ્રિજ (Rampir Chowk over bridge) પર દારૂના નશામાં ધૂત કાર ચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. જેમા બાઈક (Bike) સવારનું ઘટનાસ્થળે જ મોત (Died) નિપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે.

Advertisement

દારૂના નશામાં ધૂત કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે

આજના સમયમાં ઘણા યુવાનો નશાના રવાળે ચઢી રહ્યા છે. ત્યારે આ નશાના રવાળે ચઢેલા લોકોએ રસ્તા પર કહેર શરૂ કરી દીધો છે. આવું જ કઇંક રાજકોટ (Rajkot) માં જોવા મળ્યું હતું. રાત્રિના સમયે બનેલી ઘટનામાં એક નશામાં ધૂત શખ્સે જેનું નામ અનંત ગજ્જર છે તેણે એક સેન્ડવિચનો ધંધો કરતા વેપારી જેનું નામ કિરીટભાઈ પૈંદા છે જેમને અડફેટે લીધા હતા. સુત્રોની માનીએ તો કિરીટભાઈ જ્યારે દુકાન બંધ કરીને ઘરે જઇ રહ્યા હતા ત્યારે આ કાર ચાલકે બાઈક સવારને અંદાજીત 200 મીટર સુધી ઢસડ્યા હતા. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતું. પ્રાથમિક માહિતી અનુસાર, અકસ્માત થયો ત્યારે કારમાં અનંત ગજ્જર અને દેવેન્દ્ર ઉપાધ્યાય નામના વ્યક્તિઓ સવાર હતા. કારને અનંત ગજ્જર ચલાવી રહ્યો હતો. કારમાં સવાર બંને વ્યક્તિઓના મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવશે. જે માટે હવે RTO અને FSL ના અધિકારીઓની મદદ લેવામાં આવી રહી છે. મેડિકલ ટેસ્ટમાં જો બંન વ્યક્તિઓ પીધેલા જણાશે તો તે અંતર્ગત અલગથી તેમના પર ગુનો દાખલ કરવામાં આવશે.

લોકોમાં ભયનો માહોલ

ગુજરાત ફર્સ્ટની ટીમે જ્યારે ઘટનાસ્થળ પર હાજર લોકો સાથે વાત કરી તો તેઓનું પણ કહેવું હતું કે, અહીં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ થઇ ગઇ છે. રોડ પર ટ્રાફિક ખૂબ થઇ ગયો છે પણ તેની સાથે રોંગ સાઈડ ઉપર ચલાવનારા લોકો ભયંકર ઝડપે આવે છે. અમે ડરી ડરીને સાઇકલીંગ કરતા હોઇએ છીએ. એક અન્ય શખ્સ સાથે વાત કરતા તેમણે કહ્યું કે, વહેલી સવારમાં આવા અકસ્માતો અમે જોયા છે. અમારા સાઈકલીંગ ગ્રુપમાંથી એક શખ્સને BRTS ટ્રેક પર આવા જ એક નબીરાએ સવારે 6 વાગ્યે 150 ની રફ્તારે ઉડાવી દીધા હતા અને તેમનું ત્યા જ ઘટનાસ્થળે મોત થયુ હતું. આવા જ અનુભવો અમને અવાર-નવાર થતી રહે છે.

Advertisement

આ પણ વાંચો - Gondal News : પોલીસમેનને નડ્યો અકસ્માત, ઘટનાસ્થળે જ તોડ્યો દમ

આ પણ વાંચો - Accident : જસદણ નજીક કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત

Advertisement

આ પણ વાંચો - Hit And Run Case: સિંધુભવન રોડ પર થયેલા ગમખ્વાર અકસ્માતનો આરોપી ઝડપાયો

Tags :
Advertisement

.