ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Patan: 100 કરતાં વધુ ઝેરી મધમાખીઓએ ડંખ માર્યો, 108 એમ્બ્યુલન્સ બની આશીર્વાદરૂપ

Patan: રોકેટની ગતિએ ચાલતી 108 એમ્બુલેંસ અને મક્કમતાપૂર્વક ફરજ નિભાવતા 108 ઇમરજન્સી સેવાની સમગ્ર ટીમ ગુજરાતના નાગરિકોનો જીવ બચાવવામાં હરહંમેશ અડીખમ રહી
02:01 PM Feb 25, 2025 IST | VIMAL PRAJAPATI
Patan: રોકેટની ગતિએ ચાલતી 108 એમ્બુલેંસ અને મક્કમતાપૂર્વક ફરજ નિભાવતા 108 ઇમરજન્સી સેવાની સમગ્ર ટીમ ગુજરાતના નાગરિકોનો જીવ બચાવવામાં હરહંમેશ અડીખમ રહી
featuredImage featuredImage
108 Emergency Service, Patan
  1. 108 એમ્બ્યુલન્સ ટીમની સમયસૂચકતાના પરિણામે દર્દીનો જીવ બચ્યો
  2. 35 વર્ષના યુવાન પર અચાનક જ મધમાખીઓના ઝુંડનો હુમલો થયો
  3. વધુ એકવાર 108 એમ્બ્યુલન્સ નાગરિકો માટે આશીર્વાદ સમાન સાબિત

Patan: પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ડિંડરોળ ગામમાં 35 વર્ષના યુવાન પર અચાનક જ ઝેરી મધમાખીઓના ઝુંડનો હુમલો થતાં તરત જ 108 ઇમર્જન્સી સેવા મોકલવામાં આવી હતી. રાજ્યમાં વધુ એકવાર 108 એમ્બ્યુલન્સ નાગરિકો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ. રોકેટની ગતિએ ચાલતી 108 એમ્બુલેંસ અને મક્કમતાપૂર્વક ફરજ નિભાવતા 108 ઇમરજન્સી સેવાની સમગ્ર ટીમ ગુજરાતના નાગરિકોનો જીવ બચાવવામાં હરહંમેશ અડીખમ રહી છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2007માં રાજ્યમાં સૌ પ્રથમવાર શરૂ કરાયેલી અનન્ય આરોગ્યલક્ષી 108 ઇમરજન્સી સેવા આજે અન્ય રાજ્યો માટે પથદર્શક અને આદર્શ મોડલ પૂરવાર થઇ છે.

આ પણ વાંચો: પુત્રોની દાદાગીરી મુદ્દે 'જય શ્રીરામ' બોલી મંત્રી ભીખુસિંહ પરમારે વિધાનસભામાં ચાલતી પકડી

100 કરતાં વધુ ઝેરી મધમાખીઓએ ડંખ માર્યો હતો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતના દરેક શહેરો, જિલ્લા, તાલુકા અને છેવાડાના ગામ સુધી આજે 108 ઇમરજન્સી સર્વિસ 24x7 વિનામૂલ્યે સેવા આપી રહી છે, જે રાજ્યના કરોડો નાગરિકો માટે આશિર્વાદ સમાન છે. યુવાનના માથાના ભાગે આશરે 100 કરતાં વધુ ઝેરી મધમાખીઓએ ડંખ માર્યો હતો, જેના કારણે તીવ્ર અસહ્ય પીડા અને તબિયત લથડી હતી. ઘટના બાદ તેમના પરિવારજનો દ્વારા 108 ઇમર્જન્સી સર્વિસને કોલ કરવામાં આવ્યો હતો. કોલ મળતા જ છાપી 108 EMRI ગ્રીન હેલ્થ સર્વિસીસની ટીમ, જેમાં ઈએમટી લલિતભાઈ પરમાર અને પાઇલટ ભરતભાઈ પ્રજાપતિ સામેલ હતા, તેઓ તાત્કાલિક એમ્બ્યુલન્સ લઈને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

આ પણ વાંચો: Rajkot: વિધર્મી 15 વર્ષની છોકરીને લઈ ફરાર, સગીરાએ મેસેજ કર્યો ‘હું મરજીથી ભાગી’

પરિવારજનો દ્વારા 108 ઇમર્જન્સી સર્વિસને કોલ કરવામાં આવ્યો

સ્થળ પર પહોંચ્યા બાદ 108 ટીમે કાળજીપૂર્વક પીડિતનું નિરીક્ષણ કર્યું. મધમાખીઓનું ઝુંડ હજુ પણ દર્દી નજીક હોવાથી ટીમે પોતાની આગવી સૂઝબૂઝ દાખવતી PPE (સેફ્ટી) કીટ પહેરી, તેમજ એમ્બ્યુલન્સમાં રહેલું સેનેટાઈઝર અને શેમ્પૂનો ઉપયોગ કરીને સ્પ્રે મારફતે મધમાખીઓ દૂર કરી. ત્યારબાદ, ઈએમટી લલિતભાઈ પરમારે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપીને દર્દીને 108ના અમદાવાદ હેડક્વાર્ટર સ્થિત ડૉક્ટર સાથે સંપર્ક કરી દવાઓ આપી. આ પહેલા દર્દીને વધુ નુકસાન ન થાય અને ત્વરિત સારવાર મળી રહે તે માટે, ટીમે તેમને સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા.

આ પણ વાંચો: Jamnagar: કુખ્યાત વિશાલ માડમ સહિતનાઓએ વેપારીનું અપહરણ કરી એક કરોડની ખંડણી માંગી

સમયસૂચકતા અને ચુસ્ત કામગીરી દ્વારા એક દર્દીનો જીવ બચાવ્યો

આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન 108 એમ્બ્યુલન્સની ટીમે પોતાની પ્રસંશનીય સમયસૂચકતા અને ચુસ્ત કામગીરી દ્વારા એક દર્દીનો જીવ બચાવ્યો હતો. ઘટનાસ્થળે હાજર ગ્રામજનો અને દર્દીના પરિવારજનોએ 108 ટીમની વખણનીય કામગીરી બદલ અભિનંદન વ્યક્ત કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, એમ્બ્યુલન્સની સુવિધા વધુ સુદ્રઢ બનાવા માટે રાજ્ય સરકારે આ વર્ષના બજેટમાં રૂપિયા 48 કરોડના ખર્ચે 200 નવી એમ્બ્યુલન્સની જોગવાઈ પણ કરવામાં આવી છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
100 venomous108 emergency servicebees sting 108 ambulancesbest 108 Emergency ServiceDindrolGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsPatanPatan NewsSiddhapur taluka