Patan News: પાટણ જિલ્લા સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અપાયેલી કીટ વિવાદમાં આવી
પાટણ જીલ્લા સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ કીટ આવી વિવાદમાં આવી છે. વર્ષ 2021-22 ની પડી રહેલ કીટ 35 જેટલા લાભાર્થીઓને આપવામાં આવી હતી. ઘર વપરાશની વિવિધ સાધન સામગ્રીની વિતરણ કરેલ કીટના પેકીંગ સડેલી અને ઊંધઈ ખાઈ ગયેલ હાલતમાં નિકળી હતી. પાટણ જીલ્લા સમાજ કલ્યાણ અધિકારી પી.ડી સરવૈયાએ ગુજરાત ફર્સ્ટ ન્યુઝ સાથે કરી વાત કહ્યું કીટ અધુરી હતી એટલે મૂકી રાખી હતી. વધુમાં તેમણે કહ્યું કે, ફક્ત કીટના ઉપરના પેકિંગ બગડ્યા છે કીટ નહીં.
આ પણ વાંચો : Baba Bageshwar : બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ Porbandar ની મુલાકાત લીધી