Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat First Conclave 2024 : કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ અને નિદિત બારોટે કરી કોંગ્રેસના મનની વાત

Gujarat First Conclave 2024 : લોકસભાની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ગયું છે ત્યારે હવે ભારતભરમા અત્યારે લોકસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ જામેલો છે. ગુજરાતના રાજકારણામાં પણ ભારે ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં 7 મે ના રોજ મતદાન થવાનું છે...
gujarat first conclave 2024   કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ અને નિદિત બારોટે કરી કોંગ્રેસના મનની વાત
Advertisement

ગુજરાત ફર્સ્ટ દ્વારા આયોજિત આ Biggest Conclave માં ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા અને કોંગ્રેસના સોશિયલ મીડિયાના કો-કન્વીનર હેમાંગ રાવલ અને નિદિત બારોટ હાજર રહયા છે અને તેઓ કોંગ્રેસ પક્ષ અને વિચારધારાની વાત જનતાની સામે મૂકી છે. ગુજરાત ફર્સ્ટ દ્વરા તેમના સામે પ્રશ્નો મૂકવામાં આવ્યા હતા, જેના જવાબ તેમના દ્વારા આપવામાં આવ્યા છે.

Advertisement

ગુજરાત ફર્સ્ટ દ્વારા પ્રથમ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, જે રીતે ભાજપના નેતા ભરત બોઘરા દ્વારા કહેવામાં આવ્યું હતું કે, રાજકોટમાં ભાજપ 5 લાખના મતની લીડ મેળવીને પોતે જીત હાંસલ કરશે તો તે બાબત ઉપર કોંગ્રેસનો શું મત છે ?

જવાબ : ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા ભાજપના ઉમેદવારોને આ 5 લાખની લીડનો ટાર્ગેટ જે આપવામાં આવ્યો છે તેના અંગે ઉમેદવારોને જઈને પૂછો કે તેઓ તેના કારણે કેટલી માનસિક પરિસ્થિતિથી પસાર થઈ રહ્યા છે. જેના કારણે વડોદરાના રંજન બેન ભટ્ટએ પોતે ટ્વીટ કરી ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો .વધુમાં સાબરકાંઠાના ઉમેદવારે પણ આ જ રીતે ટ્વિટ કરીને ચૂંટણીમાં ભાગ લેવાની અનિચ્છા જાહેર કરી હતી. આણંદથી જ્યારે કોંગ્રેસ તરફથી અમિતભાઈ ચાવડાનું નામ સામે આવ્યું ત્યારે ભાજપના ઉમેદવાર મિતેશ પટેલે દિલ્હી જતા રહેવું પડ્યું હતું. વધુમાં તેમણે આ બાબત અંગે ઉમેરતા કહ્યું હતું કે સારું થયું કે પ્રધાનમંત્રી મોદીએ સપના જોવા ઉપર જીએસટી લગાવ્યું નથી એટલે ભરતભાઈ જેવા નેતાઓ સપના જોઈ શકે છે.

કોંગ્રેસમાં પણ તેમના દિગ્ગજ નેતાઓ દ્વારા ચૂંટણી ન લડવાની પણ અનિચ્છા દર્શાવવામાં આવી છે તે અંગે કોંગ્રેસનો શું મત છે.. 

જવાબ : ગુજરાતના મુખ્યમંત્રીની હરોળમાં બેસી શકે તેવા દિગજ નેતાઓ કોંગ્રેસ તરફથી આ વર્ષે ગુજરાતમાં ચૂંટણીના મેદાને ઉતર્યા છે, પૂરા આત્મવિશ્વાસ સાથે લડી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના તુષાર ચૌધરી જેવા ધારાસભ્યો પણ ચૂંટણી લડી રહયા છે.

Advertisement

રાજકોટની અંદર લલિત કગથરા, ડો. હેમાંગ વસાવડા અને ઇન્દ્રનીલ રાજગુરુ જેવા ચહેરા હતા છતાં તમારે પરેશ ધાનાણી જેવા નેતાને કેમ મેદાને ઉતારવા પડ્યા? 

જવાબ : કોઈપણ રાજકીય પક્ષની રણનીતિ હોય, શા માટે નરેન્દ્ર મોદીએ ગુજરાત છોડીને વારાણસી જવું પડે? આપણે કોઈ દિવસે એવો પ્રશ્ન પૂછીએ છે કે, શા માટે સ્મૃતિ ઈરાનીને ઉત્તર પ્રદેશ મોકલવા પડે? એ જ રીતે અમારી રણનીતિ અનુસાર પરેશ ધાનાણીની ઉપયોગીતા રાજકોટમાં વધારે હશે તેટલા માટે રાજકોટથી ચૂંટણીના મેદાને ઉતારવામાં આવ્યા છે.

આ એ જ પરેશ ધાનાણી છે તેમને નાની ઉંમરે જ પરષોત્તમ રૂપાલાને હરાવી દીધા હતા. SWAT એનાલિસિસના અનુસાર ઓપર્ચ્યુનિટી અને થ્રેટસ જોવાના હોય છે. પરેશ ધાનાણી 22 વર્ષ પહેલાંના પરેશ ધાનાણી કરતા વધુ સક્ષમ છે. પ્રજાનો આક્રોશ આજે આસમાને પહોંચ્યો છે. મોંઘવારી હોય કે બેરોજગારી બંનેનું પ્રમાણ વધ્યું છે. જેનાથી જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે.

ભ્રષ્ટાચારના ઘણા ગંભીર આક્ષેપોનો કોંગ્રેસ સરકારની સામે પણ લાગ્યા છે, તે અંગે પ્રશ્ન પૂછતાં હેમાંગ રાવલ જણાવે છે કે.. 

જવાબ : 30 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર નથી છતાં પણ અમારા ઉપર આક્ષેપો લાગી રહ્યા છે. દસ વર્ષથી કોંગ્રેસની સરકાર દેશમાં નથી છતાં પણ અમારી ઉપર આક્ષેપો લગાવાય છે. આક્ષેપો લગાવવાનું સૌને અધિકાર છે પરંતુ છેલ્લા 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી અત્યારે આપણે જોઈ છે.

દસ વર્ષ પહેલાંનું રાજકોટ અને અત્યારના રાજકોટમાં ઘણો તફાવત જોવા મળી રહ્યો છે. રાજકોટમાં અત્યારે નર્મદાના નીર પહોંચ્યા છે અને રાજકોટ આજે વિકાસના પંથે છે, તે બાબત અંગે પ્રશ્ન પૂછતા કોંગ્રેસના પ્રવક્તા ઉત્તર આપે છે કે...

જવાબ : તમે દસ વર્ષની વાત કરી, તમે 1947 થી 1957 ના સમયગાળા વિશે પ્રજાને પૂછો તો તમને આ જ જવાબ મળશે. 1957 થી 1967 ના સમયગાળા વિશે પૂછશો તો પણ આજ જવાબ મળશે.

અમારા દાદા સાયકલ પણ નહોતા ચલાવતા અમારા પિતા સાયકલ સુધી પહોંચ્યા અને હું સ્કૂટર સુધી પહોંચ્યો. તમને લાગે છે કે આ બધું 70 વર્ષ સુધી નહોતું થયું અને ફક્ત છેલ્લા દસ વર્ષમાં જ થયું. વિકાસ એ સમય સાથે ચાલતો વિષય છે. જે દેશમાં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી નથી એ દેશમાં વિકાસ નથી થયો તમે એવું ન કહી શકો. 10 વર્ષ પહેલા ગરીબી કેટલી હતી, 10 વર્ષ પહેલા પહેલા લોકોની ખરીદી કરવાની ક્ષમતા કેટલી હતી, એ રીતે જોતા હોય તો ભાજપ સરકારના રાજમાં વિકાસ નથી થયો.

શૈક્ષણિક દ્રષ્ટિએ રાજકોટ ક્યાં છે અને રાજકોટની હજી કઈ વસ્તુઓ જોઈએ છે?

જવાબ : રાજકોટમાં છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 25 વર્ષની અંદર રાજકોટમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ઉપરાંત કોઈપણ સરકારી કોલેજ ખુલી નથી. રાજકોટમાં એક પણ અનુદાનિત શાળાઓ ખુલી નથી. રાજકોટની અંદર સરકારના પૈસા દ્વારા ચાલતી કોઈપણ યુનિવર્સિટી ખુલી નથી. રાજકોટની મ્યુનિસિપાલિટી દ્વારા ચાલતી શાળાઓમાં જે વિદ્યાર્થીઓની સંખ્યા 25 વર્ષ પહેલા હતી તેમાં ઘટાડો આવ્યો છે. અત્યારે ઘણી શાળાઓમાં ધોરણ 11 અને 12 માં લાખોમાં ફી લેવાતી હોય છે. સરકારે અહીં સમાન વ્યવસ્થા તો વિદ્યાર્થીને આપવી જોઈએ.

પાણીની દ્રષ્ટિએ રાજકોટ આજે સુખી અને સંપન્ન થયું છે તેવો સત્તા પક્ષ એટલે કે ભાજપનો દાવો છે, આ બાબત અંગે કોંગ્રેસનો મત શું છે?

જવાબ : આ સત્તા પક્ષનું બિલકુલ ખોટો દાવો છે. હેમાંગ રાવલે આ બાબત અંગે ઉમેર્યું કે, હું શરૂઆત અમદાવાદથી કરું તો અમદાવાદમાં હજી પણ ઘર ઘર સુધી પાણી નથી પહોંચી રહ્યું તે માટે મ્યુનિસિપાલિટી એ ટેન્કર દ્વારા પાણી પહોંચાડવું પડી રહ્યું છે. ઇકોનોમિકલ ડેવલોપમેન્ટ અને ઇકોનોમિકલ ગ્રોથ વચ્ચે ઘણો ફરક છે. દેશના એક ટકા ઉદ્યોગપતિઓ આજે દેશના 70% સંશાધનો ઉપર હક કરીને બેઠા છે.

મચ્છુન્દ્રી નદી ઉપર હજી સુધી પુલ બન્યું નથી લોકો જીવના લોકો જીવના જોખમે આ નદીને પાર કરી રહ્યા છે.

ઘણી જગ્યાઓ ઉપર તો એમ્બ્યુલન્સની પણ યોગ્ય વ્યવસ્થા નથી જેની તકલીફ લોકોએ ઉઠાવવી પડી રહી છે. સૌરાષ્ટ્રથી માંડી સમગ્ર ગુજરાતમાં અત્યારે નકલીનું સામ્રાજ્ય છે.

શું કોંગ્રેસને  રામ મંદિર વિશે બોલવાનો અધિકાર છે ?

વધુમાં રામ મંદિર બાબતે હેમાંગ રાવલે રામ મંદિર અંગે નિવેદન આપતા કહ્યું હતું કે, રામ મંદિર સુપ્રીમ કોર્ટના આદેશ ઉપર બનાવવામાં આવ્યું છે અને કોંગ્રેસ દ્વારા હંમેશા કહેવામાં આવ્યું છે કે તે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સન્માન કરે છે. હિન્દુઓના શ્રેષ્ઠ તમ ગુરુ એવા શંકરાચાર્યએ પણ કહ્યું હતું કે જે મંદિરનું કાર્ય સંપૂર્ણ થયું હોય ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે અને તેવા મંદિરમાં ન જવું જોઈએ બાકી રામ અમારા હૃદયમાં વસેલા છે. આમ આ રીતે તેમણે રામ મંદિરને રાજકીય મુદ્દો ગણાવ્યો હતો.

આ પણ વાંચો : Gujarat First Conclave 2024 : ગુજરાતના મીડિયા ઇતિહાસનો સૌથી મોટો કોન્કેવેલ, જુઓ Live

Tags :
Advertisement

.