Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat First ના Conclave માં જયમીન ઠાકરે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર...

ભારતભરમાં અત્યારે લોકસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ જામેલો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. અત્યારે ગુજરાતમાં ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા ગુજરાતી મીડિયા ઇતિહાસના સૌ પ્રથમવાર સૌથી મોટો Conclave...
09:28 PM Apr 25, 2024 IST | Dhruv Parmar

ભારતભરમાં અત્યારે લોકસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ જામેલો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. અત્યારે ગુજરાતમાં ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા ગુજરાતી મીડિયા ઇતિહાસના સૌ પ્રથમવાર સૌથી મોટો Conclave યોજવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગુજરાતના મીડિયા ઇતિહાસનો સૌથી મોટો કોન્ક્લેવ (Gujarat First Conclave) છે. કોન્કલેવમાં રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર સાથે પણ રસપ્રદ વાતચીત કરી હતી.

જયમીન ઠાકર સાથે બજેટ વિશે ચર્ચા કરવામાં આવી...

1995 માં જ્યારે સૌથી પહેલા મુખ્યમંત્રી તરીકે સ્વ. કેશુભાઈ પટેલ જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે ગુજરાત સરકારનું બજેટ 2200 કરોડ હતું આજે રાજકોટ મહાનગરપાલિકાનું 2843 કરોડ રૂપિયાનું બજેટ છે. વિકાસની વાત કરું તો માનનીય નરેન્દ્રભાઈએ સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના ડેમોને ગામે ગામની અંદર તમામ ડેમોની અંદર પાઇપલાઇનના માધ્યમથી પાણી ભર્યા છે. એક સમયે સૌરાષ્ટ્ર નપાણીયુ કહેવાતું હતું કારણ કે સૌરાષ્ટ્રને ભૌગોલિક દ્રષ્ટીએ જોઈએ તો ઉંધી રકાબી જેવો આકાર છે. આવા સૌરાષ્ટ્રની અંદર જ્યારે માનનીય નરેન્દ્રભાઈ જ્યારે CM હતા ત્યારે તેમણે આ બાબતની ચિંતા કરી અને આજે ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા પાણી પૂરું પાડવામાં આવ્યું છે.

રાજકોટ પાણી માટે આત્મનિર્ભર નથી...

હાલ રાજકોટમાં જો પાણીની વાત કરવામાં આવે તો, રાજકોટને ત્રણ ડેમોમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે. રાજ્ય સરકારનું પાણી પુરવઠા બોર્ડ અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેમ જેમ રાજકોટ મોટું થાય છે એમ નવા ડેમો બનાવવાની પણ અમારી યોજનાઓ છે. આપે હમણાં જે કીધું કોંગ્રેસના શાસનમાં ટ્રેનથી પાણી આવતું હતું. તાત્કાલિક મેયર અને ગુજરાત રાજ્યના સૌથી વધુ જેમણે બજેટ બહાર પાડ્યા એ વજુભાઈ વાળા જ્યારે રાજકોટમાં જ્યારે મેયર હતા તેમણે અનેક મોટા કામો કર્યા છે. ભાજપ ચૂંટણીનો મુદ્દો બનાવે છે તે મુદ્દે જયમીન ઠાકરે કહ્યું કે, કામ કર્યા છે એટલે મુદ્દા બનાવીએ છીએ. અમે કામ કરીને પ્રજાની વચ્ચે મત માંગવા જઈએ છીએ. ભૂતકાળમાં જ્યારે કોંગ્રેસ એવું કહેતી હતી કે પાણીની પાઇપલાઇનમાંથી હવા નીકળશે પરંતુ આપણે 6 ફૂટનો માણસ જઈ શકે એવી ઢાંકી સુરેન્દ્રનગર પંપિંગ સ્ટેશનથી કોઈપણ જાતના ઈલેક્ટ્રીક પાવર થર્મલ સ્ટેશન વગર પાણીને ઉપર ચડાવી અને સૌરાષ્ટ્રમાં થ્રો કરીએ છીએ. છેલ્લે કહું તો ભારતીય જનતા પાર્ટીએ પાણી યોજના હેઠળ અનેક મોટા કામો કર્યા છે એટલા માટે અમે મત માંગવાના અધિકારને પાત્ર છીએ.

આજી નદીમાં ગાંડીવેલ વિશે જયમીન ઠાકરે શું કહ્યું...

આજી નદીમાં ગાંડીવેલ જે પ્રશ્ન છે એ ગાંડીવેલ એટલે શું? ગાંડીવેલને દૂર કરવા અમે યાંત્રિક મશીનો પણ મુક્યા છે. પરંતુ તેનો શબ્દ જ એ છે કે ગાંડીવેલ ગમે ત્યાં નીકળી જાય પણ તેમ છતાં વર્ષમાં એક વખત એને સાફ કરીએ છીએ. ગાંડીવેલ આજી નદીની અંદર ખાસ કરીને મોરબી રોડ પર જે નદીઓ આવેલી છે ત્યાં ખૂબ સમસ્યાઓ જોવા મળે છે. પરંતુ વર્ષમાં બે વખત અમે તેને મશીનથી સાફ પણ કરીએ છીએ.

રાજકોટમાં તવા પાર્ટી હજુ શરુ નથી થઇ...

આ બાબતે જયમીન ઠાકરે કહ્યું કે, સૌથી પહેલા તો અયાતી ઉમેદવારનો પ્રશ્ન એટલા માટે હું ન કહી શકું કારણ કે નરેન્દ્રભાઈ મોદી એ રાજકોટના નહતા પોતાના જીવનની પહેલી વહેલી ચૂંટણી રાજકોટથી લડ્યા છે એ ખૂબ જ સારી વાત એ કહી શકાય કે નરેન્દ્ર મોદી જ્યારે રાજકોટમાં પ્રથમ વખત ચૂંટણી લડ્યા ત્યારે તેમણે મતદાન પણ નથી કર્યું. એટલે આયાતી નો કોઈ પ્રશ્ન નથી. માનનીય પરશોત્તમ રૂપાલાભાઈ છે આજે કેન્દ્રના મંત્રી છે રાષ્ટ્રીય આગેવાન છે રાજકોટ માટે તો ગૌરવપૂર્ણ કહી શકાય કે રૂપાલા સાહેબને આપ્યા છે. બીજું રાજકોટ છે ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને જનસંઘનો પાયાનો આ શહેર છે. આ શહેરે માનનીય નરેન્દ્રભાઈને વડાપ્રધાન પણ બનાવ્યા છે. આ સિટીએ સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી પણ બનાવ્યા છે. આ શહેરે વજુભાઈ વાલાને પણ આપ્યા છે વિજયભાઈ રૂપાણી પણ આપ્યા છે.

જાણો Video માં જયમીન ઠાકરે વધુ શું કહ્યું...

આ પણ વાંચો : Gujarat First ના Conclave માં વેપારીઓ સાથે વિશેષ ચર્ચા, Rajkot ના બિઝ્નેસમેનનો શું છે મિજાજ ?

આ પણ વાંચો : Gujarat First Conclave 2024: બીતી હુઇ બાતે ક્યું કરતે હો..? આવું કેમ કહ્યું ?

આ પણ વાંચો : GUJARAT FIRST CONCLAVE 2024: ક્ષત્રિય આંદોલન, સુરત બેઠક, રાજકોટ જ્ઞાતિ ગણિત, BJP અંગે લલિત કગથરાના બેબાક જવાબ

Tags :
'Vision RajkotChannel Head Dr. Vivek BhattDhansukh BhanderiGujaratGujarat FirstGUJARAT FIRST CONCLAVE 2024Hemang RawalIndranil RajyaguruJaimin ThakerJay VasavadaJaymin thakarLalit KagatharaLok Sabha Electionsloksabha election 2024MD of Gujarat First Shri Jasminbhai PatelMohan KundariaMukesh DoshiNidit BarotParesh DhananiPatrakar Panchaatpolitical personalitiesPratap DudhatRAJKOTRajkot Conclave 2024Rajkot NewsRaju DhruvRam MokariaUdaya Kanagad
Next Article