monsoon : ગુજરાતમાં અગનવર્ષા બાદ ક્યારે થશે મેઘમહેર ? જાણો આગાહી વિશે
ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં આ વખતે સૂરજ દાદાએ જોરદાર બેટિંગ કરી છે. ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં ચામડીને દઝાડે એવી ગરમી પડી છે. તાપમાન 45 ડિગ્રી સુધી નોંધાયું છે. હાલ પણ લોકો કાળઝાળ ગરમીથી (HeatWaves) પરેશાન છે. આકરી ગરમી પડવાના કારણે બપોરના સમયે રોડ રસ્તા સૂમસામ જોવા મળે છે. ગરમીથી પરેશાન લોકો હવે આતુરતાથી ચોમાસાની (monsoon) રાહ જોઈને બેઠા છે. ત્યારે, હવે ચોમાસાને લઈ મોટા સમાચાર આવ્યા છે.
10મીએ મહારાષ્ટ્ર અને 15મીએ ગુજરાતમાં ચોમાસું બેસી શકે
પ્રાપ્ત માહિતી મુજબ, રાજ્યમાં આ વખતે ચોમાસું (monsoon) ક્યારે બેસશે તેને લઈને લોકોના મનમાં સવાલ છે. જો કે, હવે આ સવાલનો જવાબ મળી ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આ વખતે ચોમાસું 10 મી જૂનના રોજ મહારાષ્ટ્રમાં (Maharashtra) અને 15મી જૂન સુધીમાં ગુજરાતમાં (Gujarat) પ્રવેશી શકે છે. ઉત્તર પ્રદેશમાં 20 જૂન અને રાજસ્થાનમાં 30 જૂન સુધીમાં ચોસામાનું આગમન થઈ શકે છે. દિલ્હીની વાત કરીએ તો જૂન મહિનાના અંત સુધીમાં ચોમાસું બેસી શકે છે.
આગામી 5 દિવસ વરસાદની આગાહી
ચોમાસાની આગાહી પહેલા રાજ્યમાં પ્રી-મોન્સૂન કામગીરીને હાથ ધરવામાં આવી છે. ચોમાસામાં નાગરિકોનો ભારે મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જો કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની (Pre-monsoon activities) પોલ ખોલી નાખશે એવી ચર્ચા લોકો વચ્ચે થઈ રહી છે. જણાવી દઈએ કે, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 9થી 12 જૂન દરમિયાન વરસાદ પડવાની આગાહી છે. જણાવી દઈએ કે, ચોમાસામાં થતી સમસ્યાને લઇને અમદાવાદમાં (Ahmedabad) કંટ્રોલરૂમ પણ કાર્યરત કરાયો છે. 7 ઝોનમાં ત્રણ શિફ્ટમાં આ કંટ્રોલરૂમ શરૂ કરાયો છે. મુખ્ય કંટ્રોલ રૂમથી 24 કંટ્રોલરૂમ કનેક્ટ થશે. સો. મીડિયાનાં માધ્યમથી મોન્સૂન સંબંધિત ફરિયાદ નોંધાશે. રોડ બેસી જવાની, અન્ડરપાસમાંથી પાણીના નિકાલ સંબંધિત ફરિયાદ નોંધાવી શકાશે.
આ પણ વાંચો - કાળઝાળ ગરમીમાં ઠંડક આપે તેવા News…!
આ પણ વાંચો - Rain : સુરત-વલસાડમાં વહેલી સવારે વરસાદ, કેરીના પાકને નુકસાનની ભીતિ
આ પણ વાંચો - Amreli જિલ્લાના વાતાવરણમાં પલટો, અસહ્ય ગરમી વચ્ચે ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ