weather Forecast : આગ ઓકતી ગરમી વચ્ચે રાહતના સમાચાર, આજે આ જિલ્લાઓમાં મેઘરાજાની એન્ટ્રી!
weather Forecast : રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આગ ઝરતી ગરમી પડી રહી છે. કાળઝાળ ગરમીના કારણે રાજ્યમાં હીટ સ્ટ્રોકના (Heat stroke) કેસોમાં પણ વધારો થયો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા બપોરના સમયે કામ વગર બહાર ન જવાની અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે. આવી સ્થિતિ વચ્ચે હવે એક રાહતના સમાચાર છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજથી રાજ્યમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. જ્યારે આવતીકાલે ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ (Monsoon) પડવાની પણ આગાહી છે.
તાપમાન 3 થી 4 ડિગ્રી ઘટી શકે
આગ ઓકતી ગરમી વચ્ચે રાહતના સમાચાર છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે વાતાવરણમાં પલટો (weather Forecast) આવવાની શક્યતા છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. જ્યારે ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ પણ પડી શકે છે. વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યમાં તાપમાન પણ 3 થી 4 ડીગ્રી ઘટી શકે છે અને કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. રાજ્યમાં પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતાઓ છે. રાજ્યમાં 16 મે સુધી વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે બીજી તરફ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અમદાવાદ (Ahmedabad) 41.6 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે. 6 શહેરોમાં તાપમાન 41 થી વધુ ડિગ્રી નોંધાયું છે.
Thunderstorm warning maps dated 11.05.2024 pic.twitter.com/Q9dXTw6inY
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) May 11, 2024
12 થી 16 મે સુધી આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
વિભાગના જણાવ્યા મુજબ, 12 તારીખે વરસાદની આગાહીની વાત કરવામાં આવે તો વલસાડ, નવસારી, ડાંગ, સુરત, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા (Vadodara), મહીસાગર, દાહોદ, આણંદ જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ 13મેની વાત કરવામાં આવે તો બનાસકાંઠા (Banaskantha), સાબરકાંઠા (Sabarkantha), આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભરૂચ, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, નર્મદા, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 14 મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર (Gandhinagar), અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, નર્મદા, ભરૂચ, મહીસાગર જિલ્લામાં વરસાદી ઝાપટું પડી શકે છે. 15 મેના રોજ અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જ્યારે, 16 મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી (Amreli), ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.
આ પણ વાંચો - Gujarat Weather : રાજયમાં વિજળીના કડાકા સાથે પડી શકે છે વરસાદ
આ પણ વાંચો - VADODARA : હાય ગરમી ! તાપમાન વધતા રોડ પીગળવાનું જારી
આ પણ વાંચો - Forecast : તૈયાર રહો, આ જિલ્લાઓમાં થશે માવઠાં…!