Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

weather Forecast : આજે આ જિલ્લાઓમાં પડશે વરસાદ! જાણો હવામાન વિભાગની આગાહી વિશે

weather Forecast : ગુજરાતમાં અનેક જિલ્લામાં આજે વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈ મહત્ત્વની આગાહી કરી છે, જે મુજબ આજે દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આજે બનાસકાંઠા (Banaskantha), સાબરકાંઠા (Sabarkantha), આણંદ,...
12:12 PM May 13, 2024 IST | Vipul Sen

weather Forecast : ગુજરાતમાં અનેક જિલ્લામાં આજે વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈ મહત્ત્વની આગાહી કરી છે, જે મુજબ આજે દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. આજે બનાસકાંઠા (Banaskantha), સાબરકાંઠા (Sabarkantha), આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભરૂચ, છોટાઉદેપુર, સુરત (Surat), તાપી, નવસારી, નર્મદા અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

16 મે સુધી વરસાદ પડવાની આગાહી

રાજ્યમા કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે. કેટલાક જિલ્લાઓમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ગરમીના કારણે રાજ્યમાં હિટસ્ટ્રોકના (Heat stroke) કેસ પણ વધ્યા છે. આ વચ્ચે હવામાન વિભાગે (Meteorological Department) લોકોને રાહત મળે એવી આગાહી (weather Forecast) કરી છે. જે મુજબ, રાજ્યમાં 16 મે સુધી વરસાદ પડવાની સંભાવના છે. દરમિયાન, રાજ્યમાં તાપમાન પણ 3 થી 4 ડિગ્રી ઘટી શકે છે અને કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. રાજ્યમાં પવનની ગતિ 40 થી 50 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતાઓ છે.

આજે આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ

આજે રાજ્યમાં બનાસકાંઠા (Banaskantha), સાબરકાંઠા (Sabarkantha), આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ભરૂચ, છોટાઉદેપુર, સુરત (Surat), તાપી, નવસારી (Navsari), નર્મદા, વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આવતીકાલે એટલે કે 14 મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર (Gandhinagar), અરવલ્લી, ખેડા, અમદાવાદ (Ahmedabad), આણંદ, પંચમહાલ, દાહોદ, નર્મદા, ભરૂચ, મહીસાગર જિલ્લામાં વરસાદી ઝાપટું પડી શકે છે. 15 મેના રોજ અરવલ્લી, ખેડા (Kheda), અમદાવાદ, આણંદ, પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જ્યારે, 16 મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ (Dahod), ગીર સોમનાથ, અમરેલી (Amreli), ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.

 

આ પણ વાંચો - weather Forecast : આગ ઓકતી ગરમી વચ્ચે રાહતના સમાચાર, આજે આ જિલ્લાઓમાં મેઘરાજાની એન્ટ્રી!

આ પણ વાંચો - Gujarat Weather : રાજયમાં વિજળીના કડાકા સાથે પડી શકે છે વરસાદ

આ પણ વાંચો - Forecast : તૈયાર રહો, આ જિલ્લાઓમાં થશે માવઠાં…!

Tags :
AhmedabadBanaskanthaClimate Changes ValsadDangGandhinagarGujarat FirstGujarati NewsHeat StrokeMeteorological DepartmentNarmadaNavsariSabarkanthaSuratweather Changeweather forecastweather report
Next Article