Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

weather forecast : કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આ જિલ્લામાં વાતાવરણમાં પલટો! ધરતી પુત્રોમાં ચિંતા

weather forecast: ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં આ વર્ષે પણ આકરી ગરમી પડવાની સંભાવના છે. પરંતુ આ સાથે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે (Meteorologist Ambalal Patel) એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદ (Unseasonal Rains) ની આગાહી પણ કરી છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેવાની...
weather forecast   કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે આ જિલ્લામાં વાતાવરણમાં પલટો  ધરતી પુત્રોમાં ચિંતા
weather forecast: ગુજરાત (Gujarat) સહિત દેશભરમાં આ વર્ષે પણ આકરી ગરમી પડવાની સંભાવના છે. પરંતુ આ સાથે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે (Meteorologist Ambalal Patel) એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદ (Unseasonal Rains) ની આગાહી પણ કરી છે. રાજ્યના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે. આ વચ્ચે, રાજ્યના અરવલ્લી (Aravalli) જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ (Cloudy weather) રહેતા માવઠાની શક્યતા સેવાઈ છે. આ સાથે ખેડૂતોમાં ઘઉંના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ છે.

અરવલ્લીમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ

રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં એપ્રિલ (April) મહિના દરમિયાન વાદળછાયું વાતાવરણ અને ભારે પવન સાથે માવઠું પડવાની આગાહી (weather forecast) કરવામાં આવી છે. હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે (Meteorologist Ambalal Patel) આગાહી કરતા જણાવ્યું હતું કે, આગામી 7 મી તારીખ સુધીમાં ભારે પવનની શક્યતાઓ સાથે કેટલાક વિસ્તારમાં માવઠું પડવાની શક્યતાઓ છે. દરમિયાન, રાજ્યના અરવલ્લી (Aravalli) જિલ્લા વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાતા માવઠું પડવાની શક્યતાઓ સર્જાઈ છે. વાતાવરણમાં બદલાવથી ધરતી પુત્રોમાં ચિંતા સેવાઈ છે. જો માવઠું પડે તો ઘઉંના પાકને ભારે નુકસાન થઈ શકે છે.

આગામી દિવસોમાં અનેક શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચશે 

હવામાન નિષ્ણાતની આગાહી મુજબ, એપ્રિલ મહિનાની 12 તારીખથી 18 સુધી પંચમહાલ, સાબરકાંઠા અને અમદાવાદમાં કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે સુરત, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાનમાં પલટો જોવા મળી શકે છે. જ્યારે, 20 મી એપ્રિલથી ગરમીની શરૂઆત થશે. ગુજરાતના ઘણા વિસ્તારોમાં ગરમીનો પારો 40 ને પાર પહોંચી શકે છે. આગામી દિવસોમાં અનેક શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી છે કે, રાજ્યના કેટલાક વિસ્તારમાં આગામી 5 દિવસ દરમિયાન તાપમાનમાં (temperature) 2 થી 3 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે. ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી બાદ કેન્દ્ર દ્વારા પણ એક એડવાઇઝરી બહાર પાડવામાં આવશે. હીટ સ્ટ્રોક જીવલેણ ન બને તે માટે સરકારની બેઠકમાં સમીક્ષા કરાશે.
Advertisement
Tags :
Advertisement

.