Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Weather forecast : આગ ઝરતી ગરમી આવી રહી છે! 3 દિવસ બાદ તાપમાનમાં થશે આટલો વધારો!

રાજ્યમાં હવે શિયાળો (Winter) તેના અંતિમ તબક્કામાં છે. ત્યારે ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે. આવનારા દિવસોમાં ગરમીમાં વધારો થશે તેવી આગાહી (Weather forecast) કરવામાં આવી છે. હવામાન વિભાગની (Meteorological Department,) આગાહી મુજબ, આગામી 3 દિવસ બાદ રાજ્યમાં ગરમીનું...
weather forecast   આગ ઝરતી ગરમી આવી રહી છે  3 દિવસ બાદ તાપમાનમાં થશે આટલો વધારો

રાજ્યમાં હવે શિયાળો (Winter) તેના અંતિમ તબક્કામાં છે. ત્યારે ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો છે. આવનારા દિવસોમાં ગરમીમાં વધારો થશે તેવી આગાહી (Weather forecast) કરવામાં આવી છે. હવામાન વિભાગની (Meteorological Department,) આગાહી મુજબ, આગામી 3 દિવસ બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે અને તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો વધારો થવાની સંભાવના છે.

Advertisement

હાલ રાજ્યમાં લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. ઉત્તર પશ્ચિમ ઉતરના પવન ફૂંકાતા સવારે અને સાંજે ઠંડી જ્યારે બપોરના સમયે ગરમીનો લોકો અનુભવ કરી રહ્યા છે. જો કે, ત્રણ દિવસ સુધી તાપમાન યથાવત રહેવાની સંભાવના છે. પરંતુ, 3 દિવસ પછી પવનની દિશા બદલાતા તાપમાન વધવાની સંભાવના છે. હવામાન વિભાગની (Meteorological Department forecast) આગાહી મુજબ, આગામી 3 દિવસ બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે.

Advertisement

આ શહેરોમાં આટલું તાપમાન

જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં (Ahmedabad) મહત્તમ તાપમાન 34 ડિગ્રી, વડોદરામાં (Vadodara) 34.4 ડિગ્રી, સુરતમાં (Surat) 34.2 ડિગ્રી, રાજકોટમાં 35 ડિગ્રી, દ્વારકામાં 27.8 ડિગ્રી, ભુજમાં 33.7 ડિગ્રી, ડિસામાં 34.2 ડિગ્રી અને વેરાવળમાં 30.3 ડિગ્રી સુધી નોંધાયું છે. જ્યારે આવનારા 3 દિવસો બાદ તાપમાનમાં વધારો થતા ગરમીમાં વધારો (Weather forecast) થઈ શકે છે.

Advertisement

આ પણ વાંચો - સાબરડેરીએ ઘીના ભાવમાં ઘટાડો કરતા ગ્રાહકોમાં ખુશીનો માહોલ છવાયો

આ પણ વાંચો - VADODARA : જાહેરમાં ગંદકી કરનાર રેસ્ટોરેન્ટ સીલ

આ પણ વાંચો - Kutch Lok Sabha : કચ્છના રાજકીય રણોત્સવમાં કોણ નીકળશે આગળ ?

Tags :
Advertisement

.