Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Valinath Dham: વિસનગરમાં ફરી એકવાર સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું કરાયું આયોજન

Valinath Dham: વિસનગર તાલુકાના તરભ ગામમાં વાળીનાથ ધામ આવેલું છે. ત્યારે રાજ્યમાં ફરી એકવાર તરભ ગામમાં 900 વર્ષ પૌરાણિક પરંપરા અનુસાર વાળીનાથ મંદિરમાં સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 16 થી 22 ફેબ્રુઆરી સુંધી આ મહોત્સવનું આયોજન કરાયું...
07:20 PM Feb 17, 2024 IST | Aviraj Bagda
Suvarna Shikhar Pranpratistha Mohotsav was once again organized in Visanagar

Valinath Dham: વિસનગર તાલુકાના તરભ ગામમાં વાળીનાથ ધામ આવેલું છે. ત્યારે રાજ્યમાં ફરી એકવાર તરભ ગામમાં 900 વર્ષ પૌરાણિક પરંપરા અનુસાર વાળીનાથ મંદિરમાં સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

16 થી 22 ફેબ્રુઆરી સુંધી આ મહોત્સવનું આયોજન કરાયું

Valinath Dham

ત્યારે આ વાળીનાથ મંદિરમાં સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું 7 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. 16 થી 22 ફેબ્રુઆરી સુંધી આ મહોત્સવનું આયોજન કરાયું છે. ત્યારે આ મહોત્સવમાં પ્રથમ લોકોના સ્વાસ્થ્યને લઈને સુવિધા ઉભી કરવામાં આવી છે. તે સહિત તબીબો અને આરોગ્ય કર્મીઓની ટીમ ખડેપગે કાર્યરત છે. સાત દિવસ સુધી લોકોને નિઃશુલ્ક પ્રાથમિક આરોગ્ય સેવા પુરી પાડશે.

12 વિઘા જમીનમાં યજ્ઞશાળાનું કરાયું આયોજન

આ મહોત્સવમાં વિવિધ 1100 જેટલા યજ્ઞ કુંડનું નિર્માણ થયું છે. ત્યારે આ મહાયજ્ઞમાં 2200 જેટલા યજમાનો મહાયજ્ઞની યજમાની કરશે. તેની સાથે વાળીનાથ ધામમાં 12 વિઘા જમીનમાં વિશાળ યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. જ્યાં પરીક્રમા પથ પણ બનાવાયો છે. યજ્ઞમાં 12 હજાર કિલો ઘી તેમજ 1800 કિલો અબીલ ગુલાલ અને કંકુનો ઉપયોગ કરવામાં આવનાર છે.

પ્રતિષ્ઠાના 7 દિવસની યાદી

આ પણ વાંચો: Sabarkantha : કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાના બાળ વૈજ્ઞાનિકોની કૃતિ રાજ્યમાં પ્રથમ આવી

Tags :
DevoteeGujaratGujaratFirstHospitalityMedical CampMehsanaTarabh Valinath TempleTarbha Valinath DhamVALINATH DHAMValinath Mahadev
Next Article