Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Valinath Dham: વિસનગરમાં ફરી એકવાર સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું કરાયું આયોજન

Valinath Dham: વિસનગર તાલુકાના તરભ ગામમાં વાળીનાથ ધામ આવેલું છે. ત્યારે રાજ્યમાં ફરી એકવાર તરભ ગામમાં 900 વર્ષ પૌરાણિક પરંપરા અનુસાર વાળીનાથ મંદિરમાં સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 16 થી 22 ફેબ્રુઆરી સુંધી આ મહોત્સવનું આયોજન કરાયું...
valinath dham  વિસનગરમાં ફરી એકવાર સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું કરાયું આયોજન

Valinath Dham: વિસનગર તાલુકાના તરભ ગામમાં વાળીનાથ ધામ આવેલું છે. ત્યારે રાજ્યમાં ફરી એકવાર તરભ ગામમાં 900 વર્ષ પૌરાણિક પરંપરા અનુસાર વાળીનાથ મંદિરમાં સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

  • 16 થી 22 ફેબ્રુઆરી સુંધી આ મહોત્સવનું આયોજન કરાયું
  • 12 વિઘા જમીનમાં યજ્ઞશાળાનું કરાયું આયોજન
  • પ્રતિષ્ઠાના 7 દિવસની યાદી

16 થી 22 ફેબ્રુઆરી સુંધી આ મહોત્સવનું આયોજન કરાયું

Valinath Dham

Valinath Dham

ત્યારે આ વાળીનાથ મંદિરમાં સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું 7 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. 16 થી 22 ફેબ્રુઆરી સુંધી આ મહોત્સવનું આયોજન કરાયું છે. ત્યારે આ મહોત્સવમાં પ્રથમ લોકોના સ્વાસ્થ્યને લઈને સુવિધા ઉભી કરવામાં આવી છે. તે સહિત તબીબો અને આરોગ્ય કર્મીઓની ટીમ ખડેપગે કાર્યરત છે. સાત દિવસ સુધી લોકોને નિઃશુલ્ક પ્રાથમિક આરોગ્ય સેવા પુરી પાડશે.

Advertisement

12 વિઘા જમીનમાં યજ્ઞશાળાનું કરાયું આયોજન

આ મહોત્સવમાં વિવિધ 1100 જેટલા યજ્ઞ કુંડનું નિર્માણ થયું છે. ત્યારે આ મહાયજ્ઞમાં 2200 જેટલા યજમાનો મહાયજ્ઞની યજમાની કરશે. તેની સાથે વાળીનાથ ધામમાં 12 વિઘા જમીનમાં વિશાળ યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. જ્યાં પરીક્રમા પથ પણ બનાવાયો છે. યજ્ઞમાં 12 હજાર કિલો ઘી તેમજ 1800 કિલો અબીલ ગુલાલ અને કંકુનો ઉપયોગ કરવામાં આવનાર છે.

Advertisement

પ્રતિષ્ઠાના 7 દિવસની યાદી

  • 16 ફેબ્રુઆરીએ પાવનકારી દિવસ
  • 17 ફેબ્રુઆરીએ પુણ્યકારી દિવસ
  • 18 ફેબ્રુઆરીએ શુભકારી દિવસ
  • 19 ફેબ્રુઆરીએ મંગલકારી દિવસ
  • 20 ફેબ્રુઆરીએ પુનિતકારી દિવસ
  • 21 ફેબ્રુઆરીએ હિતકારી દિવસ
  • 22 ફેબ્રુઆરીએ કલ્યાણકારી દિવસ

આ પણ વાંચો: Sabarkantha : કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાના બાળ વૈજ્ઞાનિકોની કૃતિ રાજ્યમાં પ્રથમ આવી

Tags :
Advertisement

.