Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : જર્જરિત મકાનોના વિજ કનેક્શન કાપવાની સાથે સિલિંગની કામગીરી જારી

VADODARA : વડોદરા (VADODARA) સહિત રાજ્યમાં ચોમાસુ ગમે ત્યારે દસ્તક દે તેવી આગાહીઓ થઇ રહી છે. ત્યારે આજરોજ પાલિકા અને ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ દ્વારા લોખંડી બંદોબસ્ત વચ્ચે માંજલપુર વિસ્તારમાં આવેલા હાઉસિંગના જર્જરિત મકાનોના વિજ કનેક્શન કાપવાની સાથે સિલિંગની કામગીરી...
03:44 PM Jun 22, 2024 IST | PARTH PANDYA

VADODARA : વડોદરા (VADODARA) સહિત રાજ્યમાં ચોમાસુ ગમે ત્યારે દસ્તક દે તેવી આગાહીઓ થઇ રહી છે. ત્યારે આજરોજ પાલિકા અને ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ દ્વારા લોખંડી બંદોબસ્ત વચ્ચે માંજલપુર વિસ્તારમાં આવેલા હાઉસિંગના જર્જરિત મકાનોના વિજ કનેક્શન કાપવાની સાથે સિલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા સ્થાનિકોને અગાઉ જરૂરી રીનોવેશન કરાવવા માટે જણાવાયું હતું. તેમ છતાં કોઇ પગલાં નહી લેતા હવે વિજ કનેક્શન કાપવાની સાથે સિલિંગની કામરીગી હાથ ધરવામાં આવી રહી છે.

રીનોવેશન અંગે તાકીદ

વડોદરા પાલિકા દ્વારા જર્જરિત ઇમારતો ચોમાસા સમયે મુશ્કેલી ઉભી ન કરે તે માટે તેમાં રીનોવેશન કરાવવા અંગે અગાઉ સ્થાનિકોને તાકીદ કરવામાં આવી હતી. શહેરના અનેક વિસ્તારોમાં આવેલા હાઉસિંગના મકાનો જર્જરિત હાલતમાં છે. ત્યારે રીનોવેશન કરાવવા અંગેની તાકીદ બાદ પણ કોઇ નક્કર કામગીરી હાથ ધરવામાં નહી આવતા પાલિકા તેમજ ગુજરાત હાઉસિંગની ટીમો દ્વારા આજે માંજલપુર વિસ્તારમાં સિલિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેને લઇને સ્થાનિકોમાં ભારે ઉચાટની લાગણી જોવા મળી રહી છે.

નોટીસ અનેક વખત પાઠવવામાં આવી

વડોદરાના દક્ષિણઝોનના કાર્યપાલક ઇજનેર અનુપ પ્રજાપતિ જણાવે છે કે, માંજલપુર વિસ્તારમાં આવેલી પાર્થ ભૂમિ 1 - 2 અને મારૂતિધામ વિસ્તાર છે. અહિંયા ગુજરાત હાઉસિંગ બોર્ડ (GUJARAT HOUSING BOARD) ના મકાનો આવેલા છે. જે જર્જરિત હાલતમાં છે. ગુજરાત હાઉસિંગ અને વડોદરા પાલિકા દ્વારા આ લોકોને સંયુક્ત નોટીસ અનેક વખત પાઠવવામાં આવી છે. પરંતુ કોઇ રીપેરીંગ કાર્ય હાથ ધર્યું નથી. જેથી આજરોજ મકાનો સીલ કરવામાં આવ્યા છે. આશરે 20 જેટલા મકાનો સીલ કરવામાં આવ્યા છે. પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો છે. સીલીંગની કામગીરી શાંતિપૂર્વક ચાલી રહી છે. સીલીંગ પહેલા વિજ કનેક્શન પણ કાપવામાં આવી રહ્યા છે.

સંયુક્ત કાર્યવાહી

ગુજરાત હાઉસિંગના કર્મી અમિતભાઇ જણાવે છે કે, આજે આપણે પાર્થ ભૂમિ નું પોકેટ લીધું છે. જે લોકોએ રીપેરીંગ નથી જ કરાવ્યું, જે જર્જરિત છે. જેના (મકાનોના) લીધે કોઇને જાનહાની થઇ શકે તેમ છે. તેવા લોકોના મકાનોના વિજ કનેક્શન કાપવાની અને સિલિંગની કામગીરી ગુજરાત હાઉસિંગ અને પાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 15 જેટલા મકાનો પર કાર્યવાહી થઇ ચુકી છે. આગળ અમારા લિસ્ટમાં જે મકાનો છે, તે પ્રમાણે કાર્યવાહી ચાલે છે.

રીપેરીંગ કરાવો તો બચી જશે

સ્થાનિક રહેવાસી સરલાબેન પ્રવિણભાઇ કાળે જણાવે છે કે, હું 415 નંબરના મકાનમાં રહું છું. મારી લાઇટ અને પાણીના કનેક્શન કાપી નાંખવામાં આવ્યા છે. તો મારે ઘરે મારા પતિ નથી. મારો છોકરો નોકરીએ ગયો છે. તો હું કેવી રીતે છોકરાને બોલાવી શકું, મારી માટે દોડવા કોઇ નથી. અધિકારી એમ કહે છે કે, પેલા સાબેહને મળો, પેલા સાહેબને મળો. હુ કયા સાહેબને મળું. સામે કોઇ એક વ્યક્તિ હોય કે જે સહારો આપશે, તેને હું મળવા જાઉં. તેઓ કહે છે કે, રીનોવેશન કરાવો. તમે મારૂ ઘર જોશો તો પડી ગયું છે. કેટલુંક પડવાની તૈયારીમાં છે. તો આ લોકો કહે છે કે, તમે રીપેરીંગ કરાવો તો બચી જશે. જમીનમાંથી જ મુળ ઉખડી ગયું છે, તો શું જવાબ આપવો તમને. હું કેવી રીતે કહી શકું. અમે અહિંયા 35 વર્ષથી રહીએ છીએ. સોસાયટીમાં નકરા મુળીયા હાલી ગયા છે.

આ પણ વાંચો -- VADODARA : “હવે જવાનું નહી”, શાસક પક્ષના નેતાની કોર્પોરેટરને ટકોર

Tags :
ActionagainstconditiondepartmentGujarathousehousingOLDpoortakeVadodaraVMC
Next Article