Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સુરસાગરના પરિસરમાં પશુ અવશેષ મળી આવતા રોષ

VADODARA : વડોદરા (VADODARA) ની મધ્યમાં આવેલા સુરસાગરના પરિસરમાં પશુ અવશેષ મળી આવતા સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. સુરસાગરની મધ્યમાં ભગવાન સર્વેશ્વર મહાદેવની વિરાટ પ્રતિમા મુકવામાં આવી છે. આજે બપોરના સમયે અહિંયાથી પશુ અવશેષ મળી આવતા હિંદુ સંગઠનો...
vadodara   સુરસાગરના પરિસરમાં પશુ અવશેષ મળી આવતા રોષ

VADODARA : વડોદરા (VADODARA) ની મધ્યમાં આવેલા સુરસાગરના પરિસરમાં પશુ અવશેષ મળી આવતા સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. સુરસાગરની મધ્યમાં ભગવાન સર્વેશ્વર મહાદેવની વિરાટ પ્રતિમા મુકવામાં આવી છે. આજે બપોરના સમયે અહિંયાથી પશુ અવશેષ મળી આવતા હિંદુ સંગઠનો એકત્ર થયા છે. અને આ કૃત્ય કરનાર સામે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

લોકોમાં રોષ વ્પાપી જવા પામ્યો

વડોદરાની મધ્યમાં સુરસાગર આવેલું છે. અને સુરસાગરની મધ્યમાં સુવર્ણ મઢીત સર્વેશ્વર મહાદેવની વિરાટ પ્રતિમા મુકવામાં આવી છે. તાજેતરમાં સુરસાગરનું રીડેવલપમેન્ટ કરીને તેની સુંદરતામાં વધારો થાય તેવું બાંધકામ તેના ફરતે કરવામાં આવ્યું છે. આજે બપોરના સમયે સુરસાગરના પગથિયે પશુ અવશેષ મળી આવતા લોકોમાં રોષ વ્પાપી જવા પામ્યો છે. પશુ અવશેષ મળતા હિંદુ સંગઠન ધીરે ધીરે એકત્ર થઇને આ વાતનો વિરોધ નોંધાવી રહ્યા છે. અને આ મામલે પોલીસ ફરિયાદ હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવી રહ્યા છે.

શાંતિ ડહોળવાનો પ્રયત્ન

બજરંગ દળના અગ્રણી મીડિયાને જણાવે છે કે, પ્રશાસનને કહેવા માંગુ છું કે, આ કેટલાય વખતથી ચાલી રહ્યું છે, પ્રશાસન ઉંઘતું ઝડપાય છે. તાજેતરમાં વાડી વિસ્તારમાં માંસ ફેંકીને શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. દર વખતે આવું થાય જ છે. પ્રશાસન કહે છે કે, શાંતિ બેઠક કરી છે, તો શું આ તેનું પરિણામ છે ! અને જો આ પરિણામ હોય તો શાંતિ બેઠક કરવાનો શું મતલબ છે ! આ લોકો શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ અંગે અમે પોલીસ ફરિયાદ કરવા જઇ રહ્યા છે. આવું કેમ થઇ રહ્યું છે તે નથી સમજાતું. જાગૃત નાગરિક જણાવે છે કે, આવું થવું ન જોઇએ. કારણકે કોઇની આસ્થાને ઠેસ પહોંચે તેવું કામ ન કરવું જોઇએ. પોલીસ કમિશનરને કહેવાનું કે, આ કૃત્ય કરનાર કોઇ પણ હોય તેની સામે કડક કાર્યવાહી કરો.

Advertisement

આ પણ વાંચો --  VADODARA : કચરાની ગાડીમાંથી લીકેજની તપાસમાં નવી જ વાત સામે આવી

Advertisement
Tags :
Advertisement

.