ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : વ્યાજખોરોના ત્રાસથી સોની પરિવારનો માળો વિખેરાયો

VADODARA : વડોદરાના તરસાલી વિસ્તારમાં શેરડીના રસનું કોલુ ચલાવતા સોની પરિવારનો માળો વ્યાજખોરોના ત્રાસથી વિખેરાયો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ કેસમાં આ ઘટનામાં સોની પરિવારના ત્રણ સભ્યોનું શેરડીના રસમાં ભેળવીને ઝેર ગટગટાવવાને કારણે મૃત્યુ થયું છે. જ્યારે પરિવારના...
11:26 AM May 17, 2024 IST | PARTH PANDYA
Representative Image

VADODARA : વડોદરાના તરસાલી વિસ્તારમાં શેરડીના રસનું કોલુ ચલાવતા સોની પરિવારનો માળો વ્યાજખોરોના ત્રાસથી વિખેરાયો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ કેસમાં આ ઘટનામાં સોની પરિવારના ત્રણ સભ્યોનું શેરડીના રસમાં ભેળવીને ઝેર ગટગટાવવાને કારણે મૃત્યુ થયું છે. જ્યારે પરિવારના મોભી હાલ નાજુક હાલતમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.

20 ટકાના ઉંચા વ્યાજે રૂ. 9 લાખ લીધા

વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતા સોની પરિવારે સામુહિત આપઘાત કર્યો હોવાની ઘટનાને લઇ સૌ કોઇ ચોંકી ઉઠ્યા છે. આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, 1 મે ના રોજ ચેતન સોની શેરડીનો રસ ઘરે લાવ્યા હતા. તેમાં ઝેર ભેળવીને તેમણે પત્ની, પુત્ર અને પિતાને પીવડાવી દીધું હતું. હાલ ચેતન સોની સિવાયના તમામ સભ્યોના મૃત્યું થયા છે. ગતરોજ ચેતન સોનીની તબિયતમાં સુધારો જણાતા મકરપુરા પીઆઇ દ્વારા તેમનું નિવેદન લેવામાં આવ્યું હતું. તેમાં ચેતન સોનીએ ઘર ખર્ચ અને ધંધા માટે ત્રણ શખ્સો પાસેથી 20 ટકાના ઉંચા વ્યાજે રૂ. 9 લાખ લીધા હોવાનું જણાવ્યું હતું. તેનું વ્યાજ ચુકવી નહી શકતા તેઓ આર્થિક સંકડામણમાં ઘેરાયા હતા. બીજી તરફ વ્યાજખોરો દ્વારા આ મામલે કડક ઉઘરાણી કરવામાં આતા તેઓ સતત તાણમાં રહેતા હતા. વ્યાજખોરો દ્વારા તેમને ધમકી પણ આપવામાં આવતી હતી. આખરે તેમણે સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

ડીડી લેવાની તજવીજ

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, ચેતન સોનીની તબિયત સુધારા પર હોવાથી અને તેઓ નિવેદન આપી શકે તેવી સ્થિતીમાં હોવાથી તેમનુ ડીડી લેવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. ખુબ જ ટુંકા ગાળામાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

વેપારી પાસેથી સાઇનાઇટ ખરીદ્યું

હાલ સપાટી પર આવતી વિગતો પ્રમાણે, ચેતન સોની અગાઉ દાગીનાનું કાન કરતા હતા. દાગીના સાફ કરવા માટે ગોલ્ડ પોટેશીયમ સાઇનાઇડનો ઉપયોગ કરતા હતા. અને બાજવાડાના વેપારી પાસેથી સાઇનાઇડન ખરીદતા હતા. તેમણે સામુહિક આપઘાત કરતા પહેલા પણ વેપારી પાસેથી સાઇનાઇટ ખરીદ્યું હોવાનું હાલ તબક્કે સામે આવી રહ્યું છે. જેને લઇને પોલીસ વેપારીની પણ પુછપરછ હાથ ધરી શકે તેમ છે.

આ પણ વાંચો -- VADODARA : RPF ની મહેનત પુરસ્કૃત કરતા રેલવે સત્તાધીશો

Tags :
drinkfamilyFROMinjuicelendersmoney recoverypoisonReasonsoniStrictsugarcaneVadodara
Next Article