Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : "અમારે જુનુ મીટર જોઇએ", વિજ કચેરીએ હલ્લાબોલ

VADODARA : વડોદરા (VADODARA - SMART ELECTRICITY METER CONTROVERSY) ની અલકાપુરી વિજ કચેરીમાં આજે સ્માર્ટ મીટરથી ત્રસ્ત ગ્રાહકો દ્વારા હલ્લાબોલ કરાવવામાં આવ્યું છે. વિજ કચેરીએ આવેલી મહિલાઓ આક્રોષિત થઇને જુનુ મીટર આપવાની માંગ કરી રહી હતી. મહિલાઓ ગરીબ પરિવારમાંથી આવતા...
vadodara    અમારે જુનુ મીટર જોઇએ   વિજ કચેરીએ હલ્લાબોલ

VADODARA : વડોદરા (VADODARA - SMART ELECTRICITY METER CONTROVERSY) ની અલકાપુરી વિજ કચેરીમાં આજે સ્માર્ટ મીટરથી ત્રસ્ત ગ્રાહકો દ્વારા હલ્લાબોલ કરાવવામાં આવ્યું છે. વિજ કચેરીએ આવેલી મહિલાઓ આક્રોષિત થઇને જુનુ મીટર આપવાની માંગ કરી રહી હતી. મહિલાઓ ગરીબ પરિવારમાંથી આવતા હોવાના કારણે સ્માર્ટ વિજ મીટરનું મોટું બિલ તેમની મુશ્કેલીએ વધારી રહ્યું હોવાનું જણાવ્યું હતું. આ તકે વિજ કંપનીના કર્મચારીઓની મદદ પહોંચેલી પોલીસને માઠો અનુભવ થયો હતો. વિજ કર્મીએ શાંતિપૂર્વક વર્તવાની જગ્યાએ તેમની જોડે જ તુતુમેમે શરૂ કરી દીધી હતી.

Advertisement

છોકરાઓને ભણાવે કે બીલ ભરીએ

વિજ કંપનીની કચેરીએ વિરોધ કરતી મહિલાઓ જણાવે છે કે, અમે સ્માર્ટ વિજ મીટર ન્હતા નખાવતા, અમને ધમકી આપીને મીટર નંખાવવામાં આવ્યા છે. અમે ગરીબ માણસ લાવીએ ક્યાંથી, અમને જુના વિજ મીટર પાછા આપો. અમને જુના મીટર નહિ આપે તો અમે આગળ રજુઆત કરવા જઇશું. રૂ. 10 હજાર પગાર હોય તો, છોકરાઓને ભણાવે, ગેસનો બોટલ લાવે કે પછી બીલ ભરીએ. નવા મીટર નાંખવા આવ્યા ત્યારે પોલીસને ન્હોતી બોલાવી, આજે અમે રજુઆત કરવા આવ્યા છીએ ત્યારે પોલીસને બોલાવી છે. અમને બેસાડી દે તો વાંધો નહિ, પણ અમારે જુના મીટર જોઇએ છે. મારો ઘરવાળો મજુરીકામ કરે છે. પહેલા રૂ. 3 હજારનું બીલ ભર્યું, તે પતી ગયું છે, હવે રૂ. 1800 છે. 15 દિવસમાં પતી જશે તો અમે લાવીશું ક્યાંથી !

અમારે બીજુ કંઇ જોઇતું નથી

અન્ય મહિલા જણાવે છે કે, હું સવારે નોકરી પર ગઇ ત્યારની લાઇ ન્હતી, મારા ઘરના વૃદ્ધા બહાર બેસી રહ્યા હતા. હું સાંજે નોકરી પરથી આવી ત્યાં સુધી તે બહાર હતા. રાત્રે લાઇટ આવી હતી. અમે ધડીએ ધડીએ પૈસા ક્યાંથી લાવીએ. દર થોડાક વખતમાં પૈસા માઇનસમાં જતા રહે છે. જે રીતે જુનુ મીટર કાઢી ગયા છે, તે રીતે નાંખી જાય. અમારે બીજુ કંઇ જોઇતું નથી. તમામ મહિલાઓ એક જ રટણ કરતા હતા, અમારે જુનુ મીટર જ જોઇએ છે.

Advertisement

શાંતિની અપીલ કરવા માટે આવીએ

બંદોબસ્તમાં આવેલા પોલીસ જવાન જણાવે છે કે, આ સિસ્મટ નવી છે. લોકોને તેને ઓપરેટ કરવામાં મુશ્કેલી આવી રહી છે. ઘણા બધા પ્રશ્નો છે. અમારા હાથમાં માત્ર શાંતિની અપીલ કરવાનું આવે છે. જેથી પબ્લીક ઉશ્કેરાઇને કાયદો કાનુન હાથમાં લઇને ગુનેગાર ન બને. આ પબ્લીકની સંપત્તિ છે. અને તેની તોડફોન ન કરે. અમે શાંતિની અપીલ કરવા માટે આવીએ છીએ. તેમની રજુઆત સાંભળવામાં આવે છે.

આ પણ વાંચો -- VADODARA : ટેમ્પો રોડ સાઇડમાં દબાવતા અકસ્માતની વણઝાર

Advertisement

Tags :
Advertisement

.