Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : આર્મી જવાનને ભોળવી મોબાઇલ-ATM કાર્ડ સેરવી લીધા

VADODARA : વડોદરા (VADODARA) ના રેલવે સ્ટેશન પર પુત્રને મળવા આવેલા આર્મી જવાનને વાતોમાં ભોળવી દઇને તેનો મોબાઇલ તથા તેના ખીસ્સામાં રાખેલું એટીએમ કાર્ડ સેરવવામાં બે ગઠિયાઓ સફળ રહ્યા હતા. બાદમાં બેંકમાંથી રૂ. 1.70 લાખ ઉપડી ગયા હોવાનું ધ્યાને આવ્યું...
vadodara   આર્મી જવાનને ભોળવી મોબાઇલ atm કાર્ડ સેરવી લીધા

VADODARA : વડોદરા (VADODARA) ના રેલવે સ્ટેશન પર પુત્રને મળવા આવેલા આર્મી જવાનને વાતોમાં ભોળવી દઇને તેનો મોબાઇલ તથા તેના ખીસ્સામાં રાખેલું એટીએમ કાર્ડ સેરવવામાં બે ગઠિયાઓ સફળ રહ્યા હતા. બાદમાં બેંકમાંથી રૂ. 1.70 લાખ ઉપડી ગયા હોવાનું ધ્યાને આવ્યું હતું. આખરે આ મામલે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ વડોદરા રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

બે શખ્સોએ વાત કરી

વડોદરા રેલવે સ્ટેશન પોલીસ મથકમાં સૌરભ દિલીપભાઇ બાપુરાવ (શિંદે) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે પારૂલ યુનિવર્સિટીમાં ભણે છે. તેના પિતા દિલીપભાઇ શિંદે આરમીમાં અમૃતસર, પંજાબ ખાતે આર્મીમાં ફરજ બજાવે છે. તેઓ દિકરાને મળવા માટે ટ્રેનમાં વડોદરા આવ્યા હતા. અને પ્લેટ ફોર્મ નં - 1 પાસે દિકરાના આવવાની રાહ જોતા હતા. તેવામાં તેમની આજુબાજુમાં બેઠેલા બે શખ્સોએ તેમની સાથે વાત કરી હતી. અને પુછ્યું કે, તમારે ક્યાં જવાનું છે. તેમણએ સામે જવાબ આપ્યો, દરમિયાન તેણે દુરથી ટીકીટ બતાવીને જણાવ્યું કે, અમારે દિલ્હી જવાનું છે. બાદમાં બંને તેમને મુસાફર ખાનાની બેંચ પર બેસવા માટે લઇ ગયા હતા.

વાતચીત ચાલુ રાખી

બાદમાં ફોન કરવો છે કહીને તેમનો ફોન માંગ્યો હતો. પછી શખ્સે તેમનાથી દુર જઇને ફોન પર વાત કરી હતી. તેવામાં પાસે બેઠેલા શખ્સે ખીસ્સામાંથી એટીએમ કાઢી લીધું હતું. અને વાતચીત ચાલુ રાખી હતી. બાદમાં અન્ય ઇસમ ફોન પર વાત કરીને પરત આવતા તેની પાસેથી ફોન માંગવામાં આવ્યો હતો. ત્યારે તેણે જવાબ આપ્યો કે, તમારી બેગમાં મુકી દીધો છે. બાદમાં તે ત્યાંથી જતો રહ્યો હતો.

Advertisement

સીસીટીવીમાં કંઇ ન મળ્યું

જે બાદ તેના પિતાએ ફોન કરવા માટે બેગમાં શોધતા તે મળી આવ્યો ન્હતો. અને ખીસ્સામાં જોતા એટીએમ પણ મળ્યું ન્હતું. બાદમાં તેમણે આસપાસમાં શોધખોળ કરી હતી. પરંતુ કોઇ સફળતા મળી શકી ન્હતી. આખરે તે અંગે રેલવે પોલીસમાં જાણ કરવામાં આવી હતી. સ્ટાફના કર્મચારીઓ જોડે સીસીટીવી જોતા તેઓ દેખાઇ આવ્યા ન્હતા. બીજા દિવસે મહારાષ્ટ્રની બેંકમાં જઇને તપાસ કરતા એકાઉન્ટમાંથી રૂ. 1.70 લાખનો ઉપાડ થયો હોવાનું ધ્યાને આવ્યું હતું.

વધુ કાર્યવાહી હાથ ધરી

આખરે મોબાઇલ તથા રૂપીયા મળીને કુલ. 1.84 લાખની ઠગાઇ મામલે અજાણ્યા શખ્સો સામે વડોદરા રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : SOG ની રેડમાં શંકાસ્પદ માંસનો મોટો જથ્થો મળી આવ્યો

Tags :
Advertisement

.