Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : રથયાત્રાની તૈયારીઓ શરૂ, પોલીસ કમિશનર પહોંચ્યા મંદિર

VADODADRA: વડોદરા (VADODARA RATHYATRA) માં વર્ષોથી ઇસ્કોન (ISKON) મંદિર દ્વારા અષાઢી બીજ પર્વ પર શહેરની સૌથી મોટી રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. 7, જૂલાઇના રોજ રથયાત્રા યોજાનાર છે. તે પહેલા ગતરોજ શહેર પોલીસ કમિશનર (VADODARA POLICE COMMISSIONER) અને ડીસીપી,...
vadodara   રથયાત્રાની તૈયારીઓ શરૂ  પોલીસ કમિશનર પહોંચ્યા મંદિર

VADODADRA: વડોદરા (VADODARA RATHYATRA) માં વર્ષોથી ઇસ્કોન (ISKON) મંદિર દ્વારા અષાઢી બીજ પર્વ પર શહેરની સૌથી મોટી રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે. 7, જૂલાઇના રોજ રથયાત્રા યોજાનાર છે. તે પહેલા ગતરોજ શહેર પોલીસ કમિશનર (VADODARA POLICE COMMISSIONER) અને ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથજીના દર્શનાર્થે પહોંચ્યા હતા. જ્યાં ઇસ્કોન મંદિરના મહંત હાજર રહ્યા હતા. પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રથયાત્રાના પરીપ્રેક્ષ્યમાં ચર્ચા થઇ હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે.

Advertisement

વિશેષ બંદોબસ્ત

રથયાત્રાને હવે માત્ર એક મહિના જેટલો જ સમય બચ્યો છે, ત્યારે તેની તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. વડોદરામાં ઇસ્કોન મંદિર દ્વારા સ્ટેશનથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરીને પરત ફરે છે. લાખોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથજી પરિવારના દર્શન કરવા માટે ઉમટી પડે છે. આ સમયે રથયાત્રાને ધ્યાને રાખીને શહેર પોલીસ દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે. જે અંગેની તૈયારીઓના અનુસંંધાને તાજેતરમાં શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઇસ્કોન મંદિર પહોંચ્યા હતા. અને રથયાત્રાના પરિપ્રેક્ષ્યમાં ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement

અમે ભગવાનના આશિર્વાદ લીધા

શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર (NARASIMHA KOMAR - IPS) જણાવે છે કે, ભગવાનના દર્શન કર્યા છે. મંદિરનો આધ્યાત્મિક માહોલ ગમ્યો છે. સાથે જ રથયાત્રાના પરીપ્રેક્ષ્યમાં પણ ચર્ચા કરવામાં આવી છે. જેમ જેમ રથયાત્રાનો સમય નજીક આવશે તેમ વધારે જણાવીશું. અત્યારે અમે ભગવાનના આશિર્વાદ લીધા છે.

Advertisement

શુભેચ્છા દર્શન અને મુલાકાત

ઇસ્કોન મંદિરના મહંત નિત્યાનંદ મહારાજ જણાવે છે કે, મંદિરમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી, સહિતના અધિકારીઓ શુભેચ્છા દર્શન અને મુલાકાત માટે આવ્યા હતા. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સંદર્ભમાં સુંદર માહોલ અને વાતાવરણમાં વાર્તાલાપ થયો છે. રથયાત્રા અંતર્ગત 22 જૂનના રોજ જલાભિષેક, મહાભોગ, આરતી-પુજા થશે. ત્યાર બાદ પટ બંધ થશે. 7 જૂલાઇના રોજ અષાઢી બીજના દિવસે પટ ખુલશે, અને રથયાત્રા યોજાશે. રથ બહાર નિકળી ચુક્યો છે. તેના મેઇન્ટેનન્ટનું કામ મોટું હોય છે. તે શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : 10 વર્ષથી ભાગતા આરોપીઓને દબોચી લેનાર જવાનો સન્માનિત

Tags :
Advertisement

.