Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રથયાત્રાએ અમી છાંટણા: ક્યાંક મેઘ મહેર તો ક્યાંક મેઘ કહેર, રાજયમાં સર્વત્ર ચોમાસું

ગુજરાતમાં હાલમાં ચોમાસું બેઠું છે ત્યારે એક તરફ ખેડૂતોમાં મેધરાજાના આગમનથી ઉત્સાહ છે તો બીજી તરફ વધુ વરસાદના કારણે ગુજરાતના બોરસદમાં અનાધાર પડી રહેલાં વરસાદને પગલે મેઘતાંડવ સર્જાઇ રહ્યું છે. આજે રથયાત્રાના પાવન પર્વ પર અમીછાંટણા થતાં લોકોમાં સારા ચોમાસાની ઉત્સાહ દેખાઇ રહ્યો છે. જો કે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં મેઘરાજા છેલ્લા કેટલાક દિવસોથી ધમાકેદાર બેટàª
રથયાત્રાએ અમી છાંટણા  ક્યાંક મેઘ મહેર તો ક્યાંક મેઘ કહેર  રાજયમાં સર્વત્ર ચોમાસું
ગુજરાતમાં હાલમાં ચોમાસું બેઠું છે ત્યારે એક તરફ ખેડૂતોમાં મેધરાજાના આગમનથી ઉત્સાહ છે તો બીજી તરફ વધુ વરસાદના કારણે ગુજરાતના બોરસદમાં અનાધાર પડી રહેલાં વરસાદને પગલે મેઘતાંડવ સર્જાઇ રહ્યું છે. આજે રથયાત્રાના પાવન પર્વ પર અમીછાંટણા થતાં લોકોમાં સારા ચોમાસાની ઉત્સાહ દેખાઇ રહ્યો છે. જો કે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં મેઘરાજા છેલ્લા કેટલાક દિવસોથી ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. તેથી જનજીવન ખોરવાયું છે.  

ઉત્તર ગુજરાતમાં હજુ સુધી સામાન્ય વરસાદ
જોકે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હજુ સુધી સામાન્ય વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવે રાજ્યભરમાં ચોમાસું જામી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ચાર દિવસ સુધી હળવાથી ભારે વરસાદની સંભાવના છે. જો કે આજે વરસાદ મનમૂકીને વરસી રહ્યો છે. બોટાદમાં આજે ગાજવીજ સાથે વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં છે. રાણપુર શહેરના ઘણાં વિસ્તારોમાં  પાણી ભરાયાં છે. સૌથી વરસાદ પડતાં લોકોમાં ભયનો માહોલ જોવાં મળ્યો છે. જનજીવન ખોરવાયું છે. 

સુરતમાં મેધકહેર 
બીજી તરફ રાજ્યમાં ચોમાસું ખીલી રહ્યું છે. ઉત્તર ગુજરાત, મધ્ય, દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં મેધો મન મૂકીને વરસી રહ્યો છે. સુરતમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ કહેર વર્તાવ્યો છે. બે દિવસમાં 9 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. સુરતના અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયાં છે.  વરાછાના કાપોદ્રાથી લઈને વેસુના ભગવાન મહાવીર કોલેજ સુધી પાણી જ પાણી દેખાયા છે. તમામ જગ્યાઓ પર ગોઠણ સુધીના પાણી ભરાયા હોવાનું નજરે પડી રહ્યું છે. ગઇકાલ  સવારથી સુરતમાં વરસતા વરસાદના પગલે શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ગયાં હતાં. રાત્રે 11થી લઈને સવારે 6 વાગ્યા સુધીમાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. રાત્રે શરૂ થયેલો વરસાદ આજે સવારથી પણ યથાવત રહ્યો છે. સુરતમાં અત્યાર સુધીમાં એક ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. 

વીરપુરમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદ
ગોંડલમાં 1 કલાકમાં અઢી અને વીરપુરમાં બે કલાકમાં અઢી ઇંચ વરસાદથી જળબંબાકાર, નદીમાં ઘોડાપૂર, રાજકોટમાં 1 ઇંચગોંડલની નાની બજારમાં ગોઠણડૂબ પાણી ભરાતા વાહનચાલકો પરેશાન બન્યા છે. હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગોંડલની ભવનાથ, રાધાકૃષ્ણ, કૈલાશબાગ અનેનાની બજાર સહિતના વિસ્તારો જળબંબાકાર થયા છે. ભારે વરસાદથી ગોંડલના માર્કેટિંગ યાર્ડમાં પાણી ભરાયા છે. શહેરના માધાપર, રેસકોર્સ, જામનગર રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ગોંડલ અને યાત્રાધામ વીરપુરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ સવારના 6થી બપોરના 3.30 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં એક ઇંચ, ઇસ્ટ ઝોનમાં 15 મીમી અને વેસ્ટ ઝોનમાં 10 મીમી વરસાદ 
Advertisement
Tags :
Advertisement

.