Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પાર્કિંગ અંગે થયેલી બબાલમાં વૃદ્ધને બેરહેમી પૂર્વક મારતા મોત

VADODARA : વડોદરા (VADODARA) ના સરદાર ભવનના ખાંચામાં પાર્કિંગ બાબતે બોલાચાલી થયા બાદ મારામારી થઇ હતી. જેમાં ચાર જેટલા શખ્સો વૃદ્ધ પર તુટી પડતા તેઓ બેભાન થયા હતા. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવતા ફરજ પરના તબિબો દ્વારા તેમને...
vadodara   પાર્કિંગ અંગે થયેલી બબાલમાં વૃદ્ધને બેરહેમી પૂર્વક મારતા મોત

VADODARA : વડોદરા (VADODARA) ના સરદાર ભવનના ખાંચામાં પાર્કિંગ બાબતે બોલાચાલી થયા બાદ મારામારી થઇ હતી. જેમાં ચાર જેટલા શખ્સો વૃદ્ધ પર તુટી પડતા તેઓ બેભાન થયા હતા. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવતા ફરજ પરના તબિબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટનામાં સ્થાનિક પોલીસ દ્વારા બે શખ્સોની અટકાયત કરવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

મૃતક - રમેશભાઇ રાઠોડ

મૃતક - રમેશભાઇ રાઠોડ

બુમાબુમ થતા ઘરના દોડી આવ્યા

વડોદરાના સરદાર ભવનના ખાંચામાં હનુમાન વાડી આવેલી છે. અહિંયા આજે તેરમાની વિધી હતી. જેમાં બહારગામથી પણ લોકો આવ્યા હતા. દરમિયાન વિધી પૂર્ણ થયા બાદ મહિલાઓ પરત જવા માટે બહાર ઉભા હતા. દરમિયાન સ્થાનિક ચાર-પાંચ લોકો દ્વારા પાર્કિંગ બાબતે તેમને ધક્કો મારવામાં આવ્યો હોવાનું હાલ તબક્કે સામે આવી રહ્યું છે. જે બાદ કુટુંબના મોભી રમેશભાઇ રાઠોડ (ઉં. 63) એ દરમિયાનગીરી કરી હતી. તો તે શખ્સો તેમના પર તુટી પડ્યા હતા. અને તેમને છાતીમાં માર મારવામાં આવ્યો હતો. તેવામાં બુમાબુમ થતા ઘરના લોકો દોડી આવ્યા હતા. અને તેમને છોડાવ્યા હતા. તમામ તુટી પડતા રમેશભાઇ રાઠોડ સ્થળ પર જ બેભાન થઇ ગયા હતા. બાદમાં તેમને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના હાજર તબિબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા છે.

Advertisement

છાતીમાંને છાતીમાં માર માર્યો

મૃતકના સ્વજને જણાવ્યું કે, આજે સરદાર ભવનના ખાંચામાં હનુમાન વાડી ખાતે મારી બાનું તેરમું હતું. અમે તેરમાની વિધી કરવા માટે આવ્યા હતા. બધુ પતી ગયું હતું એટલે અમે ઘરે જવાની તૈયારી કરતા હતા. તેમાં મહિલાઓ નીચે ઉભી હતી. ત્યાં વાહન પાર્કિંગ મામલે બોલાચાલી થતા તેમને ધક્કો મારવામાં આવ્યો હતો. જેમાં મારા કાકા બોલવા જતા તેમને છાતીમાંને છાતીમાં માર માર્યો હતો. મારા કાકાનું ત્યાં જ મોત થઇ ગયું હતું. બાદમાં તેમને તબિબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા છે. અમે બહારથી આવ્યા છીએ, કોઇને ઓળખતા નથી. આ મામલે કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ. કડક કાર્યવાહી કરવા માટે અમારી માંગ છે.

ખરેખર ચિંતાનો વિષય

અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં પાર્કિંગને લઇને ઝઘડા સમયાંતરે સામે આવતા રહે છે. ત્યારે હવે આ ઝઘડા જીવલેણ બની શકે છે તે વાતની પ્રતિતી કરાવે તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જે ખરેખર ચિંતાનો વિષય છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : મોડી રાત્રે ખંડેરાવ માર્કેટ પાસે બબાલ, દહેશતનો વિડીયો વાયરલ

Tags :
Advertisement

.