Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સિક્સ ફટકારી સ્ટીવ સ્મિથે પોતે જ Free Hit નું સિગ્નલ આપ્યું, Video

ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ (AUS vs NZ) વચ્ચેની ત્રીજી વનડેમાં સ્ટીવ સ્મિથે શાનદાર ઇનિંગ રમી હતી. સ્મિથે બે વર્ષ બાદ ODI ક્રિકેટમાં સદી ફટકારી હતી. પરંતુ આ મેચમાં એક એવી ઘટના જોવા મળી, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મેચમાં સિક્સર ફટકાર્યા પછી, સ્ટીવ સ્મિથે પ્રથમ અમ્પાયરને તેની ભૂલો બતાવી અને નો બોલની માંગણી કરતી વખતે ફ્રી હિટ આપવા માટે ઈશારો કરવાનું શરૂ કર્યું.ઓસ્ટ્રેલિયા અને નà«
સિક્સ ફટકારી સ્ટીવ સ્મિથે પોતે જ free hit નું સિગ્નલ આપ્યું  video
ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ (AUS vs NZ) વચ્ચેની ત્રીજી વનડેમાં સ્ટીવ સ્મિથે શાનદાર ઇનિંગ રમી હતી. સ્મિથે બે વર્ષ બાદ ODI ક્રિકેટમાં સદી ફટકારી હતી. પરંતુ આ મેચમાં એક એવી ઘટના જોવા મળી, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. મેચમાં સિક્સર ફટકાર્યા પછી, સ્ટીવ સ્મિથે પ્રથમ અમ્પાયરને તેની ભૂલો બતાવી અને નો બોલની માંગણી કરતી વખતે ફ્રી હિટ આપવા માટે ઈશારો કરવાનું શરૂ કર્યું.
ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ODI મેચમાં આવી ઘટના બની, જેના પછી લોકોએ સોશિયલ મીડિયા પર સ્ટીવ સ્મિથના જોરદાર વખાણ કર્યા. વાસ્તવમાં, જ્યારે સ્ટીવ સ્મિથ મેચ દરમિયાન બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે તેણે ન્યૂઝીલેન્ડના ફિલ્ડ પ્લેસમેન્ટમાં એક ભૂલ પકડી લીધી, ત્યારબાદ તેણે અમ્પાયરને નો બોલ માટે કહ્યું અને તે બોલ પર ઓસ્ટ્રેલિયાને નો બોલ મળ્યો. જે બાદ સ્ટીવ સ્મિથ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યો હતો. મહત્વનું છે કે, મેચની પ્રથમ ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાની ટીમ બેટિંગ કરી રહી હતી ત્યારે ઇનિંગની 37મી ઓવરના બીજા બોલ પર સ્મિથે ઓફ સ્ટમ્પની બહાર સિક્સર ફટકારી હતી. સિક્સર ફટકાર્યા બાદ સ્મિથે ફ્રી હિટ માટે ઈશારો શરૂ કર્યો. જોકે, આ બોલ પર ન તો બોલર ઓવરસ્ટેપ થયો કે ન તો બોલ સીધો કમરની ઉપર આવ્યો.
Advertisement

મહત્વનું છે કે, ન્યૂઝીલેન્ડે ભૂલથી પાંચ ફિલ્ડરોને બાઉન્ડ્રી પર લગાવી દીધા હતા, ICCના નિયમો અનુસાર 11 થી 40 ઓવરની વચ્ચે માત્ર ચાર ફિલ્ડર જ બાઉન્ડ્રી લાઇન પર રહી શકે છે. સ્મિથે આ ભૂલ શોટ રમતા પહેલા જ જોઈ અને સિક્સર ફટકાર્યા બાદ અમ્પાયરે ફિલ્ડરોની ગણતરી શરૂ કરી. તેણે અમ્પાયરને નો બોલ માટે કહ્યું અને ફ્રી હિટ માટે સંકેત આપ્યો. બાદમાં અમ્પાયરે તેનો નિર્ણય સ્વીકારી લીધો અને બોલને નો બોલ આપ્યો. જોકે સ્મિથ આ નો બોલનો ફાયદો ઉઠાવી શક્યો ન હતો, પરંતુ જિમી નીશમના સ્લો બાઉંસર પર સ્મિથ એક પણ રન બનાવી શક્યો નહોતો.
ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથે યોગ્ય સમયે ફોર્મ હાંસલ કર્યું છે. આ શ્રેણી પછી, 20 સપ્ટેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણી રમાવાની છે, ત્યારબાદ 16 ઓક્ટોબરથી T20 વિશ્વનું કાઉન્ટ-ડાઉન શરૂ થશે. જેમાં સ્મિથ પોતાની ટીમ માટે મોટી ભૂમિકા ભજવી શકે છે.
ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ હાલમાં જ 1021 દિવસ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી છે, જ્યારે આ તેની T20 માં પ્રથમ સદી છે. જ્યારે હવે સ્મિથે પણ 546 દિવસ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની સદી ફટકારી છે. બંને ખેલાડીઓ લાંબા સમય સુધી મોટી ઇનિંગ્સ માટે લડતો જોવા મળ્યો હતો. જે બાદ આ બંને ખેલાડીઓએ પોતપોતાની સદીઓ બાદ રાહતનો શ્વાસ લીધો હશે. જણાવી દઈએ કે સ્મિથ અને કોહલી વર્તમાન સમયમાં વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં સામેલ છે.
Tags :
Advertisement

.