Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સ્માર્ટ મીટર હટાવવાની માંગ સાથે મોરચો વિદ્યુત ભવન પહોંચ્યો

VADODARA : વડોદરામાં છેલ્લા કેટલાય સમયથી સ્માર્ટ વિજ મીટરનો કકળાટ (SMART ELECTRICITY METER CONTROVERSY) સામે આવી રહ્યો છે. ત્યારે આજે વડીવાડી ગામના રહીશો સામાજીક અગ્રણી મિતેષ પરમારની આગેવાનીમાં વિજ કંપનીની રેસકોર્ષ સ્થિત મુખ્ય કચેરીએ પહોંચ્યા હતા. અને સ્માર્ટ મીટર હટાવો...
vadodara   સ્માર્ટ મીટર હટાવવાની માંગ સાથે મોરચો વિદ્યુત ભવન પહોંચ્યો

VADODARA : વડોદરામાં છેલ્લા કેટલાય સમયથી સ્માર્ટ વિજ મીટરનો કકળાટ (SMART ELECTRICITY METER CONTROVERSY) સામે આવી રહ્યો છે. ત્યારે આજે વડીવાડી ગામના રહીશો સામાજીક અગ્રણી મિતેષ પરમારની આગેવાનીમાં વિજ કંપનીની રેસકોર્ષ સ્થિત મુખ્ય કચેરીએ પહોંચ્યા હતા. અને સ્માર્ટ મીટર હટાવો અને જુના મીટર લગાવોની માંગ બુલંદ કરી હતી. વિરોધ પ્રદર્શનને પગલે પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અને મામલે સમાધાનકારી વલણ અપનાવ્યું હતું. મોડી સાંજે વિદ્યુત ભવન બહાર પોસ્ટર સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

Advertisement

પોલીસ પણ આવી પહોચી

વડોદરામાં સ્માર્ટ વિજ મીટરનો કકળાટ અટકવાનું નામ નથી લઇ રહ્યો. દિવસેને દિવસે અલગ અલગ વિસ્તારોમાંથી સ્માર્ટ વિજ મીટરની બુમો ઉઠી રહી છે. અને મોરચો સ્થાનિક વિજ કચેરી પહોંચી રહ્યો છે. આજે પહેલી વખત વડીવાડી ગામના રહીશોનો મોરચો વિજ કંપનીની રેસકોર્ષ સ્થિત મુખ્ય કચેરી વિદ્યુત ભવન પહોંચ્યો હતો. અને પોસ્ટર લહેરાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સામાજીક અગ્રણી મિતેષ પરમારે વિરોધ લાંબો ચાલવાનું હોય તેમ જણાવતા પોલીસ પણ આવી પહોચી હતી. અને સમાધાનના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

Advertisement

અઠવાડિયામાં જ રૂ. 2 હજાર થઇ જાય

વિરોધ કરનાર મહિલા જણાવે છે કે, ઉનાળામાં અમારૂ વધારેમાં વધારે 2 મહિનાનું રૂ. 5 હજાર લાઇટ બીલ આવે છે. પરંતુ હવે તો અઠવાડિયામાં જ રૂ. 2 હજાર થઇ જાય છે. તે કોને પોષાય. આ પોષાતુ નથી. અમારે સ્માર્ટ મીટર નથી જોઇતું. અમારે જુનુ જ જોઇએ છે. અડધી રાત્રે બંધ થઇ જાય છે. વિરોધ કરનાર દિવ્યાંગજન જણાવે છે કે, હમણાં રૂ. 2 હજારનું રીચાર્જ કરાવ્યું છે. તે બંધ થઇ ગયું છે. અઠવાડિયા પહેલા અન્યત્રે રજુઆત કરવા ગયા હતા. અને આજે વિદ્યુત ભવનની ઓફિસે આવ્યા છીએ.

જુના મીટર પાછા આપો

વિજ કંપનીના અધિકારીઓને રજુઆત કરનાર મુકેશ પઢીયાર અગ્રણી જણાવે છે કે, આશ્વાસન આપવામાં આવ્યું કે, હાલ ગાંધીનગર બેઠક ચાલી રહી છે. ટુંક સમયમાં આ વાતનો નિવેડો આવશે. ઉપરથી જે સરકાર નિર્ણય લેશે, તે પ્રમાણે થશે. અમારૂ રજુઆત હતી કે, સ્માર્ટ મીટર હટાવો, અને જુના મીટર પાછા આપો. અગાઉ અમારૂ પહેલા બે મહિને રૂ. 2.5 હજારનું બીલ આવતું હતું. તે આજે બે મહિનાનું મીનીમમ બીલ રૂ. 7 હજાર જેટલું આવી રહ્યું છે. પરિવારમાં 10 લોકો હોય તો બીલ રૂ. 12 હજાર જેટલું પણ જઇ શકે છે. મીટર લગડવાને કોઇ સ્પષ્ટ જાણકારી આપવામાં આવી નથી.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : “અમારે જુનુ મીટર જોઇએ”, વિજ કચેરીએ હલ્લાબોલ

Tags :
Advertisement

.