Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : "દાદાને સરનામું મળતું નથી", જાણ થતા જ સ્થિતી પોલીસે સંભાળી

VADODARA : વડોદરા પોલીસ કંટ્રોલ રૂમમાં ગત બપોરના સમયે એક કોલ મળ્યો હતો. તેમાં ફોન કરનારે જણાવ્યું કે, પ્રતાપનગર બ્રિજ નીચે એક દાદા ભુલા પડ્યા છે. અને સરનામું નથી મળતુ. બાદમાં શી ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. અને આખી...
vadodara    દાદાને સરનામું મળતું નથી   જાણ થતા જ સ્થિતી પોલીસે સંભાળી

VADODARA : વડોદરા પોલીસ કંટ્રોલ રૂમમાં ગત બપોરના સમયે એક કોલ મળ્યો હતો. તેમાં ફોન કરનારે જણાવ્યું કે, પ્રતાપનગર બ્રિજ નીચે એક દાદા ભુલા પડ્યા છે. અને સરનામું નથી મળતુ. બાદમાં શી ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. અને આખી સ્થિતી સંભાળી હતી. જેના પરિણામ સ્વરૂપે દાદાનું તેમના પરિજન સાથે સુખદ મિલન થયું હતું.

Advertisement

વૃદ્ધને પોતાનું સરમાનું યાદ ન્હતું

સમગ્ર ઘટનાને લઇને પ્રાપ્ત વિગતો અનુસાર, ગતરોજ બપોરના સવા બે વાગ્યાના અસરામાં પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન વર્ધી આવી હતી. જેમાં જણાવ્યું કે, પ્રતાપનગર બ્રિજ નીચે એક દાદા ભુલા પડ્યા છે. અને સરનામું મળતુ નથી. જે બાદ તાત્કાલિક મકરપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી. મકરપુરા પોલીસ (MAKARPURA POLICE STATION) ની શી ટીમે (SHE TEAM) તાત્કાલિક વૃદ્ધ સુધી પહોંચી હતી. અને તેમની શાંતિપૂર્વક પુછપરછ કરવામાં આવી હતી. વૃદ્ધે પોતાનું નામ સુર્યબલી જણાવ્યું હતું. વૃદ્ધને પોતાનું સરમાનું યાદ ન્હતું, પરંતુ એક વાત યાદ હતી કે, તેમને પુત્ર અમદાવાદ રેલવેમાં નોકરી કરી છે.

વૃદ્ધના ફોટો ગ્રુપમાં આવ્યા

બાદમાં શી ટીમ વૃદ્ધને લઇને રેલવે હેડ ઓફિસ પ્રતાપનગર પહોંચી હતી. ત્યાં જઇને વૃદ્ધની વધુ ઉંડાણપૂર્વક પુછપરછ કરવામાં આવી હતી. બીજી તરફ જાણ્યું કે, વૃદ્ધના ફોટો ગ્રુપમાં આવ્યા હતા, તેમાંથી નંબર શોધી કાઢીને પોલીસે વૃદ્ધના દિકરા સંજય સુર્યબલી કનોજીયા (રહે. અમદાવાદ) નો સંપર્ક સાધ્યો હતો. અને તેમના સ્વજન મકરપુરા પોલીસ મથકમાં હોવાની વાતથી માહિતગાર કર્યા હતા.

Advertisement

પિતાનું પુત્ર સાથે સુખદ મિલન

શી ટીમ થકી માહિતી મળતા જ વૃદ્ધનો પુત્ર વડોદરા આવી પહોંચ્યો હતો. અને તેણે જણાવ્યું કે, બે દિવસ પહેલા તેમના પિતા કોઇને જાણ કર્યા વગર નિકળી ગયા હતા. અને આ વાતને લઇને તેમણે સ્થાનિક પોલીસ મથકમાં જાણ પણ કરી હતી. આખરે પોલીસની શી ટીમના પ્રયત્નો ફળ્યા હતા. અને ગુમ પિતાનું પુત્ર સાથે સુખદ મિલન થયું હતું.

આ પણ વાંચો -- બેન્ક ઓફ બરોડાના કર્મીઓએ વીમા પોલિસીને સાથે રાખી કરોડોનું કૌભાંડ આચર્યું

Advertisement

Tags :
Advertisement

.