Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : તારા દાદા પાસેથી ઉછીના લીધેલા રૂપિયા આપી દીધા છે, તો.....

VADODARA : વડોદરા જિલ્લાના કરજણ (VADODARA - KARJAN) માં દાદા પાસેથી અગાઉ લીધેલા રૂપિયા મામલે તાજેતરમાં બોલાચાલી બાદ મારામારી થઇ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક શખ્સને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા લોહી નિકળતી હાલતમાં દવાખાને લઇ જવો...
12:46 PM May 09, 2024 IST | PARTH PANDYA
KARJAN POLICE STATION : FILE PHOTO

VADODARA : વડોદરા જિલ્લાના કરજણ (VADODARA - KARJAN) માં દાદા પાસેથી અગાઉ લીધેલા રૂપિયા મામલે તાજેતરમાં બોલાચાલી બાદ મારામારી થઇ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક શખ્સને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા લોહી નિકળતી હાલતમાં દવાખાને લઇ જવો પડ્યો હતો. જેને માથે ત્રણ ટાંકા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર ઘટનાને લઇને કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે.

મને ગાળો કેમ બોલે છે

કરજણ પોલીસ મથકમાં કૌશિકભાઇ જયંતિભાઇ માળી (રહે. સંતોષનગર, કરજણ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ 7 - મે ના રોજ મોટાભાઇના ઘરે ગયા હતા. તેવામાં કુટુંબી ફુવા રમેશ ચરોતર તેમની પાસે આવ્યા અને કહ્યું કે, તારા દાદા પાસેથી ઉછીના લીધેલા પચ્ચીસ હજાર રૂપિયામાંથી વીસ હજાર આપી દીધેલા છે. અને બાકીના પાંસ હજાર મેં તારા દાદાને આપી દીધેલા છે. તો તુ કેમ મારી પાસે માંગે છે. તેમણે સામે કહ્યું કે, તુ મને ગાળો કેમ બોલે છે. દરમિયાન રમેશ ચરોતરનો દિકરો અને તેની પત્ની ત્યાં આવી ગયા હતા.

માથાના ભાગે ત્રણ ટાંકા આવ્યા

અને કૌશિકભાઇની ફેંટ પકડીને માર મારવા લાગ્યો હતો. તેવામાં બુમાબુમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. એકાએક રમેશ ચરોતરના હાથમાં લાકડી આવતા તેણે બે વખત ઝાપટો મારી દીધી હતી. જેને લઇને કૌશિકભાઇને માથાના ભાગેથી લોહી નીકળવાનું શરૂ થઇ ગયું હતું. જે બાદ બધા એકત્ર થઇ જઇ જતા ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ઇજાગ્રસ્તના માથાના ભાગે ત્રણ ટાંકા આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

વધુ તપાસ હાથ ધરાઇ

આખરે સમગ્ર મામલે કરજણ પોલીસ મથકમાં રમેશ ચરોતર, હિરલ રમેશ ચરોતર અને મધુબેન રમેશ ચરોતર (તમામ રહે. સંતોષનગર, સાંઇબાબા વાળું ફળિયું, કરજણ) સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : વહેલી સવારે નિકળેલા ભાજપના કોર્પોરેટર અછોડાતોડનો શિકાર બન્યા

Tags :
goesInjuredKarjanmoneyOLDonerelatedTalkVadodaraWrong
Next Article