Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

VADODARA : FRC કમિટી દ્વારા શાળા સામે કડક કાર્યવાહીના આદેશ

VADODARA : મધ્યગુજરાત ઝોનની ફી રેગ્યુલેશન કમિટી (FRC COMMITTEE - VADODARA) દ્વારા નિયત કરવામાં આવેલી ફી કરતા વધુ પૈસા પડાવતી શાળા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અને વાલીઓ પાસેથી નક્કી કરવામાં આવેલી કરતા વધુ લીધેલા પૈસા તથ વૈકલ્પિક ફી...
06:01 PM May 29, 2024 IST | PARTH PANDYA

VADODARA : મધ્યગુજરાત ઝોનની ફી રેગ્યુલેશન કમિટી (FRC COMMITTEE - VADODARA) દ્વારા નિયત કરવામાં આવેલી ફી કરતા વધુ પૈસા પડાવતી શાળા સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અને વાલીઓ પાસેથી નક્કી કરવામાં આવેલી કરતા વધુ લીધેલા પૈસા તથ વૈકલ્પિક ફી ના નામે લીધેલા પૈસા પરત કરવાનો આદેશ આપ્યો છે. શાળાએ વધારાના લીધેલા પૈસા પરત કરવા માટે 30 દિવસની મહોલત આપવામાં આવી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

વૈકલ્પિક ફીના નામે પણ નાણાં ઉઘરાવ્યા

વડોદાના ભાયલી રોડ પર આવેલી વિબગ્યોર ઇન્ટરનેશનલ સ્કુલમાં ભણતા 15 જેટલા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા વર્ષ 2017 - 18 થી એફઆરસી દ્વારા નિર્ધારીત કરતા વધુ ફી લેવા અંગે ફરિયાદ કરી હતી. શાળા દ્વારા વૈકલ્પિક ફીના નામે પણ નાણાં ઉઘરાવવામાં આવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. સુત્રોના જણાવ્યા અનુસાર, વર્ષ 2023 - 24 માં આ શાળા પાસે સીઇઇના વર્ગોની મંજુરી ન હતી, અને તેમણે નવી ફી એફઆરસી સમક્ષ મંજૂર પણ કરાવી ન્હતી.

પરત કરવી પડશે

આ ફરિયાદો સામે તાજેતરમાં એફઆરસી કમિટી દ્વારા કડક આદેશો આપવામાં આવ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, એફઆરસી કમિટીને વ્યાપક ફરિયાદો મળ્યા બાદ આ અંગેની સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં વાલીઓ તરફે ચુકાદો સામે આવ્યો છે. શાળાએ વર્ષ 2017 થી 2024 સુધીમાં જેટલી પણ વધુ ફી વાલીઓ પાસેથી વસુલી છે, તેને પરત કરવી પડશે. દરમિયાન જો કોઇ વિદ્યાર્થી શાળા છોડીને અન્યત્રે ભણવા ગયો હશે, તો તેવા કિસ્સામાં વાલીના બેંક એકાઉન્ટમાં 30 દિવસમાં ફી જમા કરાવવા અંગે જણાવાયું છે. આ સાથે જ વૈકલ્પિક ફી પેટે લીધઘેલા નાણાં પણ પરત કરવા પડશે.

સંચાલકોને રૂ. 2 લાખનો દંડ

સુત્રોએ જણાવ્યું કે, એફઆરસી કમિટી દ્વારા નક્કી કરેલા ફી માળખા કરતા વાલીઓ પાસેથી વધુ પૈસા લેવામાં આવતા કડક અને સૌથી મોટી કાર્યવાહી કરતા સંચાલકોને રૂ. 2 લાખનો દંડ ફટકાર્યો છે. જેને 30 દિવસમાં જમા કરાવવાની રહેશે. હાલ વેકેશન ચાલી રહ્યું છે. આવનાર સમયમાં અન્ય શાળા સંચાલકો નિયમો વિરૂદ્ધ જતા પહેલા વિચારશે તે નક્કી છે.

આ પણ વાંચો -- VADODARA : સ્માર્ટ વિજ મીટરના વિરોધમાં કચેરીની તાળાબંધી

Tags :
chargingcommitteefeesFineforfrconoverSchoolSlapVadodara
Next Article