Gujarat: ચારેય તરફ ઘેરાયેલી સરકારે UCC લાગુ કરવા સમિતિ જાહેરાત કરી, કોંગ્રેસે કર્યા સરકાર પર આક્ષેપો
- ગુજરાતની જનતાનું ધ્યાન ભટકાવા આ જાહેરાત: ડૉ. મનીષ દોશી
- કોંગ્રેસે અનેક સવાલો થકી ભાજપ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો
- યુસીસી નામે ભાજપ નોટંકી કરે છેઃ ડૉ. મનીષ દોશી
Gujarat: ગુજરાતમાં તમામ લોકોને સમાન કરવા માટે અત્યારે યુસીસી લાગુ કરવાની વાતો ચાલી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે પાંચ સભ્યોની એક કમિટી પણ બનાવવામાં આવી છે, જે UCCને લગતા મુદ્દાને વિશે અભ્યાસ કરશે અને 45 દિવસમાં તેનો રિપોર્ટ સરકારને આપશે. આ સમિતિમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના દેસાઈ, પૂર્વ IAS અધિકારી સીએલ મીણા, એડવોકેટ આર.સી. કોડેકર, પૂર્વ વાઇસ ચાન્સેલર દક્ષેશ ઠાકર અને ગીતાબેન શ્રોફ (સામાજિક કાર્યકર)નો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: UCC: ‘ગુજરાત સરકારના નિર્ણયને આવકારીએ છીએ’ UCC મુદ્દે ધારાસભ્ય ડૉ.દર્શીતા શાહનું નિવેદન
ભાજપના ભ્રષ્ટાચારના ઢાંકવા માટે આ પ્રકારની જાહેરાત કરાઇઃ ડૉ.મનીષ દોશી
જોકે, આ મામલે અત્યારે કોંગ્રેસ ભાજપ પર આકરા પ્રહારો કર્યાં છે. કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડૉ. મનીષ દોશીએ કહ્યું કે, ચારેય તરફ ઘેરાયેલી સરકાર હવે યુસીસી લાગુ કરવા સમિતિ જાહેરાત કરી છે. ભાજપના ભ્રષ્ટાચારના ઢાંકવા માટે આ પ્રકારની જાહેરાત કરાઇ છે અને ગુજરાતની જનતાનું ધ્યાન ભટકાવા આ જાહેરાત છે.’ ડૉ. મનીષ દોશીએ વધુમાં કહ્યું કે, સરકાર યુસીસી કમિટી જાહેરાત કરી તે અંગે કોંગ્રેસ સવાલ પૂછે છે. કોંગ્રેસે કહ્યું છે કે, યુનિફોર્મ સિવિલ કોડના બદલે રોજગારી માટે, શિક્ષણ માટે અને ખેડૂતો માટે સરકારે લાભ માટે કાયદો બનાવો જોઇએ.
આ પણ વાંચો: Uniform Civil Code: કાયદો બંધારણને અલગ મૂકી બનાવવામાં આવી રહ્યો છે: હબીબ કટારીયા
ડૉ. મનીષ દોશીએ સરકારને અનેક સીધા સવાલો કર્યાં
નોંધનીય છે કે, અત્યારે કોંગ્રેસે અનેક સવાલો થકી ભાજપ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડૉ. મનીષ દોશીએ સરકારને અનેક સીધા સવાલો કર્યાં છે. કોંગ્રેસે આક્ષેપો કરતા કહ્યું કે, ચૂંટણી પહેલા આ પ્રકારની જાહેરાત કરી લોકોનું ધ્યાન બદલવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ‘યુસીસી નામે ભાજપ નોટંકી કરે છે, તે બંધ થવી જોઇએ અને આ નોટકીને કોંગ્રેસ સમર્થન નથી આપતું’ આ શબ્દો કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડૉ. મનીષ દોશીના છે.
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો