Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : પિતાએ પુત્ર સામે ચોરીની ફરિયાદ નોંધાવી

VADODARA : વડોદરા (VADODARA) પાસે કરજણ પોલીસ મથક (KARJAN POLICE STATION) માં પિતાએ પુત્ર સામે ચોરીની ફરિયાદ નોંધાવી હોવાની ઘટના સામે આવી છે. પુત્રએ પિતાની જાણ બહાર તિજોરીના લોકરમાંથી સોનું અને રોકડ રૂપિયા સેરવ્યા હતા. પિતાને જ્યારે પૈસાની જરૂરીયાત પડી...
vadodara   પિતાએ પુત્ર સામે ચોરીની ફરિયાદ નોંધાવી

VADODARA : વડોદરા (VADODARA) પાસે કરજણ પોલીસ મથક (KARJAN POLICE STATION) માં પિતાએ પુત્ર સામે ચોરીની ફરિયાદ નોંધાવી હોવાની ઘટના સામે આવી છે. પુત્રએ પિતાની જાણ બહાર તિજોરીના લોકરમાંથી સોનું અને રોકડ રૂપિયા સેરવ્યા હતા. પિતાને જ્યારે પૈસાની જરૂરીયાત પડી ત્યારે તેણે તિજોરીનું લોકર ખોલ્યું હતું. જે જોતા તેમાંથી કંઇ મળી આવ્યું ન્હતું. આખરે ઉપરોક્ત મામલે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે.

Advertisement

રકમમાં કોર્ટે ઘટાડો કર્યો

કરજણ પોલીસ મથકમાં રૂપેશભાઇ ચુનીલાલ પટેલ (રહે. કંડારી ગામ, કરજણ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, વર્ષ 2000 માં તેમના લગ્ન પુના ખાતે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેમને એક દિકરો અને દિકરી એમ બે સંતાનો છે. વર્ષ 2013 માં દંપતિ વચ્ચે અણબનાવ થતા પત્ની તેના પિયર બં સંતાનોને લઇને જતી રહી હતી. ત્યાર બાદ પુના કોર્ટમાં ભરણ પોષણનો કેસ ચાલ્યો હતો. જેમાં કોર્ટ ભરણ પોષણ ચુકવવાનો ઓર્ડર કર્યો હતો. દરમિયાન પુત્ર પ્રેમની ઉંમર 18 વર્ષ થતા કોર્ટે તેને આવવું હોવાથી કબ્જો સોંપ્યો હતો. બાદમાં ભરણ પોષણની રકમમાં કોર્ટે ઘટાડો કર્યો હતો.

એક દિવસ રહેવા આવ્યો

બાદમાં તેમના પત્ની વડોદરા ખાતે રહેવા આવ્યા હોવાનું તેમણે જાણ્યું હતું. તેમણે પુત્ર પ્રેમને ધો. 12 ના અભ્યાસ માટે વડોદરા મુક્યો હતો. ત્યાર બાદ વધુ અભ્યાસ માટે આણંદ-વિદ્યાનગરની જાણીતી કોલેજના બીબીએ કોર્ષમાં એડમિશન લીધું હતું. જો કે, તે બાદ પુ્ત્ર પ્રેમની કોલેજમાં સતત ગેરહાજરી જોવા મળી હતી. જેથી તેને કોલેજમાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. ત્યાર બાદ તે એક દિવસ માટે તેના પિતા પાસે રહેવા આવ્યો હતો. અને બાદમાં વડોદરા રહેતા તેના માતાને ત્યાં રહેવા જતો રહ્યો હતો.

Advertisement

પૈસા વપરાઇ ગયા

જાન્યુઆરી - 2024 માં પ્રેમ પિતાના ઘરે રહેવા આવ્યો હતો. અને ત્યાર બાદ તે અહિંયા જ રહેતો હતો. મે - 2024 માં તેમને પૈસાની જરૂરીયાત જણાતા તિજોરીના લોકરમાં મુકેલા પૈસા લેવા જતા તેમાંથી રોકડા રૂપિયા અને દાગીના જોવા મળ્યા ન્હતા. જેથી તેમણે પુત્ર પ્રેમને તે અંગે પુછ્યું હતું. પુત્રએ કહ્યું કે, બે મહિના અગાઉ તિજોરીમાં મુકેલા રૂપિયા અને દાગીને તેમના ધ્યાન બહાર લીધા હતા. દાગીના પાદરામાં કોઇ અજાણ્યા વ્યક્તિને રૂ. 4.50 લાખમાં વેચી દીધા હતા. અને તેના પૈસા વપરાઇ ગયા હતા. આખરે આશરે 20 તોલા સોનું (આશરે કિં. રૂ. 8 લાખ) અને રૂ. 50 હજાર રોકડા ચોરીથી સેરવી લેવા બદલ પિતાએ પુત્ર પ્રેમ રૂપેશભાઇ પટેલ (રહે. કંડારી ગામ) સામે ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો -- VADODARA : કમિશનની લાલચમાં કર્મચારીએ કંપનીને લાખોનો ચુનો ચોપડ્યો

Advertisement

Tags :
Advertisement

.